Glowing Skin: ચહેરાની કાળી ઝાંઈ એક રાતમાં થઈ જશે દુર અને ત્વચા પર આવશે ચમક, અજમાવો આમાંથી કોઈ એક ઉપાય

Glowing Skin: ઘરમાંથી બહાર જતી વખતે પ્રદૂષણ, ધૂળ-માટી અને તડકાના કારણે ચહેરો કાળો થઈ જાય છે. ચહેરા પર દેખાતી આ કાળી ઝાંઈ સુંદરતા પર ડાઘ બની જાય છે. ઘણીવાર તડકાના કારણે પણ ચહેરા પર ટેનિંગ દેખાવા લાગે છે. આ સમસ્યાને દુર કરવા તમે ઘરગથ્થુ નુસખા અજમાવી શકો છો. 
 

Glowing Skin: ચહેરાની કાળી ઝાંઈ એક રાતમાં થઈ જશે દુર અને ત્વચા પર આવશે ચમક, અજમાવો આમાંથી કોઈ એક ઉપાય

Glowing Skin: યુવક હોય કે યુવતી દરેક વ્યક્તિ પોતાના ચહેરાને સુંદર રાખવા માંગે છે. સુંદરતા અને આત્મવિશ્વાસ વચ્ચે પણ સંબંધ હોય છે. ત્વચાની સુંદરતા આત્મવિશ્વાસ પણ વધારે છે. પરંતુ ઘરમાંથી બહાર જતી વખતે પ્રદૂષણ, ધૂળ-માટી અને તડકાના કારણે ચહેરો કાળો થઈ જાય છે. ચહેરા પર દેખાતી આ કાળી ઝાંઈ સુંદરતા પર ડાઘ બની જાય છે. ઘણીવાર તડકાના કારણે પણ ચહેરા પર ટેનિંગ દેખાવા લાગે છે. આ સમસ્યાને દુર કરવા તમે ઘરગથ્થુ નુસખા અજમાવી શકો છો. જો તમારો ચહેરો પણ ડલ થઈ ગયો છે તો તમે સ્કીનને ગ્લોઈંગ બનાવવા માટે કેટલાક ઘરેલું ઉપાયો અજમાવી શકો છો.

પ્રદૂષણના કારણે ચહેરા પર ખીલ અને ટેનિંગ દેખાવા લાગે છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમારે તમારા ચહેરા પર મુલતાની માટી લગાવવી જોઈએ. તેને લગાડવાથી ચહેરાની ટેનિંગ અને ખીલ ઘણી હદ સુધી દૂર થઈ જાય છે. તેનાથી ચહેરા પર કુદરતી ચમક આવે છે. આ પેકનો ઉપયોગ તમારે દરરોજ કરવો જોઈએ. 
 
લીંબુ

રાત્રે સૂતા પહેલા ગુલાબજળમાં લીંબુ મિક્સ કરી લગાવવું જોઈએ. આમ કરવાથી તમારા ચહેરા પર ગ્લો દેખાવા લાગે છે. લીંબુ ચહેરા પરથી ગંદકી અને કાળાશ દૂર કરવામાં ખૂબ જ મદદગાર સાબિત થાય છે. આ સિવાય ચહેરા પર ક્યારેય સાબુનો ઉપયોગ કરવો જોઈએ નહીં.  

એલોવેરા

એલોવેરા ચહેરાને ચમકદાર બનાવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. નિયમિત રીતે એલોવેરા જેલને 20 મિનિટ સુધી ચહેરા પર લગાવવાથી ચહેરાની ચમક વધી જાય છે. જો તમે ઇચ્છો તો તમે તેને રાત્રે સૂતી વખતે પણ લગાવી શકો છો. તેને રોજ ચહેરા પર લગાવવાથી કાળાશ દૂર થઈ જાય છે. ત્વચા સ્વચ્છ થાય છે. 

બદામનું તેલ

ચહેરા પરથી કાળાશ અને ડેડ સ્કીન દૂર કરવા માટે તમારે દરરોજ બદામના તેલનો ઉપયોગ કરવો જોઈએ. ચહેરાની ચમક લાવવા માટે આ તેલ બેસ્ટ છે.  દરરોજ સૂતા પહેલા તેનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી ત્વચાની ડ્રાયનેસ પણ દુર થાય છે. 

હળદર અને ચણાનો લોટ 

હળદર અને ચણાના લોટની પેસ્ટ લગાવવાથી ચહેરા પર અદ્ભુત ચમક આવે છે. તમે દરરોજ આ ફેસપેક લગાવી શકો. રોજ સમય ન મળે તો જો અઠવાડિયામાં 3 દિવસ પણ તેને લગાડશો તો ત્વચાની અંદરથી ગંદકી દુર થશે અને ત્વચાની કાળાશ પણ દૂર થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news