ઉનાળામાં માટલામાં પાણી ઠરતું ન હોય તો આ ટ્રિક અજમાવો, એકદમ ફ્રિજ જેવું ઠંડુ પાણી પીવા મળશે
Keep Water Cold In Earthen Pot With This Trick: માટીનું માટલું પાણીને કુદરતી રીતે એકદમ ઠંડુ કરે છે. પરંતુ જેમ જેમ તે જૂનું થતું જાય તેમ તેમ તેમાં પાણી ઓછું ઠંડુ થવા લાગે છે. જો તમારા માટલામાં પાણી વધારે ઠંડુ ન થતું હોય તો આ ટ્રીક અજમાવી જોજો. કદાચ પહેશાની દૂર થઈ જશે.
Trending Photos
Keep Water Cold In Earthen Pot With This Trick: ગરમીની સીઝન શરૂ થઈ ગઈ છે. બળબળતી ગરમીમાં ઠંડું પાણી શરીરમાં પ્રાણ પૂરવાના કામ કરતું હોય છે. બહારથી જ્યારે આવીએ તો પહેલી ઈચ્છા તો ઠંડું પાણી પીવાની થાય જે કલેજાને ટાઢક આપે. આવા સમયે આપણને ફ્રિજનું પાણી સામે દેખાય. પરંતુ તમને જણાવી દઈએ કે માટલામાં પણ પાણી એવું તે સરસ ઠંડુ થતું હોય છે કે તમે ફ્રિજનું પાણી ભૂલી જાઓ.
એવું પણ કહેવાય છે કે તેનું પાણી પીવાથી બીમારીઓ થવાનું જોખમ પણ રહેતું નથી ઉલ્ટું ફ્રિજના પાણી કરતા એકદમ સસ્તું. માટીનું માટલું પાણીને કુદરતી રીતે એકદમ ઠંડુ કરે છે. પરંતુ જેમ જેમ તે જૂનું થતું જાય તેમ તેમ તેમાં પાણી ઓછું ઠંડુ થવા લાગે છે. જો તમારા માટલામાં પાણી વધારે ઠંડુ ન થતું હોય તો આ ટ્રીક અજમાવી જોજો. કદાચ પહેશાની દૂર થઈ જશે.
ફ્રીજ જેવું પાણી માટલાનું
આ માટે સૌથી પહેલા માટલામાં મીઠું નાખો અને તેમાં પાણી ભરી લો. તે મીઠાવાળા પાણીથી માટલાની અંદર હાથ ફેરવીને બરાબર વીછળી લો અને પછી તે પાણીને ફેંકી દો. ત્યારબાદ સ્કોચ બ્રાઈટ પર વધારે મીઠું લો અને માટલાને નીચેથી લઈને બહાર ભાગ સુધી ઘસો. આમ કર્યા બાદ પાછું માટલું પાણીથી બરાબર ધોઈ લો અને માટલાના ઢાંકણા પર મીઠું નાખીને તેને સારી રીતે ઘસીને પાણીથી ધોઈ લો.
માટલાની અંદર પાણી ભરી લો અને માટીના ઢાંકણાથી તેને ઢાકીને પાણીમાં મૂકી દો. હવે એક મોટા માટીના વાસણમાં ખુબ માટી નાખીને થોડું પાણી છાંટી દો. ત્યારબાદ માટલામાંથી પાણી લો અને પછી તેમાં પીવાનું પાણી ભરી લો. હવે પાણી ભરેલા માટલાને તે માટીના વાસણની ઉપર રાખી દો. આ રીતે થોડી જ વારમાં તમને ફ્રિજ જેવું ઠંડું પાણી મળી જશે. આ ટ્રિકને દર 15 દિવસે અજમાવો.
કેવું માટલું ખરીદવું જોઈએ
હંમેશા સલાહ આપવામાં આવે છે કે માટલું ખરીદતી વખતે પાક્કા ઘડા જ ઘરીદો. કારણ કે પાક્કા ઘડામાં પાણી સૌથી વધુ ઠંડુ થાય છે. આ માટે સૌથી પહેલા માટલાની મજબૂતાઈને આંગળીઓથી ઠપકારીને બરાબર ચેક કરો. માટલાથી જેટલો તેજ અવાજ આવે તમારે સમજી લેવું કે તે એટલું જ પાક્કું છે.
(ખાસ નોંધ: આ એક વાયરલ વીડિયો છે..ઝી 25 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે