યુરિક એસિડની સમસ્યા હોય તો ભુલથી પણ ન ખાવા આ ફળ, વધી જશે દુખાવો

Uric Acid: આજના સમયમાં લોકોની અનિયમિત જીવનશૈલી નાની ઉંમરમાં ઘણી ભયંકર બીમારીઓનું કારણ બને છે. આવી જ એક સમસ્યા છે ગાઉટ એટલે કે યુરિક એસિડ. નાની ઉંમરના સ્ત્રી-પુરુષોમાં આ તકલીફ જોવા મળે છે.

યુરિક એસિડની સમસ્યા હોય તો ભુલથી પણ ન ખાવા આ ફળ, વધી જશે દુખાવો

Uric Acid: આજના સમયમાં લોકોની અનિયમિત જીવનશૈલી નાની ઉંમરમાં ઘણી ભયંકર બીમારીઓનું કારણ બને છે. આવી જ એક સમસ્યા છે ગાઉટ એટલે કે યુરિક એસિડ. નાની ઉંમરના સ્ત્રી-પુરુષોમાં આ તકલીફ જોવા મળે છે. યુરિક એસિડ વધવાનું સૌથી મોટું કારણ છે બેઠાડું જીવનશૈલી અને અનહેલ્ધી ખોરાક હોય છે. જ્યારે શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય છે જેના કારણે સાંધાના દુખાવા થાય છે. આવી સ્થિતિમાં યુરિક એસિડની સમસ્યા હોય તેમણે આહારમાં ખાસ કાળજી રાખવી જોઈએ. ખાસ કરીને એવી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ જે યુરિક એસિડને વધારે. તો ચાલો આજે તમને જણાવીએ એવી કઈ વસ્તુઓ છે જે યુરિક એસિડ ઝડપથી વધારે છે.

આ પણ વાંચો:

ફણસ
ફણસ ખૂબ જ હેલ્દી ફૂડ છે પરંતુ એક રિપોર્ટ અનુસાર એક કપ ફણસમાં 15.2 ગ્રામ ફ્રુકટોસ હોય છે. જે શરીરમાં યુરિક એસિડ નું સ્તર વધારે છે. 

દ્રાક્ષ 
દ્રાક્ષ વિટામીન સી અને ફાઇબરથી સાથે સાથે ફ્રુકટોસથી પણ ભરપૂર હોય છે. એક કપ દ્રાક્ષમાં 12.3 ગ્રામ ફ્રુકટોસ હોય છે. તેના કારણે વધારે પ્રમાણમાં દ્રાક્ષ ખાવાથી યુરિક એસિડ વધી શકે છે.

કિસમિસ
કિસમિસ ફાઇબરનો સૌથી સારો સ્ત્રોત છે. પરંતુ કિસમિસમાં 9.9 ગ્રામ ફ્રુકટોસ હોય છે. જો તમને ગાઉટની સમસ્યા છે તો કિસમિસનું સેવન સમજી વિચારીને જ કરવું કારણકે તે તમારી તકલીફ વધારી શકે છે. 

સફરજન
સફરજન માં પણ ફ્રુકટોસ નું પ્રમાણ વધારે હોય છે. સ્વાસ્થ્ય નિષ્ણાંત અનુસાર એક સફરજન માં 12.5 ગ્રામ ફ્રુકટોસ હોય છે. તેથી જે લોકો પહેલાથી જ ગાઉટ અથવા તો યુરિક એસિડ ની સમસ્યાથી પીડિત છે તેમની હાલત સફરજન વધારે બગાડી શકે છે. 

કેળા 
કેળા પોટેશિયમ વિટામિન સી અને ફાઇબરથી ભરપૂર છે પરંતુ એક કેળામાં 5.7 ગ્રામ ફ્રુકટોસ હોય છે. તેથી યુરિક એસિડ ના દર્દી માટે કેળા પણ નુકસાન કરનાર છે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news