લોકોએ સલૂનમાં વાળ-દાઢી કરાયા બાદ આ કામ જરૂરથી કરવું જોઈએ, નહીંતર થઇ શકે છે બિમારીઓનો શિકાર
વાળ અને દાઢીના સારા દેખાવ માટે લોકો સલૂનમાં જતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે જે સલૂનમાં તમે વાળ અને દાઢીને નવો લુક આપવા જઈ રહ્યા છો. ત્યાંથી તમને કેવા પ્રકારના ઈન્ફેક્શન અને બીમારીઓ આવી રહી છે.
Trending Photos
વાળ અને દાઢીના સારા દેખાવ માટે લોકો સલૂનમાં જતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે જે સલૂનમાં તમે વાળ અને દાઢીને નવો લુક આપવા જઈ રહ્યા છો. ત્યાંથી તમને કેવા પ્રકારના ઈન્ફેક્શન અને બીમારીઓ આવી રહી છે.
જો તમે સલૂનમાં વાળ અને દાઢી કરાવો છો. તો તમને ઘણા પ્રકારના ઈન્ફેક્શન થઈ શકે છે. કારણ કે સલૂનના દરરોજ સફાઈ કરવામાં આવતી હોતી નથી. અને તેના કારણે તમને અનેક બિમારીઓ થઈ શકે છે. સલૂનમાં વાળ અને દાઢી કરાવવા જતાં સમયે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સલૂનમાં જઈને વાળ અને દાઢી કરાવવાથી કઈ બીમારીઓનો ખતરો રહે છે.
જાણો સલૂનમાં વાળ- દાઢી કરાવવાથી કઈ સમસ્યાઓ થઈ શકે છે.
ટિટનેસ (Tetanus)
ટિટનેસ એક પ્રકારનું સંક્રમણ હોય છે જે જીવાણુંઓના સંપર્કમાં આવવાથી ફેલાય છે. અને આની માટે જો તમે સલૂનમાં વાળ-દાઢી કરાવો છો. તો આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો સલૂનના કોઈ પણ સાધન પર કાટ લાગી જાય છે તો ટિટનેસ થવાની શક્યતાઓ વધી જાય છે.
ગાલ કે દાઢીના ફંગલ ઈન્ફેક્શનની સમસ્યા થવાની શક્યતા
સલૂનમાં વાળ કપાવવાથી કે કપાવ્યા પછી ગાલ અને દાઢીમાં ફંગલ ઈન્ફેક્શન અને ફોલ્લીઓ થવાનો ડર રહે છે. આ સમસ્યાને ટીનિયા બાર્બી પણ કહેવાય છે. આ સમસ્યા સલૂનમાં ઉપયોગમાં લેવાતા સાધનોની યોગ્ય સફાઈના અભાવે થાય છે.
ફંગલથી થતાં સંક્રમણ
ટીનિયા કૈપિટિસ એ ખોપડી પરની ચામડીનું ફંગલ સંક્રમણ છે. તેને સ્કેલ્પ રિંગવોર્મ પણ કહેવામાં આવે છે.આ સમસ્યામાં માથાની ચામડી પર ચેપ ફેલાવાને કારણે દાદ જેવા ડાઘ થવા લાગે છે.
સલૂનમાં વાળ- દાઢી કપાવ્યા બાદ જરૂર કરો આ કામ
1. જો દાઢી કરતા સમયે અથવા વાળ કપાવ્યા બાદ ચામડીમાં કોઈ પણ પ્રકારની ઈજા થાય છે. તો તમારે સલૂનના સાધનોને કરો સાફ અને ટિટાનસનું ઈન્જેક્શન લો.
2. વાળ અને દાઢી કરાયા પછી ઝડપથી શરીરને કરો સાફ
3. સલૂનમાં રૂમાલનો કર્યો ઉપયોગ અને રૂમાલનો ઉપયોગ કર્યા બાદ કરો સાફ
(નોંધ- અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નસ્કાઓ અને સામાન્ય માહિતી આધારિત છે. આનો પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો. ZEE NEWS આની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે