Diabetes ના દર્દીઓ માટે બેસ્ટ છે આ 5 હેલ્ધી સ્નેક્સ, જરૂર કરો ટ્રાય; કંટ્રોલમાં રહેશે Sugar

Healthy Snacks For Diabetics: Sugar ના દર્દીઓએ આ વસ્તુઓનું સેવન જરૂર કરવું જોઈએ, જે પોષક તત્વોથી ભરપૂર હોય છે અને બ્લડ સુગરને વધારે અસર કરતા નથી. બજારમાં મળતા તમામ નાસ્તા સુગરના દર્દીઓ માટે હાનિકારક હોય છે.

Diabetes ના દર્દીઓ માટે બેસ્ટ છે આ 5 હેલ્ધી સ્નેક્સ, જરૂર કરો ટ્રાય; કંટ્રોલમાં રહેશે Sugar

Healthy Snacks For Diabetics: Sugar ના દર્દીઓએ આ વસ્તુઓનું સેવન જરૂર કરવું જોઈએ, જે પોષક તત્વોથી ભરપૂર હોય છે અને બ્લડ સુગરને વધારે અસર કરતા નથી. બજારમાં મળતા તમામ નાસ્તા સુગરના દર્દીઓ માટે હાનિકારક હોય છે. આજે અમે તમને કેટલાક હેલ્ધી સ્નેક્સ વિશે જણાવી રહ્યા છીએ, જેનું સેવન ડાયાબિટીસના દર્દીઓ કોઈપણ ચિંતા વગર કરી શકે છે.

બદામ
ડાયાબિટીસના દર્દીઓ નાસ્તામાં બદામનું સેવન કરી શકે છે. રિપોર્ટ અનુસાર લગભગ 30 ગ્રામ બદામમાં 15 વિટામિન અને મિનરલ્સ હોય છે. ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે બદામ ખાવાથી બ્લડ શુગરને નિયંત્રિત કરી શકાય છે. જોકે બદામ લિમિટેડ માત્રામાં ખાવી જોઈએ..

પોપકોર્ન 
સુગરના દર્દીઓ પોપકોર્નને નાસ્તા તરીકે ખાવાથી ઘણા ફાયદા મેળવી શકે છે. પોપકોર્ન એ તંદુરસ્ત ખોરાક છે, જે ઓછી કેલરી ધરાવે છે. તેનો ઉપયોગ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. ઓછી કેલરીવાળો ખોરાક ખાવાથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

શેકેલા ચણા
શેકેલા ચણાને આરોગ્યપ્રદ નાસ્તો ગણવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે શેકેલા ચણા ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન સાબિત થઈ શકે છે. લગભગ 100 ગ્રામ ચણામાં 9 ગ્રામ પ્રોટીન અને 7 ગ્રામ ફાઇબર હોય છે. તેનાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે અને ડાયાબિટીસનો ખતરો ઓછો રહે છે.

એવોકાડો
એવોકાડો સુગરના દર્દીઓ માટે પૌષ્ટિક નાસ્તો બની શકે છે. તેમાં ફાઈબર અને મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ્સ વધુ હોય છે, જેના કારણે તે ખાધા પછી ઝડપથી બ્લડ સુગરને નિયંત્રિત કરે છે. એવોકાડોનું નિયમિત સેવન હાઈ કોલેસ્ટ્રોલને પણ નિયંત્રિત કરી શકે છે.

ચિયા સીડ્સ
ચિયા સીડ્સ દૂધમાં પલાળીને ખાવાથી ડાયાબિટીસના દર્દીઓને ઘણો ફાયદો થાય છે. ચિયા સીડ પુડિંગ એક સ્વસ્થ નાસ્તો છે, જે બ્લડ સુગરને સ્થિર કરવામાં મદદ કરે છે. ચિયા સીડ્સ પ્રોટીન ફાઇબર અને ઓમેગા 3 ફેટી એસિડનો પણ સારો સ્ત્રોત છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો:
INDIA ગઠબંધનને મોટો ઝટકો આપવાના છે આ દિગ્ગજ નેતા? PM મોદીનું કરશે સન્માન
અંબાલાલની વધુ એક આગાહી : ચોમાસાના ચોથા રાઉન્ડ માટે તૈયાર રહો, હવે આ જિલ્લાઓનો વારો

વક્રી શુક્ર 3 રાશિના લોકોને કરાવશે આર્થિક લાભ, 4 સપ્ટેમ્બર સુધી મળશે ભાગ્યનો સાથ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news