અમેરિકામાં અપહરણ કરાયેલાં ભારતીય પરિવારની લાશો મળી, એક બાળકી સહિત 4 લોકોનું કરાયું હતું અપહરણ

California Family Murder: અમેરિકામાં ભારતીય મૂળના શીખ પરિવારનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણ કરાયેલા પરિવારની લાશો મળી આવતા ચકચાર મચી ગઈ. આખરે આ લોકોની મોત કઈ રીતે થઈ આવા અનેક સવાલોના જવાબ અત્યારે અમેરિકાની પોલીસ અને તપાસ એજન્સીઓ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

અમેરિકામાં અપહરણ કરાયેલાં ભારતીય પરિવારની લાશો મળી, એક બાળકી સહિત 4 લોકોનું કરાયું હતું અપહરણ

કેલિફોર્નિયાઃ હાલમાં અમેરિકાના કેલિફોર્નિયામાં એક ભારતીય મૂળના શીખ પરિવારના અપહરણની ઘટના સામે આવી હતી. જેને કારણે ભારે ઓહાપોહ થયો હતો. અમેરિકાથી આ સમાચારો ભારત સરકાર સુધી પણ પહોંચ્યાં હતાં. ગઈ કાલે અમેરિકાના કેલિફોર્નિયાથી મૂળ ભારતીય પરિવારનું અપહરણ કરાયું હતું. ત્યારે આજે ચારેય પરિવારના સભ્યોની લાશ મળી આવી છે. જેમાં આઠ મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે. કોણે આ લોકોનું અપહરણ કર્યું હતું? આ પરિવારનું અપહરણ કઈ રીતે કરવામાં આવ્યું? અપહરણ કરનારાઓએ કેટલાં રૂપિયાની ખંડણી માંગી હતી? આખરે આ લોકોની મોત કઈ રીતે થઈ આવા અનેક સવાલોના જવાબ અત્યારે અમેરિકાની પોલીસ અને તપાસ એજન્સીઓ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
 

The kidnapped family of four, including an 8-month-old child, was found dead in California, reported CNN citing authorities

— ANI (@ANI) October 6, 2022

ભારતીય મૂળના પરિવારના ચાર લોકોનું અમેરિકાના કેલિફોર્નિયામાં અપહરણ કરાયું હતું. જેમાં એક 8 મહિનાના બાળકનો પણ સમાવેશ થાય છે. આ પરિવાર મૂળ પંજાબના હોશિયારપુરનો રહેવાસી છે. તેમના સંબંધીનું કહેવું છે કે, તેમની ઓફિસથી 20થી 25 કિ.મી. દૂર કાર સળગેલી હાલતમાં મળી આવી છે. તેમના મોબાઇલ ફોન પણ મળી આવ્યા છે. જોકે, હજુ સુધી ખંડણી માટે કોઈ કોલ આવ્યો નથી. જોકે, આજે તેમની લાશો મળી આવી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news