Hair Care: આ રીતે વાળમાં ગ્લિસરીનનો કરો ઉપયોગ, ટ્રીટમેન્ટ વિના વાળ થશે મજબૂત, શાઈની અને સ્મુધ

Home Remedy for strong, shiny and smooth hair: ગ્લિસરીનને વાળમાં અલગ અલગ વસ્તુઓ સાથે ઉમેરીને લગાડી શકાય છે. વાળમાં ગ્લિસરીન લગાડવાથી વાળની ડ્રાયનેસ ઓછી થાય છે અને વાળ શાઈની બને છે. ગ્લિસરીનનો ઉપયોગ કરવાથી વાળના મૂળ મજબૂત થાય છે અને ખરતા વાળની સમસ્યા પણ ગણતરીના દિવસોમાં જ દૂર થઈ જાય છે. 

Hair Care: આ રીતે વાળમાં ગ્લિસરીનનો કરો ઉપયોગ, ટ્રીટમેન્ટ વિના વાળ થશે મજબૂત, શાઈની અને સ્મુધ

Home Remedy for strong, shiny and smooth hair: વાતાવરણ બદલે એટલે માત્ર સ્કિન પર અસર થાય છે તેવું નથી બદલતા વાતાવરણની અસર વાળને પણ થાય છે. ખાસ કરીને ગરમીની શરૂઆત થાય એટલે વાળ ખરવાની સમસ્યા વધી જાય છે. સાથે જ વાળમાં ડ્રાયનેસ પણ ઝડપથી વધે છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે તમે વાળને પણ હાઇડ્રેટ રાખો. વાળને હાઇડ્રેટ રાખવા માટે શેમ્પુ પછી કન્ડિશનર કરવું જરૂરી છે આ સાથે જ જો તમે વાળમાં ગ્લિસરીનનો ઉપયોગ કરો છો તો પણ ખૂબ જ ફાયદો થાય છે. જો તમને એ વાતનો ખ્યાલ ન હોય કે વાળમાં ગ્લિસરીનનો ઉપયોગ કેવી રીતે કરવો તો આજે તમને જણાવીએ. 

ગ્લિસરીનને વાળમાં અલગ અલગ વસ્તુઓ સાથે ઉમેરીને લગાડી શકાય છે. વાળમાં ગ્લિસરીન લગાડવાથી વાળની ડ્રાયનેસ ઓછી થાય છે અને વાળ શાઈની બને છે. ગ્લિસરીનનો ઉપયોગ કરવાથી વાળના મૂળ મજબૂત થાય છે અને ખરતા વાળની સમસ્યા પણ ગણતરીના દિવસોમાં જ દૂર થઈ જાય છે. તો ચાલો તમને જણાવીએ કે ગ્લિસરીનને તમે કઈ કઈ રીતે વાળમાં લગાડી શકો છો. 

વાળમાં ગ્લિસરીનનો ઉપયોગ

ગુલાબજળ અને ગ્લિસરીન

વાળની લંબાઈ અનુસાર ગ્લિસરીન અને ગુલાબજળને મિક્સ કરો. જો તમારા વાળ વધારે ડ્રાય હોય તો તેમાં થોડું તેલ પણ ઉમેરો. હવે આ મિશ્રણને વાળમાં લગાડો. 15 મિનિટ પછી વાળને શેમ્પુ કરી લો. તેનાથી વાળની ડ્રાઇનેસ દૂર થઈ જશે. 

મધ અને ગ્લિસરીન

મધ અને ગ્લિસરીન સમાન માત્રામાં લેવા. તેમાં એક ચમચી નાળિયેરનું તેલ મિક્સ કરો. આ મિશ્રણને વાળમાં સારી રીતે અપ્લાય કરો અને 30 મિનિટ પછી શેમ્પુ કરવું. તેનાથી વાળ મજબૂત પણ થશે અને વાળમાં ચમક પણ આવશે.

એલોવેરા જેલ અને ગ્લિસરીન

એક વાટકીમાં એલોવેરા જેલ લેવું અને તેમાં થોડું ગ્લિસરીન મિક્સ કરવું. આ મિશ્રણને વાળમાં સારી રીતે લગાડો. 30 મિનિટ પછી વાળને શેમ્પુ કરવું. એલોવેરા જેલ અને ગ્લિસરીનનો ઉપયોગ કરવાથી ખરતા વાળ અટકશે.

ગ્લિસરીન અને એવોકાડો

એવોકાડોની પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટમાં થોડું ગ્લિસરીન મિક્સ કરો અને સાથે ઓલિવ ઓઇલ પણ ઉમેરો. હવે આ મિશ્રણને વાળમાં 15 મિનિટ માટે લગાડો. ત્યાર પછી વાળને શેમ્પુ કરી લો. તેનાથી વાળની ચમક અને મજબૂતી વધશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news