Parenting Tips: શું તમે પણ તમારા બાળકની નખ ચાવવાની આદતથી પરેશાન છો? અપનાવો આ ટિપ્સ

સામાન્ય રીતે બાળકોમાં નખ ચાવવાની ગંદી આદત હોય છે. શું તમે જાણો છો કે, આ કેવી રીતે છૂટકારો મેળવી શકાય.

Parenting Tips: શું તમે પણ તમારા બાળકની નખ ચાવવાની આદતથી પરેશાન છો? અપનાવો આ ટિપ્સ

નવી દિલ્લીઃ સામાન્ય રીતે બાળકોમાં નખ ચાવવાની ગંદી આદત હોય છે. શું તમે જાણો છો કે, આ કેવી રીતે છૂટકારો મેળવી શકાય. સામાન્ય રીતે બાળકોમાં નખ ચાવવાની ગંદી આદત હોય છે. જોકે, બાળકોની આ આદત મોટા લોકોમાં પણ જોવા મળે છે. મોટાભાગે એવુ જોવામાં પણ આવ્યુ છે કે, કોઈની સાથે વાત કરતા, વાંચતા, ટીવી જોતા સમયે આપણે નખ ચાવીએ છે. આ આદતની સ્વાસ્થ્ય પર અસર પડે છે. શું તમને આ આદતની પાછળનું કારણ ખબર છે. તેની આપણા શરીર પર કેવી આદત પડે છે. તેનાથી છૂટકારો કેવી રીતે મેળવી શકાય.

બાળકોને નખ ચાવતા કેવી રીતે અટકાવાય-
આપણા નખમાં ગંદકી જમા થાય છે, બાળકો નખ મોંઢા વડે નખ કાપવાની આદગત હોય છે. જેના કારણે કીટાણુઓ મોંઢામાં જવાનો ડર રહે છે. આ કારણથી કેટલીક સ્વાસ્થ્યલક્ષી બિમારી થવાનું પણ જોખમ હોય છે. બાળકોને નખ ચાવતા અટકાવવા માટે તમે કોઈ કડવી વસ્તુનો ઉપયોગ કરી શકો છો. જેમકે, કારેલાનો રસ નખ પર લગાવવાથી બાળકો નખ ચાવતા અટકે છે. રસ કડવો લાગવાના કારણે તે મોંઢામાં આંગળી નાંખતા પહેલા વિચાર કરશે.

સરળ ઉપાય-
1) બાળકોના નખ મોટા થાય તેની પહેલા જ કાપી નાંખો
2) તમને લાગે કે, બાળક દાંતથી નખ કાપવાનો પ્રયાસ કરે છે તો, તેનુ ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરો.
3) બાળકોને તે તમામ ટ્રિગરથી દૂર રાખવાનો પ્રયાસ કરો, જેનાથી નખ ચાવવાની તલબ લાગે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news