ભારત બંધ : જાણી લો ક્યારે છે આ બંધ, ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ, બેંક, સ્કૂલ કે કોલેજ પર અસર થશે કે નહીં?

સંયુક્ત કિસાન મોર્ચાએ 16 ફેબ્રુઆરીએ ભારત બંધને લઈને પ્રોગ્રામ જાહેર કર્યો છે. સંયુક્ત કિસાન મોર્ચાએ કહ્યું કે કોર્પોરેટ લૂટ ખતમ કરવા, ખેતી બચાવવા, ભારત બચાવવા માટે 16 ફેબ્રુઆરીએ સવારે 6 કલાકથી સાંજે 4 કલાક સુધી ભારત બંધની જાહેરાત કરવામાં આવી છે. 

ભારત બંધ :  જાણી લો ક્યારે છે આ બંધ, ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ, બેંક, સ્કૂલ કે કોલેજ પર અસર થશે કે નહીં?

નવી દિલ્હીઃ 'દિલ્હી ચલો' આહ્વાનથી ખુદને અલગ કરતા સંયુક્ત કિસાન મોર્ચાએ સમાજના વિવિધ વર્ગોના લોકોને 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું આહ્વાન કર્યું છે. સંયુક્ત કિસાન મોર્ચાએ 16 ફેબ્રુઆરીએ ભારત બંધને લઈને પ્રોગ્રામ જાહેર કર્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોર્પોરેટ લૂટ ખતમ કરવા, ખેતી બચાવવા, ભારત બચાવવા માટે 16 ફેબ્રુઆરી 2024ના સવારે 6 કલાકથી સાંજે 4 કલાક સુધી ગ્રામીણ ભારત બંધ રહેશે. સંયુક્ત કિસાન મોર્ચાએ 16 ફેબ્રુઆરી 2024ના ગ્રામીણ બંધ માટે જારી દિશા-નિર્દેશમાં કહ્યું છે કે એસકેએમ દેશભરના લોકોને કોર્પોરેટ લૂટ ખતમ કરવા, કૃષિ બચાવવા અને ભારત બચાવવા માટે ઐતિહાસિક સંઘર્ષને સફળ બનાવવા માટે સમર્થન અને સહયોગની અપીલ કરે છે. જોકે, ગુજરાતમાં આ બંધની અસર નહિવત રહેવાની સંભાવના છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું કે 16.02.2024 ના સવારે 6 કલાકથી સાંજે 4 કલાક સુધી ગ્રામીણ વિસ્તાર બંધ રહેશે. ગામ બધી કૃષિ ગતિવિધિઓ, મનરેગા કાર્યો, ગ્રામીણ કાર્યોને બંધ રાખવામાં આવશે. કોઈપણ કિસાન, ખેત મજૂર અને ગ્રામીણ મજૂર કામ પર જશે નહીં. 

શાકભાજી, અન્ય પાકનું ખરીદ-વેચાણ રહેશે બંધ
સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા જારી દિશા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે શાકભાજી, અન્ય પાકનું ખરીદ-વેચાણ બંધ રહેશે. ગામની દરેક દુકાનો, અનાજ માર્કેટ, શાક માર્કેટ, સરકારી અને બિન સરકાકી કાર્યાલય, ગ્રામીણ ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રની સંસ્થાઓ અને ખાનગી ઉદ્યમોને બંધ રાખવાની વિનંતી કરવામાં આવી છે. શહેરોની દુકાનો અને સંસ્થાઓ હડતાલના કલાકો દરમિયાન બંધ રહેશે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સામાન્ય જાહેર અને ખાનગી વાહનવ્યવહાર રસ્તાઓ પર નહીં ચાલે. એમ્બ્યુલન્સ, મૃત્યુ, લગ્ન, મેડિકલ શોપ, અખબાર સપ્લાય, બોર્ડની પરીક્ષા, મુસાફરોની ઇમરજન્સી સેવાઓ માટે એરપોર્ટ સુધીની સુવિધા ખોલવામાં આવશે. બપોરે 12 થી 4 વાગ્યા સુધી વિશાળ ચક્કા જામ, રાસ્તા રોકો અને રોડ ધરણામાં ખેડૂતો ભાગ લેશે.

સંયુક્ત કિસાન મોરચા (SKM) એ જણાવ્યું હતું કે ગામ, તહેસીલ અને જિલ્લા કેન્દ્રો પર સાંસ્કૃતિક કાર્યક્રમો મોટા પ્રદર્શનો અને રેલીઓ અને જાહેર સભાઓ દ્વારા અનુસરવામાં આવશે, જ્યાં ખેડૂતો, મજૂરો અને અન્ય વર્ગના લોકો તેમના પરિવારના સભ્યો સાથે જોડાશે.

SKM નેતાઓ બલબીર સિંહ રાજેવાલ, રામિંદર સિંહ પટિયાલા, રણજીત સિંહ, પ્રેમ સિંહ ભાંગુ, મુકેશ ચંદ્ર, જંગવીર સિંહ ચૌહાણ, મોહન સિંહ ધમાના, બૂટા સિંહ બુર્જગિલ, ગુરદર્શન સિંહ ખાસપુર, હરિંદર સિંહ તિવાના અને ગગ્ગી ધાલીવાલનું કહેવું છે કે 62 સંગઠનો INTUC સાથે જોડાયા છે. CITU, AITUC, IFTU જેવા ટ્રેડ યુનિયનો ઉપરાંત અન્ય ટ્રેડ યુનિયનો પણ બંધને સમર્થન આપી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news