શું તમારા બાળકને પણ માટી ખાવાની આદત છે? આ ઉપાયથી તરત છૂટી જશે આદત

શું તમારા બાળકને પણ માટી ખાવાની આદત છે? આ ઉપાયથી તરત છૂટી જશે આદત

નવી દિલ્લીઃ નાના બાળકો ખૂબ જ મસ્તીખોર હોય છે. પોતાના મસ્તાભર્યા અંદજથી તેઓ સૌ કોઈનું દિલ જીતી લે છે. બાળકોમાં સારા ગુણથી સાથે અવગુણો પણ હોય છે. તેમાં ખાસ કરીને માટી ખાવાની આદત લગભગ બધા બાળકોમાં હોય છે. વિશેષજ્ઞો મુજબ માટી ખાવાની આદત સામાન્ય છે. જો કે, માટી ખાવાથી લાંબા ગાળે બાળકોના સ્વાસ્થ્ય પર અસર પડે છે. વિશેષજ્ઞોનું એવું પણ કહેવું છે કે, માટી ખાવાની આદત એક બિમારી છે.જેને પાઈકા કહેવામાં આવે છે. તેનાથી બાળકોના પેટમાં કીડા થવા લાગે છે. જે બાદ બાળકોને ભૂખ નથી લાગતી. ત્યારે શું તમારું બાળક પણ માટી ખાય છે. તો આ આદતને છોડાવવા માટે આજે અમે તમને અમુક ટિપ્સ આપીશું.

કેળા-
કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક હોય છે. તેમાં ઘણા પૌષ્ટિક તત્વો હોય છે.જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. કેળા ખાવાથી વજન વધે છે અને સાથે બાળકોનો શારીરિક વિકાસ થવામાં સહયોગ કરે છે. એટલા માટે બાળકને મધ અને દૂધમાં કેળા મિક્સ કરીને ખવડાવવા જોઈએ. તેનાથી ક્રેવિંગની સમસ્યા નથી થતી. સાથે જ બાળકનું પેટ હંમેશા ભરેલું રહે છે. અને તેનાથી બાળકની માટી ખાવાની આદત પણ છૂટી જાય છે.

લવિંગનું પાણી આપો-
જાણકારો મુજબ, બાળકોને માટી ખાવાની આદત છોડવવામાં લવિંગનું પાણી મદદ કરે છે. જો બાળક લવિંગનું પાણી નથી પીતું તો તેમાં થોડું મધ મિક્સ કરી દો. તેના સતત સેવનથી બાળકોની માટી ખાવાની આદત છૂટી જશે.

અજમાનું પાણી પીવડાવો-
જો તમારા બાળકને માટી ખાવાની આદત છે તો દરરોજ સૂતા સમયે અજમાનું પાણી પીવડાવો. તેનાથી બાળકની માટી ખાવાની આદતમાંથી છૂટકારો મળશે. અને બાળકને કેલ્શિયમ મળશે.

(નોંધઃ ઉપર આપેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. તેને અપનાવતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી. ZEE 24 કલાક આની પુષ્ટિ નથી કરતું)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news