Common Charging Port: એક જ ચાર્જર વડે દરેક મોબાઇલ થશે ચાર્જ, આજે લેવાશે નિર્ણય!
આ પગલાંથી ગ્રાહકોને સૌથી વધુ લાભ થશે, કારણ કે હાલમાં તેમણે પોતાના મોબાઇલ ઉપકરણ માટે ઘણા ચાર્જિંગ કેબલ લઇ જવા પડે છે. લેપટોપ, એપ્પલ ડિવાઇસ અને એંડ્રોઇડ સ્માર્ટફોન માટે અલગ-અલગ ચાર્જિંગ કેબલ છે, જો મોટાભાગે ગ્રાહકોને ડિવાઇસ ચાર્જ કરવા માટે ચોક્કસ ચાર્જર લઇ જવા પડે છે.
Trending Photos
Common Charging Port: સ્માર્ટફોન કંપનીઓ અને ઉદ્યોગ સંગઠન બુધવારે ગ્રાહક બાબતોના મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરશે, જેમાં યૂરોપના અનુરૂપ તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે એક સામાન્ય ચાર્જિંગ પોર્ટ હોવાનો વિકલ્પ શોધવામાં આવશે. વિશેષજ્ઞોનું કહેવું છે કે આ પગલાંથી ગ્રાહકોને મોટાપાયે ફાયદો થશે પરંતુ ફીચર ફોન નિર્માતા માટે ઊંચી કિંમત અને સ્માર્ટફોન પ્રમુખ એપ્પલ પર અસર પડશે. ઉદ્યોગોના અધિકારીઓ અનુસાર સરકાર લેપટોપ, સ્માર્ટફોન, ફીચર ફોન અને IoT (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ) ડિવાઇસ સહિત તમામ મોબાઇલ ઉપકરણોમાં સિંગલ ચાર્જિંગ પોર્ટ - USB Type-C રાખવાનો વિકલ્પ શોધી રહી છે. બેઠકમાં સામેલ થનાર ઉદ્યોગના અધિકારી સરકારના આ પગલાના ફાયદા અને નુકસાનથી અવગત કરાવશે.
વધી શકે છે Apple નું ટેન્શન
આ પગલાંથી ગ્રાહકોને સૌથી વધુ લાભ થશે, કારણ કે હાલમાં તેમણે પોતાના મોબાઇલ ઉપકરણ માટે ઘણા ચાર્જિંગ કેબલ લઇ જવા પડે છે. લેપટોપ, એપ્પલ ડિવાઇસ અને એંડ્રોઇડ સ્માર્ટફોન માટે અલગ-અલગ ચાર્જિંગ કેબલ છે, જો મોટાભાગે ગ્રાહકોને ડિવાઇસ ચાર્જ કરવા માટે ચોક્કસ ચાર્જર લઇ જવા પડે છે.
મોટાભાગે સ્માર્ટફોનમાં મળે છે USB Type-C
જોકે ડિવાઇસ નિર્માતાઓ માટે એક કોમન સ્ટાડર્ડસને લાગૂ કરવામાં કઠિન સમય હશે, કારણ કે દરેક માટે ચાર્જિંગ સ્ટાડર્ડ અલગ-અલગ હોય છે. આ પગલાંથી એંડ્રોઇડ સ્માર્ટફોન પર એટલી અસર નહી પડે, કારણ કે એંડ્રોઇડ સ્માર્ટફોન ચાર્જિંગ માટે યૂએસબી-સી પોર્ટનો ઉપયોગ કરે છે.
જોકે ફીચર ફોન જે માઇક્રો-યૂએસબી સ્ટાડર્ડ, બજેટ અને હાઇ-એન્ડ ગેમિંગ લેપટોપ પર વિશ્વાસ કરે છે, જે પોતાના ઉપકરણોને પાવર ડ્રાઇવ કરવા માટે માલિકીના ચાર્જિંગ માપદંડો પર વિશ્વાસ કરે છે, સાથે જ આઇઓટી ડિવાઇસ, જે લીગેસી પોર્ટ પર નિર્ભર કરે છે. તેમના માટે ખૂબ મુશ્કેલ થવાનું છે. કારણ કે તેનાથી ડિવાઇસની ડિઝાઇન બદલાઇ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે