Weight Loss: નાસ્તાનો સમય બદલીને ઘટાડો વજન, થોડા જ દિવસોમાં પેટની ચરબી થશે ગાયબ
Weight Loss Tips: વજન ઘટાડવા માટે કેટલાક લોકો ફક્ત એક્સરસાઇઝ પર ભાર મૂકે છે તો કેટલાક લોકો સ્ટ્રીક્ટ ડાયટ કરવા લાગે છે. આમ કરવાથી વજન ઘટે તો છે પરંતુ જ્યારે તમે એક્સરસાઇઝ કે ડાયટ છોડો છો તો વજન ફરીથી વધવા લાગે છે. આમ ના થવા દેવું હોય તો તમે ફક્ત નાસ્તાના સમયમાં ફેરફાર કરીને વજનને ઘટાડી શકો છો.
Trending Photos
Weight Loss Tips: વધારે વજનના કારણે લોકોને ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. વધેલું વજન શરીરમાં ઘણી બધી બીમારીઓનું કારણ પણ બને છે. સ્થૂળતાના કારણે આત્મવિશ્વાસ પણ ઘટી જાય છે. તેવામાં વજન ઘટાડવા માટે લોકો અથાગ પ્રયત્ન કરે છે. પરંતુ વજન એકવાર વધી જાય પછી ઘટાડવામાં મુશ્કેલી થાય છે. આવું એટલા માટે થાય છે કે લોકો વજન ઘટાડવાની યોગ્ય રીતે ફોલો કરતા નથી. કેટલાક લોકો ફક્ત એક્સરસાઇઝ પર ભાર મૂકે છે તો કેટલાક લોકો સ્ટ્રીક્ટ ડાયટ કરવા લાગે છે. આમ કરવાથી વજન ઘટે તો છે પરંતુ જ્યારે તમે એક્સરસાઇઝ કે ડાયટ છોડો છો તો વજન ફરીથી વધવા લાગે છે. આમ ના થવા દેવું હોય તો તમે ફક્ત નાસ્તાના સમયમાં ફેરફાર કરીને વજનને ઘટાડી શકો છો. નાસ્તાના સમયમાં ફેરફાર કરશો તો પાંચ કિલો સુધીનું વજન આરામથી ઘટાડી શકો છો.
આ પણ વાંચો:
સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર રાત્રે ભોજન અને સવારના નાસ્તા વચ્ચે 14 થી 16 કલાકનો ગેપ હોવો આદર્શ છે. પહેલાના સમયમાં લોકો સ્પષ્ટ અને ફીટ રહેતા હતા કારણ કે તેઓ સવારે જલ્દી ઊઠી અને નાસ્તો કરી લેતા અને સાંજ પડ્યા પછી વહેલા જમી લેતા.
પરંતુ જ્યારે આહારશૈલી અને લાઈફસ્ટાઈલ બગડે છે તો તેનાથી સ્વાસ્થ્ય પર સૌથી વધારે અસર થાય છે. ખાસ કરીને જે લોકોનું જીવન બેઠાડું હોય તેમને વજન વધી જવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. વજન કોઈપણ કારણોસર વધી ગયું હોય પરંતુ તમે સવારના નાસ્તા અને રાતના ભોજન વચ્ચે નિયત સમયનો અંતરાલ રાખશો તો વજન ઝડપથી ઘટવા લાગશે. સ્વાસ્થ્ય નિષ્ણાતો જણાવે છે કે વજન ઘટાડવું હોય તો સવારે 11:00 વાગ્યા સુધી નાસ્તો કરવો નહીં.
એક રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે રાત્રે વહેલા જમી લેવું જોઈએ. રાત્રે જમ્યા પછી 14 કલાક સુધી ઉપવાસ રાખવો એટલે કે જો તમે રાતે 8:00 થી 9:00 વાગ્યા સુધીમાં જમો છો તો સવારે નાસ્તો 11:00 વાગે કે ત્યાર પછી કરવો. આમ કરવાથી લગભગ 14 કલાકનો અંતરાલ રહેશે જેના કારણે તમારું વજન ઝડપથી ઘટશે અને શરીર ડિટોક્ષ થશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે