Herbal Shampoo: શિકાકાઇ, આંબળા, અરીઠાથી બનાવો આ 'દેસી ઇન્ડીયન શેમ્પૂ', ઔષધિય ગુણોથી ભરપૂર
Herbal Shampoo: વાળને ડેમેજ થતાં રોકવા માટે તેની સારી દેખભાળ ખૂબ જ જરૂરી હોય છે. માર્કેટમાં ઘણી પ્રોડક્ટ હાજર છે પરંતુ તેમાં કેમિકલ હોય છે. તેની જગ્યાએ તમે આર્યુર્વેદિક રીત અપનાવી શકો છો. જાણો તમે ઘરે કેવી રીતે દેસી ઇન્ડીયન શેમ્પૂ તૈયાર કરી શકો છો.
Trending Photos
Shikakai herbal shampoo: વાળની દેખભાળ માટે માર્કેટમાં ઘણા પ્રકારની પ્રોડક્ટ્સ હાજર છે. પરંતુ તેમાં કેમિકલ પણ હોય છે જે વાળને ડેમેજ કરે છે. વધુ ઉપયોગના કારણે એક સમયે વાળ બરછટ અને નિર્જિવ થવા લાગે છે. વાળની દેખભાળ કર્યા બાદ પણ તેનું ડલ લાગવું પરેશાન કરે છે. એટલા માટે હેર કેરમાં ઘરેલુ નુસખાને અજમાવવાની સલાહ આપવામાં આવે છે. ભારતમાં આર્યુવેદ સાથે જૂનો નાતો છે. અહીં વાળ, ત્વચા અને સ્વાસ્થ્ય સહિત દરેક સમસ્યાની સારવાર આર્યુવેદમાં જોવા મળે છે. શાઇન ગુમાવી ચૂકેલા નબળા વાળમાં જીવ પુરવા માટે આર્યુવેદિક રીત કામ કરે છે.
અહીં અમે તમને દેસી ઇન્ડીયન શેમ્યૂ વિશે જણાવી રહ્યા છીએ. આ શિકાકાઇ, આંબળા, અરીઠા અને મેથીના દાણાથી બને છે. ઔષધિય ગુણોથી ભરપૂર શેમ્પુનું નુકસાન ના બરાબર છે. જાણો કઇ રીત ઘરે જ દેસી ઇન્ડીયન શેમ્પૂ તૈયાર કરી શકાય.
હવે ચારધામમાં નહી બનાવી શકો રીલ્સ અને ફોટો-વીડિયો,VIP દર્શનને લઇને આવ્યા મોટા સમાચાર
Gold Price Today: માર્કેટ ખૂલતાં જ ધડામ દઇને સોના-ચાંદીના ભાવ તૂટ્યા, જાણો આજનો ભાવ
આ રીતે તૈયાર કરો દેસી ઇન્ડીયન શેમ્પૂ
એક વાસણમાં 100 ગ્રામ શિકાકાઇ, 100 ગ્રામ ડ્રાય આંબળા, 100 ગ્રામ અરીઠા અને 3 નાની ચમચી મેથીના દાણા લો. તેને પેનમાં થોડા રોસ્ટ કરી લો અને પછી તેને પાણીમાં નાખી દો. તેને થોડીવાર ઉકાળી લો અને ઠંડુ થવા દો. હવે અરીઠાના બીજને કાઢી લો અને તેને મિક્સ કરીને ગ્રાઉન્ડ કરી લો. સારી રીતે બ્લેડ કર્યા બાદ ચાળી લો. તમારું નેચરલ શેમ્પૂ તૈયાર છે. આ શેમ્પૂને તમે ટાઇટ કન્ટેનરમાં રાખીને યૂઝમાં લઇ શકો છો. પરંતુ દર વખતે તેને ઓછી માત્રામાં બનાવો.
2024 પુરૂ થતાં પહેલાં બની જશો કરોડપતિ, આ મૂળાંકવાળા પર રહેશે શનિની વિશેષ કૃપા
Satta Bazar: દિલ્હીમાં BJP ને લાગશે ઝટકો, સટ્ટા બજારે AAP-કોંગ્રેસને આપી આટલી સીટો!
આર્યુવેદિક શેમ્પૂના ફાયદા
વાળની મજબૂતી
જો તમે તેને નેચરલ શેમ્પૂનો યોગ્ય રીતે યૂઝ કરો છો તો તેનાથી વાળમાં મજબૂતી આવે છે. ન્હાતી વખતે તેને શેમ્પૂની સ્કેલ્પ પર હળવા હાથે મસાજ કરો. આમ કરવાથી બમણો ફાયદો મળશે.
Diabetes થી માંડીને હાર્ટના રોગોની સારવાર થશે સસ્તી, 41 વધુ દવાઓના ભાવ ઘટાડ્યા
Mango Eating Tips: કેરી ખાતા પહેલાં જરૂર કરી લો આ કામ, નહીંતર થઇ શકે છે નુકસાન
ડેડ્રફથી છુટકારો
આયુર્વેદિક જડીબુટ્ટીઓમાંથી બનાવેલ આ શેમ્પૂ પણ ડેન્ડ્રફને ઘટાડે છે જે વાળને નુકસાન પહોંચાડે છે. ડેન્ડ્રફની સમસ્યાને કારણે વાળ ઝડપથી ખરવા લાગે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે અઠવાડિયામાં એક કે બે વાર આ શેમ્પૂનો ઉપયોગ કરો.
GUJCET: ગુજરાત CET કાઉન્સિલ રજિસ્ટ્રેશનની તારીખ લંબાવાઇ, અહીં ચેક કરો નવું શિડ્યૂલ
9-10 જૂનની આસપાસ દસ્તક દેશે મોનસૂન, ગરમીમાંથી મળશે રાહત, સારા વરસાદના અણસાર
શાઇની હેર
આ દેસી ઇન્ડીયન શેમ્પૂમાં વાળને શાઇની બનાવનાર શિકાકાઇ પણ સામેલ છે. આ મૂળિયાને મજબૂત બનાવીને તેમની ગુમાવેલી ચમકને પાછી અપાવે છે. સોફ્ટ અને શાઇની વાળ માટે આ શેમ્પૂનો યૂઝ બેસ્ટ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે