Gujarat Earthquake Today: રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપ, સૌરાષ્ટ્ર પંથકમાં ફફડાટ
Gujarat Earthquake Today: રાજ્યમાં અવાર નવાર કચ્છ અને સૌરાષ્ટ્ર પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાય છે. ત્યારે આજે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો 3.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી 14 કિલોમીટર દૂર નોંધાયુ છે.
Trending Photos
ગૌરવ દવે, રાજકોટ: રાજ્યમાં અવાર નવાર કચ્છ અને સૌરાષ્ટ્ર પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાય છે. ગુજરાતમાં ધરતીકંપની ઘટનાઓમાં ફરી એકવાર વધી ગઇ છે. ગુજરાતના કચ્છ બાદ અનેક જિલ્લાઓમાં ધરતીકંપની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે.ત્યારે આજે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપનો 3.5ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી 14 કિલોમીટર દૂર નોંધાયુ છે. આજે સવારે 10.40ની આસપાસ આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવામળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્સીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના અનુસાર આ ધરતીકંપનો આંચકો 3.5 ની તિવ્રતાનો હતો. જો કે આ ધરતીકંપના કારણે કોઇ પણ જાનમાલના નુકસાન અંગેની માહિતી હજી સુધી પ્રાપ્ત થઇ નથી. આ ઉપરાંત રિક્ટર સ્કેલ પર ધરતીકંપનો આંચકો હળવો હોવાના કારણે સામાન્ય નાગરિકોને ધરતીકંપની માહિતી પણ અન્ય વિજાણુ માધ્યમો દ્વારા મળી હતી. હાલ તો સમગ્ર મામલે જિલ્લા તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારના નુકસાન અંગે માહિતી નથી.
હવે ભૂકંપ આવતા પહેલાં જ મળી જશે જાણકારી
વૈજ્ઞાનિકોએ એવી નવી ટેક્નિક વિકસાવી છે. જેનાથી ભૂકંપની વહેલી જાણકારી મળી શકશે. નાના ગુરુત્વાકર્ષણના સંકેતોની પહેચાન કરવા માટે ખાસ કમ્પ્યુટર્સ બનાવવામાં આવ્યા છે, જેના સિગ્નલના ઉપયોગથી તરત જ મોટા ભૂકંપની આગાહી કરી શકાય છે. સાયન્સમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, આ એક નવી રીત છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના ભૂકંપ વિજ્ઞાની રિચર્ડ એલને આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, જો અમે આ અલ્ગોરિધમને લાગૂ કરીએ તો એટલો વિશ્વાસ છે કે મોટા નુકસાનથી બચી શકાય છે.
હાલ આ છે પડકાર-
હાલ ભૂકંપની જાણકારી મેળવવા માટે ભૂકંપના તરંગો પર ધ્યાન રાખવામાં આવે છે. આ માટે જે સાધનનો ઉપયોગ થાય છે તેને સીસ્મોમીટર કહેવામાં આવે છે. આ સાધન ભૂકંપની કેટલી વહેલી ચેતવણી આપી શકે છે તે ભૂકંપ અને સીસ્મોમીટરનું અંતર અને 6 કિલોમીટર પ્રતિ સેકંડથી ઓછું અંતર કાપતા ભૂકંપીય તરંગો પર નિર્ભર કરે છે. રિચર્ડ એલન કહે છે કે, આ નાના ટેમ્પલર માટે સારા કામ કરે છે, પરંતુ જ્યારે ભૂકંપની તીવ્રતા સાતથી વધુ હોય ત્યારે ભૂકંપને ઓળખવો મુશ્કેલ બને છે.
આ છે નવી ટેક્નિક-
હાલમાં જ, ગુરુત્વાકર્ષણ તરંગોની શોધમાં સામેલ રીસર્ચર્સને લાગ્યું કે, પ્રકાશની ગતિથી મળતા ગુરુત્વાકર્ષણ સંકેતોનો ઉપયોગ ભૂકંપનું ધ્યાન રાખવા માટે પણ કરી શકાય છે.આ વિષે ફ્લોરિડા યુનિવર્સિટીના બર્નાર્ડ વ્હિટિંગ કહે છે કે, આશ્ચર્યજનક વાત એ છે કે સિસ્મોમીટરમાં પણ સિગ્નલ હશે.
ખાસ ટેક્નિક કરાઈ તૈયાર-
કોટેડીજૂર યુનિવર્સિટીના પોસ્ટડૉક એન્ડ્રિયા લિસિયાર્ડી અને તેમના સહયોગીઓએ આ પેટર્નની ઓળખ કરવા માટે એક મશીન-લર્નિંગ અલ્ગોરિધમ બનાવ્યો છે. તેમણે તોહોકૂથી સેટ કરેલા વાસ્તવિક ડેટા પરીક્ષણ કરતા પહેલા મોડેલને સેંકડો નકલી ભૂકંપથી ટેસ્ટ કર્યું હતું. એક એહેવાલ અનુસાર આ મોડલ લગભગ 50 સેંકડમાં ભૂકંપની તીવ્રતાનું સટિક અનુમાન લગાવી શકે છે.
મોટા ભૂકંપ માટે વિશ્વાસપાત્ર છે અનુમાન-
આ ટેક્નિક વધુ તીવ્રતા વાળા ભૂકંપનું વધારે વિશ્વાસપાત્ર અનુમાન આપી શકે છે. જે મહત્વપૂર્ણ છે. ખાસ કરીને સુનામીની ભવિષ્યવાણી માટે. જે સામાન્ય રીતે આવવામાં 10 થી 15 મિનિટનો સમય લગાવે છે. જો કે, આ ટેક્નિક હાલ અમલમાં નથી મુકવામાં આવી. એટલે તેની પાસે રિયલ ટાઈમ ડેટા નથી. મોડેલને હાલ જાપાનમાં મુકવાની તૈયારી છે. હાલ અલ્ગોરિધમને અલગ-અલગ ક્ષેત્રમાં ઉપયોગ માટે તાલીમ આપવાની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે