Marriage Certificate:ફટાફટ બનાવી લો મેરેજ સર્ટિફિકેટ, આટલી જગ્યાએ પડે છે જરૂર

Marriage Certificate: જો તમે લગ્ન કરી લીધા છે પરંતુ હજુ સુધી મેરેજ સર્ટિફિકેટ બનાવ્યું નથી, તો આ માહિતી તમારા માટે ઉપયોગી થઈ શકે છે.

Marriage Certificate:ફટાફટ બનાવી લો મેરેજ સર્ટિફિકેટ, આટલી જગ્યાએ પડે છે જરૂર

How to Apply for Marriage Certificate: શું તમે જાણો છો, માત્ર લગ્ન કરવા જ જરૂરી નથી, પરંતુ  રજીસ્ટ્રેશન કરાવવું પણ એટલું જ જરૂરી છે. લગ્નની નોંધણી હિન્દુ મેરેજ એક્ટ 1955 અને સ્પેશિયલ મેરેજ એક્ટ 1954 હેઠળ કરવામાં આવે છે.

લગ્નનું પ્રમાણપત્ર શા માટે જરૂરી?
જો તમે ક્યાંક નોકરી કરી રહ્યા છો અને વૈવાહિક સ્થિતિમાં લગ્નનો વિકલ્પ પસંદ કરી રહ્યા છો, તો લગ્ન પ્રમાણપત્ર પુરાવો બની જાય છે. સરકારી અને બિન-સરકારી સંસ્થાઓ બંને માટે આ જરૂરી છે. જો તમે પતિ-પત્ની માટે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવેલી કોઈપણ યોજનાનો લાભ મેળવવા માંગતા હોવ તો આ માટે તમારી પાસે લગ્નનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.

પતિના અવસાન બાદ વિધવા મહિલાઓને પણ મેરેજ સર્ટિફિકેટના આધારે સરકારી યોજનાઓનો લાભ મળે છે.   ઘરેલું મામલાઓમાં FIR દાખલ કરવા માટેનો આધાર બની જાય છે. છૂટાછેડા માટે અરજી કરવા માટે, તમારી પાસે લગ્નનો પુરાવો એટલે કે લગ્નનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.

જો તમે બીજા દેશના કાયમી નાગરિક બનવા માંગો છો, તો તેના માટે પણ દંપતીએ લગ્નનું પ્રમાણપત્ર બતાવવું જરૂરી છે. જો તમે બેંકમાં સંયુક્ત ખાતું ખોલવા માંગતા હોવ તો લગ્ન પ્રમાણપત્રનો આધાર તરીકે ઉપયોગ કરી શકાય છે.

લગ્નની નોંધણી ક્યારે થઈ શકે?
જો તમે નવા પરિણીત છો, તો તમારે 30 દિવસની અંદર લગ્ન પ્રમાણપત્ર માટે અરજી કરવી જોઈએ. જો કે, જો થોડો વિલંબ થાય તો લગ્નના પાંચ વર્ષ પછી પણ વધારાની ફી સાથે લગ્નની નોંધણી કરાવી શકાય છે.

કેવી રીતે અરજી કરવી
મેરેજ સર્ટિફિકેટ માટે મેરેજ રજિસ્ટ્રારને અરજી કરવાની રહેશે. એપોઇન્ટમેન્ટ મેળવ્યા પછી તમારે તમામ જરૂરી દસ્તાવેજો સાથે નિયત દિવસે રજિસ્ટ્રાર પાસે જવું પડશે. તમે ઑનલાઇન મોડમાં રાજ્ય સરકારની વેબસાઇટ પર અરજી કરી શકો છો. લગ્ન રજિસ્ટ્રેશન વિકલ્પ અહીં ઉપલબ્ધ છે. એપોઇન્ટમેન્ટ મળવા પર, તમે બે સાક્ષીઓ અને દસ્તાવેજો સાથે નિયત દિવસે ઓફિસમાં આવી શકો છો.

લગ્ન પ્રમાણપત્ર માટે જરૂરી દસ્તાવેજો
અરજી પત્રક સરનામાનો પુરાવો યુગલનું ઉંમર પ્રમાણપત્ર (જન્મ અથવા 10માનું પ્રમાણપત્ર) યુગલનું આઈડી કાર્ડ, આધાર કાર્ડ લગ્નના બે પાસપોર્ટ સાઇઝના ફોટા સંયુક્ત ફોટો, લગ્નની કંકોત્રી. જ્યાં લગ્ન થયા હોય એ ગુરુદ્વારા કે ચર્ચમાંથી મળેલ પ્રમાણપત્ર, બે સાક્ષીઓ, જો બીજી વખત લગ્ન થાય તો પ્રથમ લગ્નનું છૂટાછેડાનું પ્રમાણપત્ર, પ્રથમ પતિના મૃત્યુનું પ્રમાણપત્ર, કોર્ટ મેરેજ અંગેના કોર્ટ દસ્તાવેજો વગેરેની જરૂર પડે છે..

લગ્નની નોંધણી કરાવવા માટે યુગલની ઉંમર
તમને જણાવી દઈએ કે, મેરેજ સર્ટિફિકેટ મેળવવા માટે લગ્નની તારીખે મહિલાની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જરૂરી છે. આ સિવાય પુરુષની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news