Knowledge News : શું તમે હાથની આંગળીઓનો આ જાદુ જાણો છો? પાણીમાં થઈ જતા જ કેમ ફુલાઈ જાય છે, આ રહ્યું કારણ
knowledge news : શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે, વધુ સમય પાણીમાં રહેવાથી માણસોના હાથ અને પગની આંગળીઓ સંકોચાઈ જાય છે. તો આજે તેનુ કારણ પણ જાણી લો
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :તમે હંમેશા ધ્યાન આપ્યુ હશે કે વધુ સમય સુધી પાણીમાં રહેવા પર આપણા હાથ અને પગની ત્વચા સંકોચાઈ જાય છે. જે લોકોને સતત પાણીમાં રહીને કામ કરવાનું હોય છે તે લોકો સાથે આવુ થાય છે. ખાસ કરીને વાસણો સાફ કર્યા બાદ કે સ્વીમિંગની એક્ટિવિટી કર્યા બાદ આવું બધાની સાથે જ થાય છે. પાણીમાંથી બહાર આવ્યા બાદ પણ લાંબા સમય સુધી હાથ અને પગની આંગળીઓ સતત ફુલેલી રહે છે. પરંતુ કોઈને પણ આ વાતનો જવાબ ખબર હોતી નથી. તમે પણ અનેકવાર આવુ વિચાર્યું હશે, પણ તમને તેનો જવાબ નહિ મળ્યો હોય, તો તમને આજે તેનું વૈજ્ઞાનિક કારણ જણાવી દઈએ, કે આખરે કેમ આવું થાય છે.
માણસોની શરીર એક નહિ, અનેક રહસ્યોથી ભરેલું છે. આપણા શરીરના દરેક ભાગની કોઈને કોઈ ખાસિયત હોય છે. કહેવાય છે કે, દરેક ફંક્શન માટે અલગ અલગ પ્રકારના ફેક્ટર જવાબદાર હોય છે. જો મનુષ્યને છીંક પણ આવે છે તો તેના પાછળ પણ ખાસ કારણ છે. માણસને ઉધરસ થાય તે પણ એક સાયન્સ જ છે. મનુષ્યના દરેક ભાગની એક ખાસિયત છે. તેમા ચામડી પણ આવી જાય છે. શરીરના દરેક ભાગની ચામડી અલગ અલગ હોય છે. ચહેરા પરની સ્કીન બહુ જ પાતળી હોય છે, તો હાથ અને પગની સ્કીન શરીરના અન્ય ભાગ કરતા જાડી હોય છે. જાડી સ્કીન હોવા છતા જ્યારે હાથ પગ વધુ લાંબા સમય સુધી પાણીમાં રહે છે તો તે સંકોચાઈ જાય છે.
સૌથી પહેલા તો જાણી લો કે, આ કોઈ બીમારી નથી. પરંતુ ચામડી સંકોચાઈ જવાથી આપણી પકડ વધુ મજબુત બનતી જાય છે. એટલુ જ નહિ, પગમાં સંકોચાયેલી ત્વચાને કારણે સ્વીમિંગ પુલ કે બાદમાં કોઈ પણ ભીની સપાટી પર સારી રીતે ચાલી શકાય છે. તેથી કોઈ નબળાઈ કે બીમારી નથી, જ્યારે હાથ અને પગ સામાન્ય વાતાવરણમાં પાછા આવે તો તે ફરીથી નોર્મલ થઈ જાય છે.
હવે જાણો તેનુ વૈજ્ઞાનિક કારણ
આપણી સ્કીનના સૌથી ઉપરી પરત પર સીબમ નામનું એક તેલ હોય છે. આ તેલથી આપણી ત્વચા સુરક્ષિત રહે છે. સાથે જ નરમ અને મુલાયમ પણ રહે છે. તેથી જ આપણી ત્વચા જ્યારે વધુ સમય પાણીમાં રહે છે તો તે તેલ વહી જાય છે અને આપણી પાણી ત્વચામાં પહોંચવા લાગે છે. જેનાથી તે સંકોચાઈ જાય છે. તેના બાદ આપણી ત્વચા એવી બની જાય છે જાણે આપણા હાથપગ ખેંચાઈ ગયા હોય.
કારણ-2
આ ઉપરાંત એક કારણ એ પણ છે કે, આપણી ત્વચા કેરોટીનથી બનેલી હોય છે. હાથ અને પગની ચામડીમાં કેરોટીનની માત્રા વધુ હોય છે. વધુ સમય તે પાણીમાં રહેવાથી ચામડી પાણી શોષવા લાગે છે, અને ચામડી સંકોચાઈ જાય છે. સ્કીન સાથે જોડાયેલા આ પ્રક્રિયાને aquatic wrinkles કહેવાય છે.
હાથ સંકોચાઈ જવાના ફાયદા પણ છે
તેનું બીજું એક કારણ પણ છે. ડિફ્યુઝન. તેનો એક ફાયદો એમ પણ છે કે, જ્યારે આપણે સંકોચાઈ ગયેલી આંગળીઓથી કોઈ ભીની વસ્તુઓ ઉઠાવીએ છીએ, તો તે આપણા હાથમાથી છટકી નથી જતી. સંકોચાઈ ગયેલી આંગળીઓ એક ગ્રિપની જેમ કામ કરે છે. જેનાથી પકડ વધુ મજબૂત થાય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, સંકળાયેલી આંગળીઓથી ભીની વસ્તુઓ પકડવામાં સરળતા રહે છે અને હકીકતમાં સ્કીનની નીચેની રક્ત વાહિનીઓમાં રક્તસ્ત્રાવ ઓછો થવાથી સ્કીન સંકોચાઈ જાય છે.
ભૂતકાળમાં આ અંગે કેટલાક રિસર્ચ પણ કરાયા છે. જેમા એક રિસર્ચમા ભાગ લીધેલા લોકોને અલગ અલગ આકારની ભીની અને સૂકી વસ્તુઓ ઉઠાવવાનું જણાવવામાં આવ્યુ હતું. આ કામ તેમણે સૂકા અને 30 મિનીટ સુધી ગરમ પાણીમાં પલાળેલા હાથથી કર્યું હતું. આ કાર્ય કરવાથી માલૂમ પડ્યું કે, સંકોચાયેલી આંગળીઓવાળા હાથથી ભીના કાચને ઉઠાવવું સૂકા હાથ કરતા વધુ સરળ હતું. પરંતુ ભીના હાથોથી સૂકી વસ્તુઓ ઉઠાવવાથી કોઈ અસર થઈ ન હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે