Holi 2023: હોળી પર મુસાફરો માટે કરાઈ સ્પેશિયલ ટ્રેનોની વ્યવસ્થા, આ રહ્યું રેલવેનું આખું લીસ્ટ
IRCTC Latest Update: ટ્રેનના મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વે પહેલાથી જ હોળી સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરી છે. તહેવારના સમયગાળા દરમિયાન ભીડને ટાળવા માટે, ભારતીય રેલ્વેએ હોળીના તહેવાર દરમિયાન મુસાફરોની વધારાની ભીડને દૂર કરવા માટે ઘણી વિશેષ ટ્રેનોની જાહેરાત કરી છે.
Trending Photos
IRCTC Latest Update: હોળીનો તહેવાર આવતાની સાથે જ આવાગમનની ગતિવિધિ તેજ બની જાય છે. આમ, તો હોળીનો તહેવાર સૌ કોઈ મનાવે છે. પણ ઉત્તરભારતીયોમાં આ તહેવારનું વિશેષ મહત્ત્વ છે. તેથી ખાસ કરીને દેશભરના વિવિધ રાજ્યોમાં વિવિધ પ્રાંતમાં વસતા ઉત્તરભારતીયો હોળીની ઉજવણી કરવા માટે પોતાના વતન જતા હોય છે. ત્યારે એક સાથે લાખો લાખો મુસાફરી કરતા હોય એવી સ્થિતિમાં ટ્રેનોમાં મુસાફરોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ બાબતનું ધ્યાન રાખીને રેલવે દ્વારા હોળી સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી છે.
ટ્રેન મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, ભારતીય રેલ્વે પહેલાથી જ હોળી સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરી છે. તહેવારના સમયગાળા દરમિયાન ભીડને ટાળવા માટે, ભારતીય રેલ્વેએ હોળીના તહેવાર દરમિયાન મુસાફરોની વધારાની ભીડને દૂર કરવા માટે ઘણી વિશેષ ટ્રેનોની જાહેરાત કરી છે. ઉત્તર રેલ્વેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "રેલવે મુસાફરોની સુવિધા માટે અને વધારાનો ધસારો ઓછો કરવા માટે, રેલ્વેએ વિવિધ રૂટ માટે નીચેની હોળી સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે."
અહીં જુઓ હોળી સ્પેશિયલ ટ્રેનોનું આખું લીસ્ટઃ (Holi 2023 Special Trains List)
-04053/04054 આનંદ વિહાર ટર્મિનલ-ઉધમપુર-આનંદ વિહાર ટર્મિનલ આરક્ષિત એસી એક્સપ્રેસ
-04672/04671 શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા રિઝર્વ ફેસ્ટિવલ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન
-04530/04529 ભટિંડા-વારાણસી-ભટિંડા ફેસ્ટિવલ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન
-04052/04051 આનંદ વિહાર ટર્મિનલ-વારાણસી-આનંદ વિહાર ટર્મિનલ આરક્ષિત ફેસ્ટિવલ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન
-04048/04047 આનંદ વિહાર ટર્મિનલ-મુઝફ્ફરપુર-આનંદ વિહાર ટર્મિનલ આરક્ષિત ફેસ્ટિવલ સ્પેશિયલ એક્સપ્રેસ
-04518/04517 ચંદીગઢ-ગોરખપુર-ચંદીગઢ રિઝર્વ ફેસ્ટિવલ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન
-04412/04411 આનંદ વિહાર ટર્મિનલ-સહર્સા-આનંદ વિહાર ટર્મિનલ આરક્ષિત ફેસ્ટિવલ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન
-04060/04059 આનંદ વિહાર ટર્મિનલ-જયનગર-આનંદ વિહાર ટર્મિનલ આરક્ષિત ફેસ્ટિવલ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન
-04062/04061 દિલ્હી-બરૌની-દિલ્હી આરક્ષિત સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન
-04064/04063 આનંદ વિહાર ટર્મિનલ-જોગબાની-આનંદ વિહાર ટર્મિનલ આરક્ષિત ફેસ્ટિવલ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન
-04070/04069 આનંદ વિહાર ટર્મિનલ-સીતામઢી-આનંદ વિહાર ટર્મિનલ આરક્ષિત ફેસ્ટિવલ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન
-04068/04067 નવી દિલ્હી-દરભંગા-નવી દિલ્હી રિઝર્વ ફેસ્ટિવલ સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન
-04066/04065 દિલ્હી-પટના-દિલ્હી સુપરફાસ્ટ ફેસ્ટિવલ સ્પેશિયલ એક્સપ્રેસ
-03251/03252 રાજગીર-આનંદ વિહાર-રાજગીર સુપરફાસ્ટ દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ વિશેષ
-05577/05578 સહરસા-અંબાલા કેન્ટ-સહરસા દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ વિશેષ
-05269/05270 મુઝફ્ફરપુર-વલસાડ-મુઝફ્ફરપુર સાપ્તાહિક એક્સપ્રેસ વિશેષ
ટ્રેન નંબર 05562 હોળી સ્પેશિયલ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી દર સોમવારે 13.03.2023 થી 27.03.2023 સુધી 13.30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 08.00 કલાકે જયનગર પહોંચશે.
ટ્રેન નંબર 05561 હોળી સ્પેશિયલ દર શનિવારે 11.03.2023 થી 25.03.2023 દરમિયાન જયનગરથી 23.50 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 13.00 કલાકે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પહોંચશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે