ખતરનાક લોજિક : આખી નારંગી પાણીમાં તરશે, પણ છાલ કાઢશો તો બતાવશે જાદુ 

પાણી  (Water) માં કઈ ચીજ તરશે અને કઈ ડૂબી જશે, તેનુ સત્ય ચોંકાવનારું હોય છે. આ પાછળનું લોજિક સમજવુ બહુ જ મુશ્કેલ છે. હકીકતમાં પાણીમાં ડૂબનારી ચીજનો સંબંધ માત્ર તેના વજન  (Weight) સાથે નથી હોતો. પરંતુ તેના ઘનત્વ (Density) થી હોય છે. તેથી સેંકડો ટન વજનનું જહાજ પણ પાણીમાં તરે છે. પરંતુ નાનકડો પત્થર પણ પાણીમાં ડૂબી જાય છે. આજે આપણે પાણીમાં ડૂબનારી અને તરનારી વસ્તુઓની રોચક માહિતી જાણીશું, જેના પર તમારું ક્યારેય ધ્યાન નહિ ગયું હોય. 
ખતરનાક લોજિક : આખી નારંગી પાણીમાં તરશે, પણ છાલ કાઢશો તો બતાવશે જાદુ 

Knowledge News: પાણી  (Water) માં કઈ ચીજ તરશે અને કઈ ડૂબી જશે, તેનુ સત્ય ચોંકાવનારું હોય છે. આ પાછળનું લોજિક સમજવુ બહુ જ મુશ્કેલ છે. હકીકતમાં પાણીમાં ડૂબનારી ચીજનો સંબંધ માત્ર તેના વજન  (Weight) સાથે નથી હોતો. પરંતુ તેના ઘનત્વ (Density) થી હોય છે. તેથી સેંકડો ટન વજનનું જહાજ પણ પાણીમાં તરે છે. પરંતુ નાનકડો પત્થર પણ પાણીમાં ડૂબી જાય છે. આજે આપણે પાણીમાં ડૂબનારી અને તરનારી વસ્તુઓની રોચક માહિતી જાણીશું, જેના પર તમારું ક્યારેય ધ્યાન નહિ ગયું હોય. 

છાલ વગરની નારંગી પાણીમાં ડૂબી જાય છે
આ એક રોચક માહિતી છે. તમે ક્યારેય ધ્યાન આપ્યુ છે કે, નારંગી (Orange)  ને જો પાણીમાં નાંખવામાં આવે તે તો આરામથી પાણીની સપાટી પર તરી જાય છે. પરંતુ જો તેના પરથી છાલ હટાવી દેવામાં આવે તો તે પાણીમાં ડૂબી જાય છે. વગર છાલના નારંગીની એક કળી પણ પાણીમાં તરી શકી નથી. ત્યારે છાલ સહિતની આખી નારંગી પાણીમાં તરતી રહે છે. જ્યારે કે છાલ હટાવ્યા બાદ નારંગીનું વજન ઓછુ થઈ જાય છે. તેથી છાલ વગરનું સંતરુ પાણીમાં તરતુ રહેવુ જોઈએ, પણ આવુ થતુ નથી. 

આ છે નારંગી ડૂબવાનું અસલી કારણ
હકીકતમાં, છાલનું વજન તેના ઘનત્વની સરખામણીમાં ઓછુ હોય છે. આ ઉપરાંત છાલની અંદર નારંગીમાં કાણાં પણ હોય છે અને તેના રેસામાં રસ ભરેલો હોય છે. તેનુ કારણ તેના ઘનત્વની સરખામણીમાં વજન વધુ હોય છે. આવામાં છાલ કાઢેલી નારંગી પાણીમાં નાંખતા જ પાણીમાં ડૂબી જાય છે. 

એટલુ જ નહિ, નારંગીના જ્યૂસમાં પણ જ્યારે નારંગીની છાલ સહિત કાપેલી સ્લાઈસ પણ પાણીમા નાંખવામાં આવે તો તે પણ તરે છે. તેના પાછળ આ જ કારણ છે કે, તેનુ ઘનત્વ તેના વજનની સરખાણીમાં વધુ રહે છે. તેને આર્કિમિડીઝના સિદ્ધાંતથી સરળતાથી સમજી શકાય છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, કોઈ પણ વસ્તુ પાણીમાં તરવા માટે, વસ્તુના વજનની બરાબર પાણીની માત્રાને વિસ્થાપિત કરવાની હોય છે. જો તે ચીજ, એટલુ પાણી હટાવી દેવામા આવે તો તે આરામથી પાણીમાં તરી શકે છે.   
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news