લગ્ન પછીની પહેલી રાત્રે કેમ પીવડાવવામાં આવે છે દૂધ? જાણવા જેવું છે કારણ

લગ્ન પછીની પહેલી રાત્રે કેમ પીવડાવવામાં આવે છે દૂધ? જાણવા જેવું છે કારણ

 

 

નવી દિલ્લીઃ શું તમે ક્યારેય વિચાર્યું છે કે નવવિવાહિત પતિ-પત્નીને પહેલી રાત્રે એટલે કે હનીમૂનના દિવસે શા માટે દૂધ પીવડાવવામાં આવે છે? મોટાભાગના યુગલો લગ્ન પછી આ પ્રમાણે દૂધ પીતા હોય છે. આની પાછળ ઘણા પ્રકારના તર્ક છે, કેટલાક લોકો કહે છે કે તેનાથી સેક્સ પાવર વધે છે, જ્યારે ઘણા લોકો માને છે કે રાત્રે દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે. તો ચાલો જાણીએ આ પાછળનું સાચું કારણ શું છે. તમે ઘણી ફિલ્મો, ટીવી સિરિયલોમાં વરરાજાને કેસરી દૂધનો ગ્લાસ આપવાની વિધિ જોઈ હશે. અથવા તમે અંગત જીવનમાં પણ આનો અનુભવ કર્યો હશે, પરંતુ આ વિધિ કરવા પાછળનું કારણ શું છે?

સ્પેશિયલ હોય છે દૂધ:
સૌથી પહેલા અમે તમને જણાવીએ કે આ દૂધ કેવી રીતે બને છે. આ સામાન્ય દૂધ નથી, પણ કેસર, ખાંડ, હળદર, કાળા મરીનો પાવડર, બદામ, વરિયાળી અને અન્ય વસ્તુઓને તેમાં ઉકાળવામાં આવે છે અને પછી જ્યારે તે નવશેકું હોય ત્યારે વરરાજાને આપવામાં આવે છે.

દૂધ પીવડાવવા પાછળનું કારણ:
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે દૂધ ઉકાળવામાં આવે છે, ત્યારે તેમાંથી કેટલાક તત્વો બહાર આવે છે જે રોમાંસ વધારે છે. એવું માનવામાં આવે છે કે દૂધ પીવાથી નર્વસનેસ ઓછી થાય છે અને ઉત્સાહ વધે છે.

દૂધમાં કેસર નાખવાનું કારણ:
એવું માનવામાં આવે છે કે દૂધમાં ઉમેરવામાં આવેલ કેસર અને બદામની સુગંધ હોર્મોન્સને સક્રિય કરે છે અને વરરાજાનો મૂડ સારો રહે છે. આ સિવાય કાળા મરી, વરિયાળી અને હળદરને દૂધમાં મિક્સ કરીને પીવામાં આવે છે. આ કારણોસર, તે એન્ટી-બેક્ટેરિયલ અને રોગપ્રતિકારક શક્તિ વધારવાનું મિશ્રણ બની જાય છે.

(ડિસ્ક્લેમર: આ લેખ ફક્ત સામાન્ય માહિતી માટે છે. તે કોઈપણ રીતે કોઈપણ દવા અથવા સારવારનો વિકલ્પ હોઈ શકે નહીં. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news