સુરતમાં પાડોશીએ ધો-8ની સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી, તો રાજકોટમાં પિતાના મિત્રએ 16 વર્ષની વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવી

તરૂણીઓ પર દુષ્કર્મની બે ઘટના રાજ્યમાં સામે આવી છે. સ્કૂલમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિનીઓ પર જાણીતા જ લોકોએ લાભ ઉઠાવ્યો અને પોતાની હવસ પૂરી કરી હતી. 

સુરતમાં પાડોશીએ ધો-8ની સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી, તો રાજકોટમાં પિતાના મિત્રએ 16 વર્ષની વિદ્યાર્થિનીને હવસનો શિકાર બનાવી

ઝી બ્યૂરો, અમદાવાદઃ રાજ્યમાં ગુનાઓની બે ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક ઘટના સુરત તો એક ઘટના રાજકોટની છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં ધોરણ 8માં ભણતી બાળકી સ્કૂલેથી ઘરે આવી રહી હતી ત્યારે રાત્રિના અંધારામાં લઈ જઈ પાડોશી યુવકે દુષ્કર્મ કર્યું હતું. યુવકે બે વખત બળજબરીથી આ વિદ્યાર્થિની સાથે સંબંધ બાંધ્યો હતો. આ તરૂણીને ગર્ભ રહી જતા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. તો રાજકોય શહેરમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી સગીરા દુષ્કર્મનો ભોગ બન્યાની ફરિયાદ નોંધાઈ છે. આ 16 વર્ષની સગીરા પર તેના પિતાના મિત્રએ ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. 

પહેલાં જાણો સુરતની સમગ્ર ઘટના
સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેલી 13 વર્ષીય સગીરા એક સપ્તાહ પહેલાં પોતાના માસીના ગરે સિંગણપોર ગઈ હતી. આ સગીરા સગરામપુરા વિસ્તારની પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. આ સગીરાને અચાનક પેટમાં દુખાવો ઉપડતા તેના માસી સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં તેની સોનોગ્રાફી કર્યા બાદ ડોક્ટરોએ આ સગીરાને ગર્ભ હોવાનું જણાવ્યું હતું. આ જાણીને તેના માટે પણ ચોંકી ગયા હતા. 

ત્યારબાદ આ સગીરાની પૂછપરછ કરવામાં આવી હતી. તે બાળકીએ કહ્યું કે, હું જ્યારે 20 જાન્યુઆરીએ સ્કૂલેથી પરત આવી રહી હતી. ત્યારે પાડોશમાં રહેલા સૂરજએ અંધારામાં લઈ જઈ બળજબરીથી મારી સાથે બે વખત શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ આ યુવકે તેને ધમકી આપી હતી. આ સૂરજના નામના યુવકે દુષ્કર્મ બાદ ધમકી આપી અને ત્યાંથી ભાગી ગયો હતો. હવે પરિવારજનોએ સૂરજ નામના યુવક સામે ફરિયાદ નોંધાવી છે. 

રાજકોટમાં બની ચોંકાવનારી ઘટના
રાજકોટની વાત કરીએ તો અહીં 16 વર્ષની સગીરાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ સગીરાએ ગાંધીગ્રામના ભારતીનગરમાં રહેતા રફીક આરબ નામના વિરુદ્ધ પોક્સો કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને ઝડપીને તપાસ શરૂ કરી છે. સગીરાએ પોતાની ફરિયાદમાં કહ્યું કે, હું ધોરણ 9માં અભ્યાસ કરૂ છું. તેણે કહ્યું કે રફીક મારા પિતાનો મિત્ર છે અને તે વારંવાર અમારા ઘરે આવતો હતો. 

રફીકે આ સગીરાને પોતાનું એક્ટિવા ચલાવવા માટે આપ્યું હતું. ત્યારબાદ રફીકે આ સગીરાને ફોન કર્યો અને કહ્યું કે, તારે એક્ટિવા ચલાવવું હોય તો તું રાખ, પરંતુ તેની ડેકીમાં મારો ફોન પડ્યો છે, તે ઘરે આપી જા. ત્યારબાદ આ સગીરા રફીકને મોબાઇલ આપવા પહોંચી હતી. ત્યારે રફીકે તકનો લાભ લઈને તેને ઘરમાં લઈ ગયો હતો. ત્યારબાદ બળજબરીથી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ દરમિયાન તેણે સગીરાના પગ પણ બાંધી દીધા હતા. હવે સગીરાની ફરિયાદ પર પોલીસે આરોપીને ઝડપી તપાસ શરૂ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news