સુહાગ રાત હૈ..લગ્નની પહેલી રાત કેમ કહેવાય છે સુહાગરાત? એ પળોમાં ભૂલે ચૂકે આ ભૂલો ન કરતા
suhagrat Tips: તમને એમ થતું હશે કે લગ્નની પહેલી રાત સુહાગ રાત કેમ કહેવાય છે. દરેક યુવક અને યુવતીના જીવનમાં આ રાતનું ખુબ મહત્વ હોય છે. ખાસ જાણો આ રાતને સુહાગરાત કહેવા પાછળનું કારણ....
Trending Photos
Suhagrat: દરેક ધર્મમાં લગ્નની અલગ અલગ રસ્મો હોય છે. દરેક રસ્મોને વ્યક્તિ પોતાની રાતે ખુબ સારી રીતે પૂરી કરવા માંગે છે. આ રસ્તો પાછળ કઈક ને કઈક કહાની પણ છૂપાયેલી હોય છે. આ જ રીતે આજે અમે તમને સુહાગરાત પાછળની કહાની જણાવીશું. આખરે લગ્નની પહેલી રાત સુહાગરાત કેમ કહેવાય છે? શું છે તેની પાછળની કહાની....
પોતાના સુહાગ સાથે હોય છે યુવતી
યુવતીઓની લગ્ન બાદની પહેલી રાત તેમના સુહાગ એટલે કે પતિ સાથે હોય છે. આથી તેને સુહાગરાત નામ આપવામાં આવ્યું છે. આ રાતે એક બીજાને સારી રીતે સમજવા માટે હોય છે. આ રાતને દરેક જણ સારી બનાવવા માંગે છે. બધા ઈચ્છે છે કે તેઓ તેમના પાર્ટનર સાથે સારી રીતે હળીમળી જાય અને બંને એક બીજાને સારી રીતે જાણે. હવે જ્યારે કોઈ નવું કપલ એકબીજાની નજીક આવે છે ત્યારે પરસ્પર વાત કરવામાં ખુબ સંકોચ કરે છે. જેના કારણે ક્યારેક તો એકબીજાને સારી રીતે સમજી પણ શકતા નથી.
ન કરતા આવી ભૂલો
સુહાગરાતે ભૂલેચૂકે કેટલાક કામ ન કરવા જોઈએ. રાતે યુવતી કે યુવક બંનેમાંથી કોઈએ પણ એકબીજાને તેમના ભૂતકાળ વિશે જરાય પૂછવું જોઈએ નહીં કે પછી ન તો ભૂતકાળ શેર કરવો જોઈએ. પોતાના ફેમિલી અંગે પણ વાત કરવી જોઈએ નહીં. ખાસ કરીને પોતાના પરિવાર કે કોઈ સભ્યોનું ખરાબ બોલવું જોઈએ નહીં. તેની પાર્ટનર પર ખોટી અસર પડશે. આ રાતે તમારે પાર્ટનર સાથે શારીરિક સંબંધ બનાવવામાં જરાય ઉતાવળ કરવી જોઈએ નહીં. તેનાથી તમારા પાર્ટનર પર તમારી ઈમ્પ્રેશન ખરાબ પડી શકે છે. જેના કારણે તે તમારા પર નારાજ પણ થઈ શકે છે. એવું કોઈ કામ ન કરવું જોઈએ જેનાથી પહેલી રાતે જ સંબધમાં ખટાશ આવી જાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે