Shahrukh Khan: ફરી ધુણ્યું ડ્રગ્સ કેસનું ભૂત, શાહરુખ અને આર્યન ખાનની પુછપરછ કરી શકે છે CBI

Shahrukh Khan: ડ્રગ્સ કેસમાં લાંચ દેવા મામલે બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાન અને દીકરા આર્યન ખાનની પૂછપરછ સીબીઆઈ કરી શકે છે. આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના પૂર્વ જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર આરોપ છે કે તેના કહેવાથી કે પી ગોસાવીએ શાહરુખ ખાન અને આર્યન ખાનને ડ્રગ્સ કેસમાંથી બહાર કાઢવા માટે 25 કરોડ રૂપિયા માંગ્યા હતા

Shahrukh Khan: ફરી ધુણ્યું ડ્રગ્સ કેસનું ભૂત, શાહરુખ અને આર્યન ખાનની પુછપરછ કરી શકે છે CBI

Shahrukh Khan: ફરી એકવાર ડ્રગ્સ કેસનું ભૂત જોયું છે. ડ્રગ્સ કેસમાં લાંચ દેવા મામલે બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાન અને દીકરા આર્યન ખાનની પૂછપરછ સીબીઆઈ કરી શકે છે. આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના પૂર્વ જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર આરોપ છે કે તેના કહેવાથી કે પી ગોસાવીએ શાહરુખ ખાન અને આર્યન ખાનને ડ્રગ્સ કેસમાંથી બહાર કાઢવા માટે 25 કરોડ રૂપિયા માંગ્યા હતા અને આ ડીલ 18 કરોડમાં નક્કી થઈ હતી જેના 50 લાખ રૂપિયા આપી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:

આ મામલે સમીર વાનખેડેની પૂછપરછ પહેલા જ સીબીઆઈ કરી ચૂકી છે. વાનખેડેએ જ આર્યન ખાનની ધરપકડ ડ્રગ્સ કેસમાં કરી હતી. 2 ઓક્ટોબર 2021 ના રોજ ક્રૂઝ પર દરોડા પાડી અને વાનખેડેએ ડ્રગ્સ લેવાના મામલે આર્યન ખાનની ધરપકડ કરી હતી. 

ઉલ્લેખનીય છે કે નેતા નવાબ મલીક અને ક્રૂઝમાં દરોડા દરમ્યાનના એક સાક્ષીએ વાનખેડે અને દરોડા પાડનાર ટીમ વિરુદ્ધ ભ્રષ્ટાચાર ના આરોપ લગાવ્યા હતા. જોકે સમીર વાનખેડે એ પોતાના ઉપર લાગેલા આરોપોનું ખંડન કર્યું હતું. સીબીઆઇ એ વાનખેડે ઉપરાંત એનસીબીના અન્ય બે અધિકારીઓ વિશ્વ વિજય સિંહ અને આશિષ રંજન તેમજ શીપ કેસમાં સાક્ષી કેપી ગોસાવી અને સનવિલે ડિસૂઝા વિરુદ્ધ કેસ નોંધ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news