પાણીમાં આ વસ્તુ મિક્સ કરી ધોઈ લો કેળા, એક અઠવાડિયા સુધી કેળા કાળા નહીં પડે અને રહેશે ફ્રેશ
Banana storage tips: કેળા ખરીદ્યાના બે, ત્રણ દિવસમાં જ તે કાળા અને પોચા પડી જાય છે. આવા કેળા જોઈને જ ખાવાની ઈચ્છા મરી જાય. આવું તમારી સાથે પણ અત્યાર સુધી થયું હશે. પરંતુ હવે નહીં થાય. જી હાં આજે તમને કેળા સાચવવાની એવી ટીપ્સ જણાવીએ. જેને ફોલો કરશો તો કેળા એક અઠવાડીયા સુધી તાજા રહેશે.
Trending Photos
Banana storage tips: કેળા ખાવા તો દરેકને પસંદ હોય છે. પરંતુ કેળાને સાચવવા મુશ્કેલ થઈ જાય છે. ફળને મોટાભાગના લોકો ફ્રીઝમાં રાખવાનું ટાળે છે અને બહાર રાખવાથી કેળા એક કે બે દિવસમાં જ ખરાબ થવા લાગે છે. કેળા ખરીદ્યાના બે, ત્રણ દિવસમાં જ તે કાળા અને પોચા પડી જાય છે. આવા કેળા જોઈને જ ખાવાની ઈચ્છા મરી જાય. આવું તમારી સાથે પણ અત્યાર સુધી થયું હશે. પરંતુ હવે નહીં થાય. જી હાં આજે તમને કેળા સાચવવાની એવી ટીપ્સ જણાવીએ. જેને ફોલો કરશો તો કેળા એક અઠવાડીયા સુધી તાજા રહેશે.
આ રીતે રાખશો કેળા તો દિવસો સુધી નહીં પડે કાળા
આ પણ વાંચો:
કેળાને લટકાવીને રાખો
કેળાને બાસ્કેટમાં રાખવાથી તે જલ્દી કાળા થવા લાગે છે. જો તમારે કાળાને તાજા રાખવા હોય તો તેને ઉપરના ભાગે દોરી બાંધી કોઈ જગ્યા પર લટકતા રાખો. દુકાનોમાં પણ તમે જોયું હશે કે કેળા લટકતાં રાખવામાં આવે છે. કેળા રાખવા માટે આવા સ્ટેન્ડ પણ મળે છે.
પ્લાસ્ટિક બાંધો
કેળાને દિવસો સુધી તાજા રાખવા હોય તો તેના ઉપરના ભાગમાં પ્લાસ્ટિકમાં લપેટીને પણ રાખી શકાય છે. પ્લાસ્ટિકને કેળાની દાંડીના ભાગ પર જ વીંટાળવાનું હોય છે. આ રીતે રાખવાથી કેળા ઘણા દિવસો સુધી તાજા રહે છે.
વિનેગર
કેળાને બગડતા અટકાવવા માટે તમે તેને વિનેગર પણ વાપરી શકો છો. તેના માટે પાણીમાં થોડું વિનેગર મિક્સ કરી આ પાણીથી કેળાને સાફ કરવા. આ રીતે ધોવાથી કેળા દિવસો સુધી કાળા થતા નથી.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે