Glowing Skin: ડાયટમાં સામેલ કરો આ 4 Drinks, હિરોઈન જેવી સ્કીન થઈ જશે 7 દિવસમાં

Glowing Skin: જો તમે સુંદર અને બેદાગ ત્વચા ઈચ્છો છો તો તેના માટે વારંવાર પાર્લર જવાની જરૂર નથી તમે પોતાના આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીને પણ આ કામ કરી શકો છો. કોઈપણ જાતના ખર્ચા વિના જો તમે દૈનિક આહારમાં આ ચાર વસ્તુઓનો સમાવેશ કરશો તો પણ તમારી ત્વચા હિરોઈનની ત્વચા જેવી સુંદર થઈ જશે.

Glowing Skin: ડાયટમાં સામેલ કરો આ 4 Drinks, હિરોઈન જેવી સ્કીન થઈ જશે 7 દિવસમાં

Glowing Skin: ત્વચાને બારેમાસ સુંદર અને હેલ્ધી રાખવી હોય તો જરૂરી છે કે બદલતા વાતાવરણની સાથે તમે આહારમાં પણ કેટલાક ફેરફાર કરો. આમ કરવું એટલા માટે જરૂરી છે કે આપણે જે પણ ખાતા પીતા હોય છે તેની અસર આપણી ત્વચા પર સૌથી પહેલા દેખાય છે. જો તમે સુંદર અને બેદાગ ત્વચા ઈચ્છો છો તો તેના માટે વારંવાર પાર્લર જવાની જરૂર નથી તમે પોતાના આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીને પણ આ કામ કરી શકો છો. કોઈપણ જાતના ખર્ચા વિના જો તમે દૈનિક આહારમાં આ ચાર વસ્તુઓનો સમાવેશ કરશો તો પણ તમારી ત્વચા હિરોઈનની ત્વચા જેવી સુંદર થઈ જશે. તો ચાલો તમને જણાવીએ કે બેદાગ અને સુંદર ત્વચા માટે કઈ કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ.

ગ્લોઈંગ સ્કીન માટે પીવા આ ચાર ડ્રીંક

આ પણ વાંચો:

ગ્રીન ટી

જેમ જેમ ઉંમર વધે છે તેમ ત્વચા ઉપર તેની અસર દેખાવા લાગે છે. પરંતુ વધતી ઉંમરની અસરોને ઓછી કરવી હોય તો તેના માટે દિવસની શરૂઆત ગ્રીન ટી પીને કરો. ગ્રીન ટી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. 

હળદરવાળું દૂધ

હળદરવાળું દૂધ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ઔષધીય ગુણોથી ભરપૂર હળદર વાળું દૂધ ત્વચા ને પણ સુંદર બનાવે છે. જો રોજ રાત્રે સુતા પહેલા તમે એક ગ્લાસ હળદર વાળું દૂધ પીવો છો તો તેની અસર થોડા જ દિવસોમાં ત્વચા અને સ્વાસ્થ્ય પર દેખાવા લાગશે. 

લીંબુ પાણી

ગ્લોઈંગ સ્કીન મેળવવા માટે લીંબુ પાણી પણ અસરકારક છે. લીંબુમાં વિટામિન સીની માત્રા સારી એવી હોય છે જે ત્વચા ને ચમકદાર બનાવે છે. જો તમે આ પાણીમાં ચીયા સીડ્સ ઉમેરો છો તો તેનાથી ફાયદો પણ વધારે થાય છે. 

વરીયાળીનું પાણી

ગ્લોઈંગ સ્કીન માટે વરીયાળીનું પાણી પણ ઉપયોગી છે. તેનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે અને પેટની ગરમીના કારણે થતી ત્વચાની સમસ્યાઓ મટે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news