IND Vs ENG: ભારતીય ટીમને મોટો ઝટકો, આ ખતરનાક ખેલાડી મેચમાંથી બહાર, 'બેઝબોલ'નો સામનો કેવી રીતે કરશે?

ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આજે મેચનો ત્રીજો દિવસ છે જે નિર્ણાયક સાબિત થઈ શકે છે. આજે ખબર પડી શકે છે કે બેઝબોલ જીતશે કે ભારતીય ટીમ મેદાન મારશે. ટીમ માટે સૌથી મોટો પડકાર એ છે કે આ મેચમાં દિગ્ગજ ખેલાડી બાકીના દિવસ નહીં રમે. 

IND Vs ENG: ભારતીય ટીમને મોટો ઝટકો, આ ખતરનાક ખેલાડી મેચમાંથી બહાર, 'બેઝબોલ'નો સામનો કેવી રીતે કરશે?

ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં ત્રીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આજે મેચનો ત્રીજો દિવસ છે જે નિર્ણાયક સાબિત થઈ શકે છે. આજે ખબર પડી શકે છે કે બેઝબોલ જીતશે કે ભારતીય ટીમ મેદાન મારશે. 
ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો અને 445 રનનો મોટો સ્કોર ઊભો કર્યો. બીજા દિવસે ઈંગ્લેન્ડની ટીમે પણ જબરદસ્ત રમત દેખાડી અને દિવસના અંત સુધીમાં 2 વિકેટ ગુમાવીને 207 રન કરી લીધા. ટીમ ત્રીજા દિવસે આ સ્કોરથી આગળ રમવાનું શરૂ કરશે. ઈંગ્લેન્ડ માટે બેન ડકેટ 133 રન અને જો રૂટ 9  રને રમતમાં છે. આ બંને આજે રમતની શરૂઆત કરશે. ભારતીય ટીમ માટે અત્યાર સુધીમાં સ્પીન સ્ટાર રવિચંદ્રન અશ્વિને અને પેસર મોહમ્મદ સિરાજે એક એક વિકેટ લીધી છે. અશ્વિને ટેસ્ટક્રિકેટની 500મી વિકેટ ઝડપી. 

ઈંગ્લેન્ડ હજુ પણ 238 રન પાછળ છે. આવામાં આ મુકાબલો રસપ્રદ બની રહ્યો છે. આજનો દિવસ ખુબ મહત્વનો છે અને ભારતીય ટીમ તરફથી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને સ્પીનર રવિન્દ્ર જાડેજા તથા કુલદીપ યાદવ પર બધો મદાર છે. જો તેઓ દમદાર પ્રદર્શન કરે તો ભારત તરફ મેચ પલટી શકે છે. જો કે ટીમ માટે સૌથી મોટો પડકાર એ છે કે આ મેચમાં સ્પીનર આર અશ્વિન નહીં હોય. તેમણે બીજા દિવસની રમત બાદ પરિવારમાં મેડિકલ ઈમરજન્સીના કારણે તત્કાળ પ્રભાવથી મેચથી પોતાનું નામ પાછું ખેંચ્યુ છે. 

— Rajeev Shukla (@ShuklaRajiv) February 16, 2024

જો કે અશ્વિનની જગ્યાએ ટીમમાં કોણ રમશે તે નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. આ ગંભીર પરિસ્થિતિમાં ભારતીયક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ટીમના સાથે ખેલાડીઓ તથા સ્ટાફ સહિત તમામ સભ્યોનો અશ્વિન અને તેમના પરિવારને પૂરો સપોર્ટ છે. બીસીસીઆઈએ કહ્યું કે ખેલાડીઓ અને તેમના પરિવારના સ્વાસ્થ્ય ખુબ જરૂરી છે. બીસીસીઆઈએ ફેન્સ અને અન્ય લોકોને એ પણ અપીલ કરી છે કે તેઓ ખેલાડીઓ અને તેમના પરિવારની પ્રાઈવસી જાળવી રાખે. કારણ કે તેઓ પડકારભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. 

આવામાં બુમરાહ અને સિરાજે દમ દેખાડીને શરૂઆતમાં ઈંગ્લેન્ડને ઝટકા આપવા પડશે. ત્યારબાદ સ્પીનર્સે પોતાનો જલવો દેખાડવો પડશે. જો ભારતીય ટીમ પહેલી ઈનિંગમાં સારી એવી લીડ મેળવે તો આ તેમના માટે પોઝિટિવ રહેશે. જો ઈંગ્લેન્ડની ટીમ લીડ મેળવે તો પછી બધો મદાર ભારતીય બેટર્સ પર આવશે. આ સ્થિતિમાં મેચ ડ્રો થવાની શક્યતા પણ ધરાવે છે. પરંતુ સૌથી ખાસ વાત એ છે કે જો ભારતીય ટીમે મેચમાં પકડ જમાવી હોય તો ઈંગ્લેન્ડને જલદી સમેટવી પડશે. પહેલી ઈનિંગમાં લીડ મેળવીને બીજી ઈનિંગમાં દમદાર બેટિંગ કરીને મોટો ટાર્ગેટ સેટ કરવો પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news