Monkeypox ને લઇને WHO એ આપી ચેતાવણી, જો અમે કાર્યવાહી ન કરી તો...
આખી દુનિયામાં હાલ કોરોના વાયરસ બાદ હવે મંકીપોક્સનો કહેર વર્તાઇ રહ્યો છે. બિમારીને લઇને દેશમાં પહેલાંથી સાવધાની વર્તવામાં આવી રહી છે. તો બીજી તરફ WHO આ બિમારીને લઇને કેટલીક સલાહ અને ચેતાવણી આપી છે.
Trending Photos
Monkeypox: આખી દુનિયામાં હાલ કોરોના વાયરસ બાદ હવે મંકીપોક્સનો કહેર વર્તાઇ રહ્યો છે. બિમારીને લઇને દેશમાં પહેલાંથી સાવધાની વર્તવામાં આવી રહી છે. તો બીજી તરફ WHO આ બિમારીને લઇને કેટલીક સલાહ અને ચેતાવણી આપી છે. WHO ના મંકીપોક્સ વિશેષજ્ઞના સભ્ય રાજ્યોને જણાવ્યું છે અને કહ્યું કે જો સમય રહેતાં ધ્યાન આપવામાં આવે તો બિમારી પર કાબૂ મેળવી શકાય છે. પરંતુ જો અત્યારે કાર્યવાહી નહી કરવામાં આવે તો તેના વધવાનો ખતરો વધુ છે.
સોશિયલ સ્પ્રેડનો છે ખતરો
WHO માં મંકીપોક્સ પર ટેક્નીકલ બ્રીફિંગ પર કામ ચાલી રહ્યું છે. ટેક્નિકલ બ્રીફિંગ દરમિયાન WHO મહાનિર્દેશક ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયસસ અને વૈશ્વિક સંક્રમણ ખતરાની તૈયારી માટે વાત કરી. WHO નિર્દેશક સિલ્વી બ્રિંડે કહ્યું કે 'અમને ડર છે કે સોશિયલ સ્પ્રેડ થશે પરંતુ હાલમાં આ જોખમનું આકલન કરવું કઠિન છે. અમને લાગે છે કે જો અપણે યોગ્ય ઉપાય કરીએ છીએ, તો કદાચ આપણે તેને સરળતાથી રોકી શકીએ છીએ, એટલા માટે આજે આ બ્રીફિંગ કરી રહ્યા છીએ અને અમે જાગૃતતા વધારવાનો પ્રયત્ન કરીર અહ્યા છીએ, કારણ કે આપણે શરૂઆતમાં છીએ અને અમારી પાસે એક છે અને ફેલાતા રોકવા માટે એક તક છે.
નિયંત્રણ કરી શકે છે
સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સી એનુઅલ મીટીંગમાં સભ્ય રાજ્યો સાથે વાત કરતાં સિલ્વી બ્રેંડએ કહ્યું 'અમને લાગે છે કે જો આપણે યોગ્ય ઉપાય કરે છે તો તેને સરળતાથી નિયંત્રણ કરી શકે છે. તેમૅણે એ પણ કહ્યું કે આગળ પ્રસારને રોકવા માટે અત્યારે એક તક છે. કારણ કે આ અન્ય વાયરસ જેમ કોરોના વાયરસની તુલનામાં ખૂબ ધીમો છે. WHO ના અધિકારીઓએ કહ્યું કે હાલમાં સામૂહિક રસીકરણની કોઇ જરૂરિયાત નથી.
વૈશ્વિક સંક્રમણ ખતરાને લઇને WHO નિર્દેશક, સિલ્વી બ્રેંડે કહ્યું કે 'મને લાગે છે કે આ કોઇ એવી બિમારી નથી જેથી સામાન્ય જનતાને ચિંતિત થવું જોઇએ, આ કોવિડ અથવા અન્ય બિમારીઓની માફક નથી જે ઝડપથી ફેલાય છે, એટલા માટે તે તમામ ભલામણો આમ જનતામાં ચિંતા પેદા કરવા માટે નથી, પરંતુ એલર્ટ વધારવા અને એ સુનિશ્વિત કરવા માટે પુરતુ છે કે આપણે બધા જાણીએ છીએ કે આપણી સમક્ષ જોખમ છે.
કાઉન્ટર- ઉપાયોનો ઉપયોગ
સ્વિત્ઝરલેંડના મામલે મંકીપોક્સ પર વાત કરતાં સિલ્વી બ્રેંડે કહ્યું 'રણનીતિઓ અને હસ્તક્ષેપોને જોખમના અનુરૂપ હોવી જોઇએ અને આપણે તેની પણ જરૂરિયાત છે, જો રસી અથવા ઉપચારનો ઉપયોગ કરવાની સંભાવનાઓ છે, તો તેનો કરવો જોઇએ સાર્વજનિક સ્વાસ્થ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતાં ઉપયોગ કરવો જોઇએ અને તે કાઉન્ટર ઉપાયોના ઉપયોગમાં ખૂબ બુદ્ધિમાન હોવા જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે