Oily Skin: શું તમારી સ્કીન પણ ઓઈલી છે? તો અઠવાડિયામાં એકવાર અપ્લાય કરો આ ફેસ માસ્ક
Oily Skin: ઓઈલી સ્કીન માટે બજારમાં પણ ઘણી પ્રોડક્ટ સરળતાથી મળે છે. પરંતુ આ ઉત્પાદનો પાછળ ખર્ચો પણ થાય છે અને તેનાથી નુકસાન પણ છે. આજે તમને ઓઈલી સ્કીનથી છુટકારો મેળવવા માટે અસરકારક ફેસ માસ્ક વિશે જણાવીએ. આ ફેસપેકની મદદથી તમે ઓઈલી સ્કીનથી છુટકારો મેળવી શકો છો.
Trending Photos
Oily Skin: વરસાદી વાતાવરણમાં ત્વચા ઓઈલી થઈ જાય છે જેના કારણે ચહેરા પર ખીલની સમસ્યા થાય છે. સાથે જ વ્હાઇટ હેડ, બ્લેક હેડ, ઓપન પોર્સની સમસ્યા પણ થવા લાગે છે. ઓઈલી સ્કીન માટે બજારમાં પણ ઘણી પ્રોડક્ટ સરળતાથી મળે છે. પરંતુ આ ઉત્પાદનો પાછળ ખર્ચો પણ થાય છે અને તેનાથી નુકસાન પણ છે. આજે તમને ઓઈલી સ્કીનથી છુટકારો મેળવવા માટે અસરકારક ફેસ માસ્ક વિશે જણાવીએ. આ ફેસપેકની મદદથી તમે ઓઈલી સ્કીનથી છુટકારો મેળવી શકો છો.
ઓઈલી સ્કીન માટે માસ્ક
આ પણ વાંચો:
Hair Care: વાળમાં આ રીતે લગાડશો મહેંદી તો વાળની સમસ્યા થશે દુર અને ઝડપથી વધશે લંબાઈ
એલોવેરા જેલ
આ માસ્ક માટે એલોવેરા જેલ લેવું અને તેને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો. તેને લગભગ 15 મિનિટ સુધી લગાવો અને પછી તમારો ચહેરો ધોઈ લો. તેનાથી ઓઈલ કંટ્રોલ થશે
દહીં
જો તમે તૈલી ત્વચાથી પરેશાન છો તો ચહેરા પર દહીંને સારી રીતે લગાવો. પછી તમે તેને લગભગ 15-20 મિનિટ માટે લગાવી રાખો અને પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો.
લીમડાનો પાવડર
2 ચમચી લીમડાના પાવડરમાં 1 ચમચી દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને તમારા ચહેરા પર લગાવો અને લગભગ 15 મિનિટ પછી ધોઈ લો. તેનાથી તમારા ચહેરા પરનું ઓઈલ દુર થશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે