Acne Scars: ખીલના કારણે પડેલા ડાઘ દુર કરવા આ 2 રીતે કરો ટમેટાનો ઉપયોગ, 7 દિવસમાં દેખાશે અસર
Skin Care Tips: ખીલના કારણે ચહેરા પર ડાઘ રહી જાય તો તે ત્વચાની સુંદરતા પર ગ્રહણ લગાડે છે. લોકોની નજર ચહેરા પર પડતાંની સાથે જ ડાઘ દેખાવા લાગે છે. ખીના કારણે ચહેરા પર પડેલા આવા ડાઘને દૂર કરવા માટે ટમેટા ઉપયોગી સાબિત થાય છે. ટમેટાનો બે રીતે ઉપયોગ કરીને તમે ચહેરા પર ખીલના કારણે પડેલા ડાઘને દૂર કરી શકો છો.
Trending Photos
Skin Care Tips: ચેહરા પર ખીલ થવા એક સામાન્ય સમસ્યા છે. આ સમસ્યા એવા લોકોને વધારે સતાવે છે જેમની સ્કિન ઓઇલી હોય છે. ઓઇલી સ્કિન ધરાવતા લોકોના ચહેરા ઉપર ખીલ વારંવાર અને વધારે પ્રમાણમાં થાય છે. ખીલથી મુક્તિ મેળવવા માટે કેટલાક ઘરેલુ ઉપાય અને ક્રીમની મદદ લઈ શકાય છે. જોકે ઘણી વખત એવું થાય છે કે જેના પરથી ખીલ તો મટી જાય પરંતુ તેના ડાઘ રહી જાય છે.
ખીલના કારણે ચહેરા પર ડાઘ રહી જાય તો તે ત્વચાની સુંદરતા પર ગ્રહણ લગાડે છે. લોકોની નજર ચહેરા પર પડતાંની સાથે જ ડાઘ દેખાવા લાગે છે. ખીના કારણે ચહેરા પર પડેલા આવા ડાઘને દૂર કરવા માટે ટમેટા ઉપયોગી સાબિત થાય છે. ટમેટાનો બે રીતે ઉપયોગ કરીને તમે ચહેરા પર ખીલના કારણે પડેલા ડાઘને દૂર કરી શકો છો.
આ પણ વાંચો:
ટમેટાનો ઉપયોગ કરવાથી ચહેરાના ખુલ્લા પોર્સને બંધ કરવામાં મદદ મળે છે. ટમેટામાં રહેલું વિટામીન સી ચહેરાના ખીલ તેમજ ડાઘને પણ સરળતાથી દૂર કરે છે. ચહેરા પર જો સનબરની તકલીફ હોય તો તેનાથી છુટકારો પણ ટમેટા અપાવી શકે છે. તો ચાલો તમને જણાવીએ ચહેરાના ડાઘ દૂર કરવાના બે સરળ ઉપાય વિશે.
ટમેટાનું ફેસ માસ્ક
આ ફેસ માસ્ક બનાવવા માટે ટમેટાને સાફ કરી તેના નાના ટુકડા કરી લેવા ત્યાર પછી બ્લેન્ડરમાં તેને પીસી લેવા અને સ્મુધ પેસ્ટ બનાવી લેવી. ત્યાર પછી આ પ્યૂરીને એક બાઉલમાં લઈ તેમાં એક ચમચી મધ ઉમેરીને ચહેરા પર લગાડો. આ પેસ્ટને 15 મિનિટ સુધી ચહેરા પર લગાડો અને પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો.
ટમેટાનું ટોનર
ટોનર બનાવવા માટે એક ટમેટું અને અડધી કાકડીને સારી રીતે પીસી લો. બંનેની પેસ્ટને કપડામાં કાઢી અને તેનો રસ અલગ કરી લો. હવે જે રસ તૈયાર થયો છે એને સ્પ્રે બોટલમાં ભરીને અથવા રૂ ની મદદથી ચહેરા પર લગાડો. તેનો ઉપયોગ કરવાથી ચહેરા પરના ડાઘ દૂર થઈ જશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે