India Most Eligible Survey: હવે છોકરાઓ લગ્ન માટે કેવી છોકરી કરે છે પસંદ? સામે આવ્યો ચોંકાવનારો રીપોર્ટ

India Most Eligible Survey: Shaadi.comના સર્વેમાં જણાવાયું છે કે લગ્ન કરવા માટે સૌથી વધુ એલિજિબલ મહિલાઓ સરકારી અધિકારી હોય છે, જ્યારે ભારતના સૌથી વધુ એલિજિબલ પુરુષો સિવિલ સર્વિસમાં કામ કરે છે.

India Most Eligible Survey: હવે છોકરાઓ લગ્ન માટે કેવી છોકરી કરે છે પસંદ? સામે આવ્યો ચોંકાવનારો રીપોર્ટ

India Most Eligible Survey: લગ્ન જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે, કારણ કે સુખી જીવન માટે સારો જીવનસાથી હોવો જરૂરી છે. દરેક વ્યક્તિ પોતાના લાઈફ પાર્ટનરમાં એવી ક્વોલિટી શોધે છે જેના આધારે આખી જીંદગી ખુશ રહે.. એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે કોઈ પણ છોકરો કે છોકરી પોતાના લાઈફ પાર્ટનરમાં કયા ગુણો શોધે છે. ભારતના મોસ્ટ એલિજિબલ સર્વેનો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. આ સર્વેમાં એ વાત સામે આવી છે કે આજકાલ દરેક સ્ત્રી કે પુરુષ તેમના જીવનસાથીમાં કયા ગુણો શોધતા હોય છે.

તમને જણાવી દઈએ કે shaadi.com એક ખૂબ જ ભરોસાપાત્ર મેટ્રિમોનિયલ વેબસાઈટ છે. જેના અત્યાર સુધીમાં 50 મિલિયનથી વધુ યુઝર્સ છે અને 20 વર્ષથી મેચ મેકિંગનુ શ્રેષ્ઠ કામ કરી રહ્યુ છે. તેણે એવો સર્વે કર્યો છે જેમાં આખા ભારતને આવરી લેવામાં આવ્યું છે. મહાનગરોથી માંડીને નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારો કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી આ વેબસાઈટ દરેક સ્ત્રી કે પુરુષ પોતાના જીવનસાથીમાં કેવા ગુણો શોધે છે તે તમામ માહિતી વિગતવાર લઈને આવી છે.

No description available.

સરકારી નોકરીઓનું વર્ચસ્વ
આ સર્વે 1લી ડિસેમ્બર 2021થી 31મી ડિસેમ્બર 2022 વચ્ચે કરવામાં આવ્યો છે. સર્વેમાં લગભગ 25 લાખ યુઝર્સે ભાગ લીધો હતો, જેમાં 16 લાખ મહિલાઓ અને 9 લાખ પુરૂષો હતા. સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે સ્ત્રી અને પુરૂષો બંને માટે નાણાકીય સ્વતંત્રતા એ મહત્વનો મુદ્દો છે. સર્વેક્ષણ અનુસાર, ભારતની મોસ્ટ એલિજિબલ વુમન લો એન્ફોર્સમેન્ટ ઓફિસર જ્યારે ભારતનો સૌથી લાયક માણસ સિવિલ સર્વિસમાં કામ કરતો યુવક છે. જ્યારે વાર્ષિક રૂ. 30 લાખ કમાતા પુરૂષો 190% વધુ એલિજિબલ છે, જ્યારે વાર્ષિક રૂ. 30 લાખ કમાતી સ્ત્રીઓ 17% વધુ એલિજિબલ છે. સિવિલ સર્વિસીસ અને ટેક ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા પુરૂષો અન્ય વ્યવસાયોમાં કામ કરતા પુરુષો કરતાં વધુ ડીઝાયડૅ છે અને જ્યારે ઉડ્ડયન વ્યવસાય અને આર્કિટેક્ટ મહિલાઓમાં વધુ ડીઝાયડૅ માનવામાં આવે છે.કૃષિ ઉદ્યોગમાં કામ કરતા લોકો પુરુષો અને સ્ત્રીઓ બંને સૌથી ઓછા ડીઝાયડૅ હોય છે.

મોટી ઉંમરના માણસોને મેચ મળવુ મુશ્કેલ
રિપોર્ટમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે 34 થી 35 વર્ષની ઉંમર પછી પુરુષોને મેચ શોધવામાં મુશ્કેલી પડે છે.વેબસાઈટમાં 60 વર્ષથી વધુ ઉંમરના 6500 સક્રિય સભ્યો છે જેઓ પ્રેમને બીજી તક આપવામાં માને છે. વેબસાઈટ પર સૌથી વૃદ્ધ મહિલાની ઉંમર 72 વર્ષ છે, જ્યારે સૌથી મોટી ઉંમરના પુરુષની ઉંમર 79 વર્ષ છે.અત્યાર સુધી ભારતીય પુરુષો વિશે એવી માન્યતા ચાલી રહી હતી કે પુરૂષો હાઉસ વાઈફને વધુ પસંદ કરે છે, પરંતુ આ મુજબ સર્વેમાં એ પણ જાણવા મળ્યું છે કે હવે  પુરુષો વર્કિંગ વુમનને વધુ પસંદ કરી રહ્યા છે, વર્કિંગ વુમન પુરુષોની પહેલી પસંદ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news