Eco-Friendly Sriji: ભક્તિનો અનોખો અંદાજ, 50 કિલો મકાઇમાંથી બનાવ્યા અનોખા ગણપતિ

કોરોનાના બે વર્ષ બાદ ફરી એકવાર ગણપતિ મહોત્સવની ધુમ સમગ્ર શહેરમાં જોવા મળી હતી. આજે રંગે ચંગે દરેક વ્યક્તિએ પોતાના ઘર ગલી મોહલ્લાઓમાં ગણપતિજીની સ્થાપના કરી છે.

Eco-Friendly Sriji: ભક્તિનો અનોખો અંદાજ, 50 કિલો મકાઇમાંથી બનાવ્યા અનોખા ગણપતિ

ચેતન પટેલ, સુરત: બુધવારથી ગણપતિ મહોત્સવની શરૂઆત થઈ ગઈ છે. શહેરમાં ભક્તો દ્વારા અલગ અલગ થીમ પર શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે સુરતની એક ડોકટર અદિતિ દ્વારા મકાઈમાંથી ગણપતિજી બનાવવામાં આવ્યા છે. 50 કિલો મકાઈના ડોડામાંથી ગણપતિજીની મૂર્તિ બનાવવામાં આવી છે. આ મૂર્તિની સ્થાપના હાલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર કરવામાં આવી છે.

કોરોનાના બે વર્ષ બાદ ફરી એકવાર ગણપતિ મહોત્સવની ધુમ સમગ્ર શહેરમાં જોવા મળી હતી. આજે રંગે ચંગે દરેક વ્યક્તિએ પોતાના ઘર ગલી મોહલ્લાઓમાં ગણપતિજીની સ્થાપના કરી છે. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી યુનિક ગણપતિ બનાવનાર ડો.અદિતિ મિતલએ આ વર્ષે દેશી મકાઈના ડોડામાંથી યુનિક ગણપતિજી બનાવ્યા છે. અને મકાઈના ડોડાના રેસામાંથી તેમણે ગણપતિજીનું વાહન મૂષક બનાવ્યું છે.

આ અંગે ડોક્ટર અદિતિ મિત્તલ એ કહ્યું કે પોતે દર વર્ષે અલગ પ્રકારના ગણપતિ બનાવે છે તો આ વર્ષે કંઈક અલગ બનાવવું હતું. જે પ્રકૃતિ સાથે જોડાયેલું હોય અને તેથી જ તેને મકાઈના ડોડામાંથી ગણપતિ બનાવવાનું વિચાર્યું. મકાઈના દેશી ડોડાને વાયર સાથે જોઈન્ટ કરીને 250 મકાઈથી ગણપતિજી બનાવ્યા છે અને મકાઈના રેસામાંથી તેમનું વાહન મૂષક બનાવ્યું છે. મકાઈ દસ દિવસ દરમિયાન મકાઈ બગડી નહીં જાય તે માટે કાચા મકાઈના ડોડા મંગાવ્યા છે અને તેમાંથી જ આ મૂર્તિ બનાવાય છે. દસ દિવસ બાદ આ મકાઈ પાકી જશે અને તેમાંથી મકાઈની ભેલ બનાવીને ગરીબ બાળકોને વેચવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news