Sesame Oil: હથેળી પર તલના તેલથી માલિશ કરવાથી દવા વિના મટી જાય છે આ 5 બીમારી

Sesame Oil: ઠંડીની ઋતુમાં જો હથેળીમાં તલના તેલથી માલિશ કરવામાં આવે તો તેનાથી ઘણા બધા ફાયદા થાય છે. પાંચ સમસ્યા તો એવી છે જે ફક્ત હથેળીમાં તલના તેલથી માલિશ કરશો તો પણ દૂર થઈ જશે. 

Sesame Oil: હથેળી પર તલના તેલથી માલિશ કરવાથી દવા વિના મટી જાય છે આ 5 બીમારી

Sesame Oil: તલનું તેલ ગુણોનો ભંડાર હોય છે. શિયાળામાં હથેળી પર તલના તેલથી માલિશ કરવાથી ઘણા બધા ફાયદા થાય છે. તલનું તેલ એન્ટી ઇનફ્લેમેટરી ગુણથી ભરપૂર હોય છે. તેનાથી સ્નાયુની તકલીફો અને સાંધાના દુખાવા પણ મટી જાય છે. ઠંડીની ઋતુમાં જો હથેળીમાં તલના તેલથી માલિશ કરવામાં આવે તો તેનાથી ઘણા બધા ફાયદા થાય છે. પાંચ સમસ્યા તો એવી છે જે ફક્ત હથેળીમાં તલના તેલથી માલિશ કરશો તો પણ દૂર થઈ જશે. 

સોજા

હાથમાં આવતો સોજો તલના તેલની માલિશ કરવાથી દૂર થઈ જાય છે. તલના તેલમાં એવા ગુણ હોય છે જે સોજો ઘટાડે છે. તેના કારણે સ્નાયુ ની તકલીફ ઘટી જાય છે. 

સ્કિન એલર્જી

હાથમાં આવતી ખંજવાળ, એલર્જી તલના તેલની માલિશથી મટી જાય છે. તલના તેલમાં વિટામીન બી અને વિટામિન ઈ હોય છે જે સ્કીન પ્રોબ્લેમને દૂર કરે છે. તેનાથી ત્વચા પર પડેલા ડાઘ પણ દૂર થાય છે. 

સ્નાયુ રહે છે એક્ટિવ 

ઘણી વખત હાથના સ્નાયુમાં તકલીફ થઈ જાય છે. આ પ્રકારની સ્નાયુ સંબંધિત સમસ્યા હોય તો તલના તેલની માલિશ કરો. તલમાં કેલ્શિયમ ઝીંક સહિતના પોષક તત્વો હોય છે જે સ્નાયુને એક્ટિવ રાખે છે. 

સ્કિન રહે છે હાઈડ્રેટ 

તલનું તેલ ત્વચાને હાઇડ્રેટ રાખે છે. ઠંડીમાં હાથની સ્કીન વધારે ડ્રાય થઈ જાય છે કારણ કે હાથ વારંવાર ધોવાતા હોય છે. રોજ રાત્રે તલના તેલથી હથેળીમાં મસાજ કરવી. તેનાથી સ્કીન હાઇડ્રેટ રહે છે. 

બ્લડ સર્ક્યુલેશન 

હથેળી પર તલના તેલથી માલિશ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. જ્યારે હથેળીમાં માલિશ કરવામાં આવે છે તો શરીરમાં પણ બ્લડ ફ્લો સારી રીતે થવા લાગે છે. જેના કારણે મગજને શાંતિ મળે છે અને માથાનો દુખાવો પણ મટે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news