ભોજન બનાવવા માટે માટીના વાસણનો ઉપયોગ કરતા પહેલા જાણી લો આ વાત, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

Cooking In Clay Pots: ઘણા લોકો રસોઈ બનાવવા માટે અને ખાસ કરીને કેટલીક વાનગીઓ બનાવવા માટે માટીના વાસણનો ઉપયોગ કરે છે. માટીના વાસણમાં બનેલું ભોજન સ્વાસ્થ્ય માટે પણ સારું રહે છે. પરંતુ માટીના વાસણનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન પણ રાખવું જોઈએ. જો તમે આમ કરતા નથી તો તમારું સ્વાસ્થ્ય ખરાબ પણ થઈ શકે છે.

ભોજન બનાવવા માટે માટીના વાસણનો ઉપયોગ કરતા પહેલા જાણી લો આ વાત, નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન

Cooking In Clay Pots: વર્ષો પહેલા ભોજન બનાવવા માટે માટીના વાસણનો ઉપયોગ થતો હતો. આજના સમયમાં લોકો ફરીથી એ પારંપરિક રીતને અપનાવવા લાગ્યા છે. ઘણા લોકો રસોઈ બનાવવા માટે અને ખાસ કરીને કેટલીક વાનગીઓ બનાવવા માટે માટીના વાસણનો ઉપયોગ કરે છે. માટીના વાસણમાં બનેલું ભોજન સ્વાસ્થ્ય માટે પણ સારું રહે છે. પરંતુ માટીના વાસણનો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન પણ રાખવું જોઈએ. જો તમે આમ કરતા નથી તો તમારું સ્વાસ્થ્ય ખરાબ પણ થઈ શકે છે. તેથી માટીના વાસણનો ઉપયોગ કરો તો આ બાબતોને ચોક્કસથી ધ્યાનમાં રાખવી.

આ પણ વાંચો:

1. જ્યારે પણ તમે બજારમાંથી માટીનું વાસણ લઈ આવો તો સૌથી પહેલા તેને પાણીમાં પલાળી દેવા જોઈએ. થોડા કલાક તેને પાણીમાં રાખ્યા પછી પાણીમાંથી કાઢી તેને કપડાથી કોરું કરી લેવું. ત્યાર પછી તેને ગેસ ઉપર બે મિનિટ રાખો. જ્યારે તે ગરમ થઈ જાય પછી જ તેમાં કોઈ વસ્તુ બનાવવો. 

2. માટીના વાસણમાં જ્યારે તમે ભોજન બનાવો ત્યારે ઉતાવળ કરવી નહીં એટલે કે ભોજનને ધીમા તાપે જ પકાવો. જો તમે ફાસ્ટ ગેસ પર ભોજન બનાવશો તો વાસણ તૂટી પણ શકે છે આ ઉપરાંત ધીમા તાપે ભોજન સારી રીતે બને છે અને તેનો સ્વાદ પણ સારો રહે છે.

3. માટીના વાસણમાં ભોજન બનાવો ત્યારે તેને હલાવવા માટે લાકડાના કે સિલિકોન ના ચમચા નો ઉપયોગ કરવો. સ્ટીલ કે અન્ય વાસણનો ઉપયોગ કરવો નહીં. 

4. માટીના વાસણને સાફ કરવા માટે મુલાયમ સ્ક્રબ નો ઉપયોગ કરવો તેનાથી તે તૂટશે નહીં અને ઘસાસે પણ નહીં.

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news