Tea Making : ગેરંટી કે તમને ચા બનાવતાં નથી આવડતી, આ છે ચા બનાવવાની સાચી રીત

Chai Banane Ka Sahi Tarika: ચાના શોખીનો માટે આ મોટા સમાચાર છે. ભારતમાં કદાચ જ કોઇ ઘર હશે જ્યાં ચા બનતી નહી હોય, પરંતુ શું તમે જાણો ચો કે તેને બનાવવામાં લોકો મોટાભાગે કેટલી ભૂલો કરી બેસે છે. 

Tea Making : ગેરંટી કે તમને ચા બનાવતાં નથી આવડતી, આ છે ચા બનાવવાની સાચી રીત

Correct Way Of Making Tea: ભારતમાં આ પેય પદાર્થની તલબ કરોડો લોકોને હોય છે, આપણા દેશમાં આ પાણી બાદ સૌથી વધુ પિવાતું ડ્રીંક છે. આપણામાંથી ઘણા લોકો એવા છે જે પોતાના દિવસની શરૂઆત 'બેડ ટી' સાથે કરે છે અને દિવસભરમાં અનેક કપ ચા પી જાય છે.  આપણે તેને ઘરમાં બનાવવાનું પસંદ કરીએ છીએ, જેનાથી મનપસંદ સ્વાદ પ્રાપ્ત કરી શકાય. ચામાં આદુ, કાળા મરી, તુલસી અને ઇલાયચી જેવા ફ્લેવર માટે મિક્સ કરવામાં આવે છે. દૂધ અને ખાંડની ચા હદથી વધુ પીવી ખતરનાક છે, પરંતુ જો તમે તેને બનાવતી વખતે કેટલીક ભૂલ કરો છો તો પણ વધુ નુકસાન વેઠવું પડી શકે છે.  

Mughal Harem: આરામ ફરમાવવા ઉપરાંત મુગલ હરમમાં થતા હતા આવા ખેલ, બાદશાહ માણતા હતા મજા
પાર્લરમાં ₹17,500 આપીને કરાવ્યું ફેશિયલ મસાજ, સુંદરતા સાઇડમાં રહી સ્કીન બળી ગઇ
Credit Card નો ઉપયોગ કરો છો તો હવે બેંકને આપવી પડશે આ જાણકારી, જાહેર કર્યો નવો નિયમ
તો આ દિવસે લાગશે વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ, આ રાશિઓની વધશે મુશ્કેલીઓ
લગ્ન કરવામાં પડી રહ્યા છે ડખા તો ગભરાશો નહી, અજમાવો આ ઉપાય, બધું થાળે પડી જશે

ચા બનાવતી વખતે કરશો નહી આ ભૂલો
- ચા બનાવવી કેટલાક લોકોનો શોખ હોય છે, પરંતુ આ દરમિયાન મોટાભાગે કેટલીક ભૂલ કરે છે જે યોગ્ય નથી.
- ઘણા લોકો સૌથી પહેલાં દૂધ ઉકાળે છે અને બોયલ થતાં તેમાં પાણી, ખાંડ અને ચા પત્તી મિક્સ કરે છે, આ ખોટી રીત છે.
- કેટલાક લોકોને કડક ચા પીવાની તલબ હોય છે, એવામાં તે ચાને હદથી વધુ ઉકાળે છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાન કારક છે. 
- જો ચાના બધા ઇનગ્રેડિએંટ્સને એક્સાથે મિક્સ કરીને બોયલ કરો છો તો તેનાથી પેટમાં એસિડિટીની સમસ્યા થાય છે.
- જે લોકો ચામાં વધુ ખાંડ મિક્સ કરે છે, તેમનું બ્લડ શુગર વધી જાય છે, જે આગળ જતાં મેદસ્વીતા અને ડાયાબિટીસનું કારણ બને છે. 

ચા બનાવવાની સાચી રીત
બ્રિટીશ સ્ટાર્ડર્ડ ઇંસ્ટીટ્યૂશન (British Standards Institution) ના અનુસાર ચા બનાવવા માટે તમે સૌથી પહેલાં 2 વાસણ લો. એકમાં દૂધ ઉકાળો અને બીજામાં પાણી બોયલ કરો. દૂધને વચ્ચે વચ્ચે ચમચીની મદદથી હલાવતા રહો. હવે ઉકળતા પાણીમાં ચા પત્તી અને ખાંડ મિક્સ કરો સાથે જ પોતાના મનપસંદ મસાલા મિક્સ કરો. જ્યારે બંને વસ્તું ઉકળ્યા બાદ પાણી અને ચા પત્તીવાળા મિશ્રણને બોયલમાં મિક્સ કરી દો. તેને ફરીથી ઉકાળો અને પછી ગેસ પરથી ઉતારીને કપમાં ગાળી લો. આમ કરવાનો હેતુ એ છે કે દૂધ અને ચા પત્તીવાળા પાણીને ધણીવાર સુધી એકસાથે ઉકાળવું જોઇએ, કારણ કે પેટમાં ગરબડ પેદા કરી શકે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂં નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટર સલાહ જરૂર લો. ZEE24 kalak તેની પુષ્ટિ કરી નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news