છત્તીસગઢમાં ગર્જ્યા PM મોદી, કહ્યું- આ લોકો મારી કબર ખોદવાની ધમકી આપશે, પરંતુ જે ડરે તે મોદી ન હોઈ શકે'
Chhattisgarh Assembly Election 2023: ચૂંટણી રાજ્ય છત્તીસગઢને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 7600 કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપી છે. શુક્રવારે પીએમ મોદીએ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં લગભગ 7600 કરોડ રૂપિયાના ખર્ચવાળી 10 પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો. ભાજપના નેતાઓએ જણાવ્યું કે પીએમ મોદી વિશેષ વિમાનથી સવારે લગભગ સાડા 10 વાગે રાયપુર પહોંચ્યા હતા.
Trending Photos
ચૂંટણી રાજ્ય છત્તીસગઢને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 7600 કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપી છે. શુક્રવારે પીએમ મોદીએ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં લગભગ 7600 કરોડ રૂપિયાના ખર્ચવાળી 10 પરિયોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો. ભાજપના નેતાઓએ જણાવ્યું કે પીએમ મોદી વિશેષ વિમાનથી સવારે લગભગ સાડા 10 વાગે રાયપુર પહોંચ્યા હતા. અહીં પૂર્વ મુખ્યમંત્રી રમનસિંહ, અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ તેમનું સ્વાગત કર્યું. આ કાર્યક્રમમાં રાજ્યપાલ વિશ્વ ભૂષણ હરિચંદન, મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, કેન્દ્રીય રોડ અને પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવ સામેલ થયા હતા.
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે રાજ્યમાં પંજો તેમના અધિકારો છીનવામાં લાગ્યો છે. તેમણે કહ્યું કે છત્તીસગઢના વિકાસની સામે એક ખુબ મોટો પંજો દીવાલ બનીને ઊભો છે. અને આ પંજો કોંગ્રેસનો છે. જે લોકો પાસેથી તેમનો હક છીનવી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે આ લોકો મારી પાછળ પડશે, મારી કબર ખોદવાની ધમકી આપશે, મારા વિરુદ્ધ ષડયંત્ર રચશે. પરંતુ તેમને ખબર નથી કે જે ડરી જાય તે મોદી ન હોઈ શકે.
ये लोग मेरे पीछे पड़ेंगे, मेरी कब्र खोदने की धमकी देंगे, मेरे खिलाफ साजिशें रचेंगे।
लेकिन उन्हें पता नहीं है, जो डर जाए वह मोदी नहीं हो सकता है।
— BJP (@BJP4India) July 7, 2023
પીએમ મોદીએ કહ્યું કે જ્યાં પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નબળું હતું ત્યાં વિકાસ મોડો પહોંચ્યો આથી અમે તે વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરી રહ્યા છીએ જે વિકાસની દોડમાં પાછળ રહી ગયા હતા. કેન્દ્ર છેલ્લા કેટલાક દાયકાઓથી અન્યાય ઝેલી રહેલા અને સુવિધાઓની કમી સામે ઝઝૂમી રહેલા લોકોને આજે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યું છે. તેમણે કહ્યું કે છત્તીસગઢના નિર્માણમાં ભાજપની પ્રમુખ ભૂમિકા રહી છે અને ભાજપ જ અહીંના લોકોને સમજે છે અને તેમની જરૂરિયાતોને જાણે છે.
બઘેલે કર્યું સ્વાગત
આ અગાઉ ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે પીએમ મોદી હેલિકોપ્ટરમાં સવાર થઈને સાયન્સ કોલેજ મેદાન સ્થિતિ કાર્યક્રમ સ્થળ માટે રવાના થયા હતા. ગત રાતથી જ રાયપુરમાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યના અધિકારીઓએ જણાવ્યું કે પીએમ મોદી પંડિત રવિશંકર શુક્લ હેલિપેડ પહોચ્યા ત્યારે રાજ્યપાલ વિશ્વ ભૂષણ હરિચંદન અને મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે તેમનું બુકે આપીને સ્વાગત કર્યું હતું.
તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પીએમ મોદીને સ્મૃતિ ચિન્હ તરીકે છત્તીસગઢ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા અંગવસ્ત્રમ અને શ્રીઅન્ન (મોટા અનાજ) ની ટોકરી ભેટમાં આપી. પીએમ મોદીએ નેશનલ હાઈવે 30ના 33 કિલોમીટર લાંબા રાયપુર-કોડેબોડ ખંડના 4 લેન અને એનએચ-13-ના 53 કિલોમીટર લાંબા 4 લેનવાળા બિલાસપુર-પથરાપાલી ખંડનું લોકાર્પણ કર્યું.
તેમણે જણાવ્યું કે પીએમ મોદીએ શુક્રવારે રાયપુર-વિશાખાપટ્ટનમ આર્થિક કોરિડોર હેઠળ 6 લેનવાળા ઝાંકી-સરગી ખંડ (43 કિલોમીટર), સરગી-બાસનવાહી (57 કિલોમીટર) અને બસનવાહી-મારંગપુરી ખંડ (25 કિમી)નો શિલાન્યાસ કર્યો.
આ ઉપરાંત પીએમ મોદીએ કોરબામાં 136 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના એક એપલીજી બોટલિંગ પ્લાન્ટનું પણ લોકાર્પણ કર્યું. અધિકારીઓએ જણાવ્યું કે આ દરમિયાન પીએમ મોદીએ આયુષ્યમાન ભારત પ્રોજેક્ટ હેઠળ લાભાર્થીઓને કાર્ડ વિતરણની શરૂઆત કરી અને અંતાગઢથી રાયપુર માટે એક નવી ટ્રેનને લીલી ઝંડી આપી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે