Hair Fall: વાળ ખરતા હોય તો સવારે ચાવીને ખાઈ લો આ દાણા, 1 સપ્તાહમાં ટાલમાં પણ ઉગવા લાગશે વાળ
Hair Fall: ખરતા વાળને અટકાવવા માટે લોકો અલગ અલગ ઉપાયો કરતા હોય છે. પરંતુ કોઈ પણ ઉપાય કર્યા વિના જો વાળને ખરતા અટકાવવા હોય અને હેર ગ્રોથ વધારવો હોય તો ફણગાવેલી મેથી ખાવાની શરૂઆત કરી દો.
Trending Photos
Hair Fall: મેથીને અંકુરિત કરીને ખાવાથી શરીરને ફાયદા થાય છે. ખાસ તો અંકુરિત મેથીને નિયમિત ખાવામાં આવે તો તેનાથી ખરતા વાળની સમસ્યાને દૂર કરી શકાય છે. ખરતા વાળને અટકાવવા માટે લોકો અલગ અલગ ઉપાયો કરતા હોય છે. પરંતુ કોઈ પણ ઉપાય કર્યા વિના જો વાળને ખરતા અટકાવવા હોય અને હેર ગ્રોથ વધારવો હોય તો ફણગાવેલી મેથી ખાવાની શરૂઆત કરી દો.
ફણગાવેલી મેથી ખાવાથી ખરતા વાળની સમસ્યાની સાથે ડાયાબિટીસમાં પણ ફાયદો થશે. ખાસ તો જે લોકોને ખરતા વાળના કારણે માથામાં ટાલ પડવા લાગી છે તેમણે ફણગાવેલી મેથી ખાવી જોઈએ. ફણગાવેલી મેથી રોજ ખાવાથી ટાલમાં પણ વાળ ઉગવા લાગે છે.
મેથી દાણાના ફાયદા
ખરતા અને બેજાન થયેલા વાળને સુંદર બનાવવા વર્ષોથી મેથીનો ઉપયોગ થાય છે. તેમાં પણ મેથીને જો ફણગાવીને ખાવામાં આવે તો તેનાથી શરીરને વિટામિન સી, આયરન, વિટામીન બી, મેગ્નેશિયમ, ડાયેટરી ફાઇબર, પોટેશિયમ, સોડિયમ જેવા પોષક તત્વો મળે છે. ફણગાવેલી મેથી ખાવાથી બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે. તેનાથી માથાના રોમ છિદ્રોને ભરપૂર માત્રામાં પોષણ મળે છે.
જો તમે પણ ખરતા વાળને અટકાવવા માંગો છો અને ખરેલા વાળની જગ્યાએ નવા વાળ ઝડપથી ઉગે એવું ઈચ્છો છો તો મેથીના દાણાને ફણગાવીને રોજ ખાવાની શરૂઆત કરો. તેનાથી વાળને જરૂરી પોષણ મળશે અને વાળ મજબૂત બનશે. ફણગાવેલી મેથી રોજ ખાવાથી સફેદ વાળની સમસ્યાથી પણ છુટકારો મળી શકે છે.
કેવી રીતે ખાવી ફણગાવેલી મેથી ?
મેથીને ફણગાવવા માટે સૌથી પહેલા એક ચમચી મેથીને પાણીમાં પલાળી દો. આ મેથીને આખી રાત પાણીમાં રાખો અને બીજા દિવસે તેમાંથી પાણી કાઢી મેથીને સુતરાઉ કપડામાં ટાઈટ બાંધી દો. ત્યાર પછી મેથીમાં ફણગા ફૂટે ત્યાં સુધી તેને બાંધેલી રહેવા દો. જ્યારે મેથી અંકુરિત થઈ જાય તો સવારે ખાલી પેટ તેનું સેવન કરો. ફણગાવેલી મેથીને નિયમિત રીતે ચાવીને ખાવી તો તેનાથી ફાયદો થશે.
ફણગાવેલી મેથી ખાવાના અન્ય ફાયદા
- ફણગાવેલી મેથી ખાવાથી હેર ગ્રોથ વધે છે.
- નિયમિત ફણગાવેલી મેથી ચાવીને ખાવાથી સફેદ વાળનો ગ્રોથ ઘટે છે.
- ફણગાવેલી મેથીના દાણા ખાવાથી વાળ ખરતા અટકે છે.
- મેથીના દાણાનું સેવન કરવાથી ઇન્સ્યુલિન લેવલ સારું રહે છે.
- ફણગાવેલી મેથી ખાવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે