KISS DAY: બધી જફા છોડો... ચુંબન કરી ચરબી ઉતારો, 'Kiss'માં છુપાયેલા છે ફિટનેસ રાજ!

Benefits of Kiss: કિસ કરવાથી લોહીમાં દમના રોગપ્રતિકારક ગુણોનો વિકાસ થાય છે. તણાવમાંથી બહાર આવવામાં પણ મદદ મળે છે તથા આપણા શરીરના લોહીમાં રહેલી ચરબીનું પ્રમાણ પણ ઘટાડે છે.

KISS DAY: બધી જફા છોડો... ચુંબન કરી ચરબી ઉતારો, 'Kiss'માં છુપાયેલા છે ફિટનેસ રાજ!

Weight Loss: વજન ઘટાડવા માટે લોકો જાત જાતના નુસખાઓ અજમાવતા હોય છે. ઘણાં લોકો તો ખાવા-પીવાનું પણ સાવ ઓછું કરી દે છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે કિસ કરવાથી પણ વજન ઘટાડી શકાય છે. જાણીને તે પણ ચોંકી ગયાને પણ આ એક હકીકત છે. વિવિધ સર્વેમાં પણ આ વાત પુરવાર થઈ ચુકી છે. વેઈટ લોસ કરતી વખતે માણસ મહેનત કરે છે અને પોતાના શરીરની કેલરી બર્ન કરે છે. જેમ જેમ કેલરી બર્ન થાય તેમ વજનમાં ઘટાડો થતો હોય છે. એ રીતે સર્વેમાં સામે આવ્યું છે કે, કિસ કરવાથી પણ તમારી કેલરી બર્ન થાય છે. નિષ્ણાતો માને છેકે, નિયમિત તમારા પાર્ટનરને કિસ કરવાથી સારી એવી કેલરી બર્ન થાય છે.

ઉલ્લેખનીય છેકે, પ્રેમ વ્યક્ત કરવાનો સૌથી સરળ રસ્તો છે કિસ. કિસ કરવી તે પણ એક કળા છે. તેમાં જેટલા ક્રિએટિવ હશો, તેટલી વધુ અસર તમારા પાર્ટનર પર પડશે. એટલા માટે કિસ કરો ત્યારે અલગ અલગ રીત ટ્રાય કરવી જોઈએ. તમે તમારા પાર્ટનરને કિસ તો કરતા હશો પરંતુ શું તમને કિસ કરવાના ફાયદા ખબર છે? જો નથી ખબર, તો જાણી કિસ કરવાના ફાયદા..

પતિ-પત્ની અને ગર્લ અને બોય ફ્રેન્ડ એક-બીજાને હંમેશા કિસ કરતા હોય છે. સમાગમ કરે તે પહેલા કિસ કરવાથી ઉત્તેજના વધે છે. કિસ કરવાથી સારા પણાંનો અનુભવ તો થાય જ છે સાથે જ હોર્મોનને પણ ખૂબ જ સારી રીતે શરીરમાં નિર્માણ કરવામાં મદદ મળે છે. કિસ કરવાથી લોહીમાં દમના રોગપ્રતિકારક ગુણોનો વિકાસ થાય છે. તણાવમાંથી બહાર આવવામાં પણ મદદ મળે છે તથા આપણા શરીરના લોહીમાં રહેલી ચરબીનું પ્રમાણ પણ ઘટાડે છે. તો જાણી લો તમે પણ કિસ કરવાથી થતા કેટલાક ફાયદાઓ વિશે…

-કેલેરીનું દહન કરે છે
કહેવાય છે કે જોશથી કરવામાં આવેલી દરેક કિસ આશરે 8થી 16 કેલેરી બાળે છે. એટલે નુકસાનકારક તો ન જ કહેવાય.

-સંતુષ્ટ હોર્મોન બહાર કાઢે છે
કિસ કરવાને કારણે ઓક્સિટોસીન, સેરોટોનિન અને ડિપોમેઇન જેવા સારા રસાયણો બહાર આવે છે તેથી સમગ્ર દિવસ દરમિયાન સારો અનુભવ થાય છે.

-બ્લડપ્રેશર ઘટાડે
જ્યારે કોઇ વ્યક્ત કિસ કરે ત્યારે તેનું બ્લડ પ્રેશર ઘટે છે. એવુ કહેવાય છે કે, કિસ કરવાથી લોહીને નસોમાં ફરવામાં મદદ મળે છે અને બ્લડ પ્રેશર પણ નીચે લાવે છે. વેઈટ લોસમાં પણ તેનાથી સારી એવી મદદ મળે છે.

-સ્નાયુને મજબૂત બનાવે છે
જુસ્સાભેર કરવામાં આવેલી કિસ ચહેરાના મુખ્ય સ્નાયુઓને કસરત પૂરી પાડે છે અને તેનો દેખાવ સુંદર બનાવે છે.

-દાંતોના પોલાણ સામે રક્ષણ
કિસ કરવાથી મોઢામાં રહેલી લાળનું ઉત્સર્જન થાય છે. આ લાળ દાંત પર થતી છારી ધોઇ નાખે છે અને તેના કારણે દાંતોને તથા કેવિટી સામે રક્ષણ મળે છે.

-સુસંગત મૂલ્યાંકન
એક કિસ તમારા પાર્ટનર સાથે સુસંગતતાનું મૂલ્યાંકન પૂરુ પાડે છે. એમ કહેવાય છે કે મહિલાઓ માત્ર જાતીય સંબંધોની પહેલ કરવા માટે જ નહિ, પરંતુ તમારા સંબંધોનું મૂલ્યાંકન કરવા માટે પણ તે કિસનો ઉપયોગ કરે છે.

-આત્મ-સન્માનમાં વધારો કરે છે
દિવસની શરૂઆત કરતાં પહેલા પોતાના પ્રેમી પાત્ર પાસેથી કિસ મેળવવાના કારણે લોકોમાં કામની ઉત્પાદકતામાં વધારો થતો હોવાનું એક સંશોધનમાં જાણવા મળ્યું છે.

(Disclimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news