એક ગોળી લો અને પત્ની કે પ્રેમિકા સાથે બિન્દાસ અઢી કલાક મચાવો ધમાચકડી, ક્યારેય નહીં થાય ગર્ભવતી

Male pill: સંશોધકોએ કહ્યું, 'અમારી આ ગોળી 30 મિનિટથી એક કલાકની અંદર કામ કરે છે. જ્યારે અન્ય ગર્ભનિરોધક ગોળીઓ શુક્રાણુઓની સંખ્યા ઘટાડવામાં  અથવા ઇંડા અસમર્થ બનાવવામાં અઠવાડિયાનો સમય લે છે.

એક ગોળી લો અને પત્ની કે પ્રેમિકા સાથે બિન્દાસ અઢી કલાક મચાવો ધમાચકડી, ક્યારેય નહીં થાય ગર્ભવતી

Contraceptive Pills For Men: વૈજ્ઞાનિકો હવે પુરુષો માટે ગર્ભનિરોધક ગોળીઓ બનાવવા પર કામ કરી રહ્યા છે. આ આ ક્ષેત્રમાં એમને મોટી સફળતા પણ મળી છે. વૈજ્ઞાનિકોએ એક એવી ગોળી બનાવી છે જે ઉંદરો પર સફળ રહી છે. હવે પ્રીક્લિનિકલ મોડલમાં આ પ્રયોગનું પુનરાવર્તન કર્યા બાદ તેનું ક્લિનિકલ ટ્રાયલ મનુષ્યો પર કરવામાં આવશે.

પુરુષો માટે ગર્ભનિરોધક ગોળીઓ
મહિલાઓની ગર્ભનિરોધક ગોળીઓની જેમ, વૈજ્ઞાનિકો પણ પુરુષો માટે ગર્ભનિરોધક ગોળીઓ બનાવવામાં વ્યસ્ત છે. આમાં વૈજ્ઞાનિકોને મોટી સફળતા મળી છે. તેઓએ ગર્ભનિરોધક દવા વિકસાવી છે જે શુક્રાણુઓને તેમના માર્ગમાં આવતા અસ્થાયી રૂપે અવરોધિત કરીને ઉંદરમાં ગર્ભાવસ્થાને અટકાવે છે.

અમેરિકાના વીલ કોર્નેલ મેડિસિનના સંશોધકોએ જણાવ્યું હતું કે અત્યાર સુધી પુરુષો માટે ગર્ભનિરોધકનો એકમાત્ર વિકલ્પ કોન્ડોમ રહ્યો છે. સંશોધકોનું કહેવું છે કે ભૂતકાળમાં પુરુષો માટે બર્થ કંટ્રોલ પિલ્સ બનાવવામાં આવતાં રિસર્ચ બંધ કરવામાં આવ્યું હતું કારણ કે તેની ઘણી આડઅસર બહાર આવી હતી.

પુરૂષ ગર્ભનિરોધક ગોળી પરના અભ્યાસના સહ-વરિષ્ઠ લેખકો લોની લેવિન અને જોચેન બકની ટીમે શોધી કાઢ્યું કે ઉંદરોમાં આનુવંશિક રીતે  દ્રાવ્ય એડેનાઇલિલ સાયકલેસ (sAC) નામના મહત્વપૂર્ણ સેલ્યુલર સિગ્નલિંગ પ્રોટીનની ઉણપ હતી.

નેચર કોમ્યુનિકેશન જર્નલમાં પ્રકાશિત  અભ્યાસમાં જણાવાયું છે કે sAC અવરોધક, TDI-11861ની એક માત્રાએ ઉંદરના શુક્રાણુને અઢી કલાક સુધી સ્થિર કર્યા હતા. સમાગમ પછી, ઉંદરના શુક્રાણુઓ સ્ત્રી પ્રજનન માર્ગમાં પણ નિષ્ક્રિય રહ્યા હતા.

સંશોધકોએ જણાવ્યું હતું કે ત્રણ કલાક પછી, કેટલાક શુક્રાણુઓએ ગતિશીલતા મેળવી લીધી હતી અને 24 કલાક સુધીમાં લગભગ તમામ શુક્રાણુઓ સામાન્ય ગતિશીલતામાં પાછા આવી ગયા હતા. TDI-11861 સાથે ડોઝ કરાયેલા નર ઉંદરોને માદા ઉંદરો સાથે રાખવામાં આવ્યા હતા. ઉંદરો સામાન્ય રીતે સંવનન કરે છે, પરંતુ માદા ઉંદરો સાથે 52 વાર અલગ-અલગ સમયે સમાગમ કરવા છતાં માદા ઉંદર ગર્ભવતી થઈ ન હતી.

સંશોધકોએ કહ્યું, 'અમારી આ ગોળી 30 મિનિટથી એક કલાકની અંદર કામ કરે છે. જ્યારે અન્ય ગર્ભનિરોધક ગોળીઓ શુક્રાણુઓની સંખ્યા ઘટાડવામાં  અથવા ઇંડા અસમર્થ બનાવવામાં અઠવાડિયાનો સમય લે છે.

સંશોધકોનું કહેવું છે કે sAC ઇન્હિબિટર પિલ્સની અસર લાંબો સમય ચાલતી નથી અને પુરૂષો જ્યારે જરૂર હોય ત્યારે જ લે છે. આનાથી પુરૂષોને તેમની પ્રજનન ક્ષમતા અંગેના રોજિંદા નિર્ણયો લેવાની સ્વતંત્રતા મળશે.

લેવિને કહ્યું કે તેમની ટીમે આ ગોળીઓનું સફળતાપૂર્વક ઉંદરો પર પરીક્ષણ કર્યું છે અને હવે તે મનુષ્યોમાં તેના ટ્રાયલ પર કામ કરી રહી છે. સંશોધકો હવે આ પ્રયોગને એક અલગ પ્રીક્લિનિકલ મોડલમાં પુનરાવર્તન કરશે. આ પછી, આ દવાનો ક્લિનિકલ ટ્રાયલ શરૂ થશે. જો ટેસ્ટ સફળ થશે તો પુરુષો માટે ગર્ભનિરોધક ગોળી બજારમાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news