Intermittent Fastingથી ભારતી સિંહે ઘટાડ્યુ 15 કિલો વજન! જાણો Weight Lossની બેસ્ટ ટ્રિક

છેલ્લા કેટલાક સમયથી ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ વેટ લોસ કરવા માટે ખૂબ જ ચર્ચામાં છે. સેલિબ્રિટીઝથી માંડીને સામાન્ય માણસો વજન ઓછુ કરવા માટે આ ડાયટને ફોલો કરે છે. કોમોડિયન ભારતી સિંહે પણ ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગની મદદથી પોતાનું વજન ઓછુ કર્યુ હતુ. ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ શું છે, તેની યોગ્ય રીત શું છે, આ ડાયટના ફાયદા-નુકસાન વગેરે વિશે આ આર્ટીકલમાં જાણીશું.  

Intermittent Fastingથી ભારતી સિંહે ઘટાડ્યુ 15 કિલો વજન! જાણો Weight Lossની બેસ્ટ ટ્રિક

નવી દિલ્લીઃ છેલ્લા કેટલાક સમયથી ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ વેટ લોસ કરવા માટે ખૂબ જ ચર્ચામાં છે. સેલિબ્રિટીઝથી માંડીને સામાન્ય માણસો વજન ઓછુ કરવા માટે આ ડાયટને ફોલો કરે છે. કોમોડિયન ભારતી સિંહે પણ ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગની મદદથી પોતાનું વજન ઓછુ કર્યુ હતુ. ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ શું છે, તેની યોગ્ય રીત શું છે, આ ડાયટના ફાયદા-નુકસાન વગેરે વિશે આ આર્ટીકલમાં જાણીશું.
ફેમસ કોમેડિયન ભારતી સિંહે હાલમાં જ પુત્રને જન્મ આપ્યો. પ્રેગ્નેન્સી પહેલા તેણે 15 કિલો જેટલુ વજન ઘટાડ્યુ હતું. આ માટે ભારતી સિંહે ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગની મદદ લીધી હતી. એક્સપર્ટ્સ પણ વજન ઓછુ કરવા માટે સ્ટ્રિક્ટ ડાયટની અપેક્ષા રાખતા લોકોને ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગની સલાહ આપે છે. ભારતી સિંહ સિવાય વરુણ ધવન, આલિયા ભટ્ટ, મલાઈકા અરોરા, સારા અલી ખાન જેવા ઘણાં સ્ટાર્સ પણ ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરી ચૂક્યા છે.
પહેલાના જમાનામાં સુપરમાર્કેટ, રેફ્રિજરેટર કે તૈયાર ભોજન ઉપલબ્ધ ન હતું, જેના કારણે તેઓ ફિટ રહેતા હતા અને વજન ઓછુ કરવામાં મદદ મળતી હતી. જ્યારે વૈજ્ઞાનિકોએ આ પેટર્ન પર સ્ટડી કરી તો, હેલ્દી રીતે વજન ઓછુ કરવા માટેના સારા પરિણામ મળ્યા.
ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગમાં  સ્ટ્રિક્ટ ડાયટની જરૂર નથી પડતી. આ ડાયટમાં તમે મનગમતુ ખાઈને પણ હેલ્દી રીતે વજન ઓછુ કરી શકો છો. ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ ખોરાકની એક પેટર્ન છે, જે દરમિયાન તમે લાંબા સમય સુધી કોઈ પણ કેલેરીનું સેવન કરવાથી બચી શકાય છે. સામાન્ય રીતે આ ડાયટમાં પાણી, કોફી અને કેલેરી વગરના ડ્રિંકનું સેવન કરવામાં આવે છે. પરંતુ કેલેરીવાળા ડ્રિંકનું સેવન કરવાની ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગમાં ચોખ્ખી મનાઈ છે.ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગની ફેમસ પેટર્ન-
* ટાઈમ રિસ્ટ્રિક્ટેડ ફાસ્ટિંગઃ આ પેટર્નમાં દરરોજ 12 કલાકથી વધુ સમયનું ફાસ્ટિંગ કરવાનું હોય છે. ઉદાહરણ તરીકે, મોટાભાગના લોકો 16 કલાકનું ફાસ્ટ કરે છે અને 8 કલાકના સમય દરમિયાન ભોજન કરે છે.
* 5:2 ડાયટઃ આ પેટર્નમાં અઠવાડિયામાં 5 દિવસ નોર્મલ દિવસ જેવુ ભોજન લેવાનું હોય છે અને બાકીના 2 દિવસ500થી 600 જેટલી કેલેરીનું સેવન કરવાનું હોય છે.
* ખાઓ, રોકાઓ, ફરી ખાઓઃ આ પેટર્નમાં અઠવાડિયામાં 1 અથવા 2 દિવસ સુધી 24 કલાક ફાસ્ટિંગ કરવાનું હોય છે.
* અલ્ટરનેટ ડે ફાસ્ટિંગઃ આ પેટર્નમાં એક દિવસ છોડીને એક દિવસ ફાસ્ટિંગ કરવાનું રહે છે.
* ધ વૉરિયર ડાયટઃ આ પેટર્નમાં આખો દિવસ માત્ર ફળ અને શાકનું સેવન કરવામાં આવે છે અને રાત્રે નોર્મલ ભોજન લેવાનું રહે છે.ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગના ફાયદા-
સાયન્સ મુજબ, ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગનાં ઘણ ફાયદા હોય છે. એટલા માટે એક્સપર્ટ પણ ફાસ્ટિંગની સલાહ આપે છે. જો તમે પણ ફાસ્ટિંગ કરો છો, તો કોઈ એક્સપર્ટની સલાહ જરૂર લો.
- ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ મેટાબોલિક હેલ્થને ઈમ્પ્રૂવ કરે છે, જેથી વજન ઝડપથી ઘટે છે.
- ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગથી ઈમ્યુનિટી બૂસ્ટ થાય છે
- ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગથી ક્રોનિક ડિસિઝમાં મદદ મળે છે અને હાર્ટ હેલ્થ સારી બને છે
-સ્ટડી મુજબ ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગથી કેન્સર સામે લડવામાં પણ મદદ મળે છે.ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગના ગેરફાયદા-
- જ્યારે કોઈ વ્યક્તિ ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ શરૂ કરે છે, તો પહેલા દિવસે ખૂબ જ ભૂખ લાગે છે, જેના કારણે મૂડ સ્વિંગ થઈ શકે
- ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગ કરનાર લોકોના માથામાં દુઃખાવો, કબજિયાત, થાક, અપૂરતી ઊંઘ જેવી સમસ્યા થઈ શકે છે
- ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગથી એન્ગઝાઈટી થઈ શકે છે, એટલા માટે સ્ટ્રિક્ટ ફાસ્ટિંગ કરવાનું ટાળો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news