ઊંઘમાં કેમ થાય છે ઉંચાઈથી નીચે પડવાનો અહેસાસ? જાણવા જેવું છે કારણ

એક હાઈપીક જર્ક એ અચાનક અને ટૂંકા ગાળાના સ્નાયુઓનો આંચકો છે. જે ઉંઘના પ્રારંભિક તબક્કે થાય છે. જ્યારે તમે ઉંઘ અને જાગરૂકતાની સ્થિતિમાં હોવો ત્યારે તે દરમિયાન તમારું મગજ શરીરના તમામ સ્નાયુઓને આરામ આપે છે. આ પ્રક્રિયામાં, સ્નાયુઓમાં અનૈચ્છિક આંચકો એક હાઈપીક આંચકો કહેવામાં આવે છે.

ઊંઘમાં કેમ થાય છે ઉંચાઈથી નીચે પડવાનો અહેસાસ? જાણવા જેવું છે કારણ

નવી દિલ્લીઃ ઉંઘ દરમિયાન આપણે ઘણું અનુભવીએ છીએ. આપણે ઉંઘમાં સપના પણ દેખીએ છીએ, વાતો કરવાનું શરૂ કરીએ છીએ અથવા ઉંઘમાં ચાલીએ છીએ. પરંતુ શું તમારી ઉંઘમાં એવું લાગ્યું છે કે જાણે તમે કોઈ ઉંચાઇથી નીચે આવી રહ્યા હોય? તે અચાનક અને માત્ર ખૂબ જ ટૂંકા સમય માટે અનુભવાય છે. આ સ્થિતિને હાઈપિક જર્ક અથવા હાયપોનોગિક જર્ક કહેવામાં આવે છે. પોતાને ઉંચાઇથી નીચે પડવાનું મહેસૂલ થતા અચાનક ઉંઘ ઉડી જાય છે.
એક હાઈપીક જર્ક એ અચાનક અને ટૂંકા ગાળાના સ્નાયુઓનો આંચકો છે. જે ઉંઘના પ્રારંભિક તબક્કે થાય છે. જ્યારે તમે ઉંઘ અને જાગરૂકતાની સ્થિતિમાં હોવો ત્યારે તે દરમિયાન તમારું મગજ શરીરના તમામ સ્નાયુઓને આરામ આપે છે. આ પ્રક્રિયામાં, સ્નાયુઓમાં અનૈચ્છિક આંચકો એક હાઈપીક આંચકો કહેવામાં આવે છે. આને મ્યોક્લોનસ મૂવમેન્ટ પણ કહેવામાં આવે છે અને હિંચકી પણ આનું એક પ્રકાર છે. જો કે, હાઈપીક આંચકો પાછળનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી.હાઈપીક આંચકાના લક્ષણો:
1-સ્નાયુ અથવા શરીરના ભાગે આંચકો આવવો
2- પડવાનો અહેસાસ થવો
3-જમ્પિંગ, પડવું અથવા ઠોકર લાગવાની ભ્રમણા
4-ઝડપી શ્વાસ
5-પરસેવો થવો
6- ઝડપી ધબકારા આવવાહાઈપીક આંચકાના કારણો:
1-તણાવ અને ચિંતા
2- કેફીન અથવા નિકોટિનનું સેવન કરવું
3-સૂવાનો સમય પહેલાં કસરત કરવી
4- પૂરતી ઉંઘ ન લેવી
5- ભારે થાક લાગવોહાઈપીક આંચકાથી કેવી રીતે બચશો?
હાઈપીક આંચકાઓને રોકવાનો કોઈ રસ્તો નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે શરીરને રિલેક્સ કરવાની ટેવ રાહત આપે છે.
1-આલ્કોહોલ, કેફીન અને ધૂમ્રપાનનું સેવન ઓછું કરી નાખો, ખાસ કરીને સૂવાના સમયે આનું સેવન ન કરવું જોઈએ
2-સુતા પહેલા વધારે કસરત ન કરવી
3- સૂતા પહેલા 30 મિનિટ પહેલાં મોબાઇલ, ટીવી, ગેજેટ્સ વગેરેથી અંતર રાખો.
4- શ્વાસ લેવાની કસરત કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news