Haunted Highway: આ છે ભારતના ભૂતિયા હાઈવે, કોઈપણ સમયે થઈ જાય ભૂતનો ભેટો, રસ્તા પર દેખાય છે ઉડતા ફાનસ અને માથા વિનાની સ્ત્રી

Haunted Highway: મુંબઈ ગોવા હાઇવે પર કોઈ એક જગ્યાને નહીં પરંતુ આખા હાઇવે ને ભૂતિયા માનવામાં આવે છે. મુંબઈ ગોવા હાઇવે પોતાની સુંદરતાના માટે પ્રખ્યાત છે અને સાથે જ અહીં બનતી અણધારી ઘટનાઓ માટે પણ છે. લોકોનું કહેવું છે કે રાતના સમયે આ હાઇવે પરથી પસાર થતા હોય તેમને એક સ્ત્રી રોકે છે....

Haunted Highway: આ છે ભારતના ભૂતિયા હાઈવે, કોઈપણ સમયે થઈ જાય ભૂતનો ભેટો, રસ્તા પર દેખાય છે ઉડતા ફાનસ અને માથા વિનાની સ્ત્રી

Haunted Highway: ઘણા લોકો રોડ ટ્રીપના દિવાના હોય છે. રજા પડે એટલે મિત્રો સાથે રોડ ટ્રીપ પર નીકળી જવું સૌથી વધુ રોમાંચક લાગે છે. ખાસ કરીને એવા રસ્તા જ્યાં તમને ઝાડ, ડુંગર, નદીઓ, જંગલ જોવા મળે તો તે રોડ ટ્રીપની મજા જ કંઈક અલગ હોય છે. પરંતુ આવી રોડ ટ્રીપ દરમિયાન હાઈવે પર અચાનક તમારો સામનો ભુત સાથે થાય તો ? જી હાં ભારતમાં એવા પણ હાઇવે છે જે ભૂતિયા હોવાની માન્યતા છે. આજે તમને જણાવીએ ભારતના એવા કયા હાઈવે છે જેને લોકો ભૂતિયા માને છે. 

મુંબઈ નાસિક હાઈવે

મુંબઈ નાસિક હાઈવે પર કસારા ઘાટ નામની જગ્યા આવેલી છે જેને ભૂતિયા કહેવામાં આવે છે. આ જગ્યા પર લોકો અસામાન્ય ગતિવિધિનો અનુભવ કરે છે. લોકોનું કહેવું છે કે ઘણી વખત અહીંથી પસાર થતાં માથા વિનાની વૃદ્ધ સ્ત્રી જોવા મળે છે. જે જોર જોરથી હસતી હોય છે આ ઘાટ ઉપર દુર્ઘટનાઓ પણ ઘણી બધી થાય છે તેથી લોકોનું માનવું છે કે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની આત્મા અહીં ભટકતી રહે છે.

મુંબઈ ગોવા હાઈવે

મુંબઈ ગોવા હાઇવે પર કોઈ એક જગ્યાને નહીં પરંતુ આખા હાઇવે ને ભૂતિયા માનવામાં આવે છે. મુંબઈ ગોવા હાઇવે પોતાની સુંદરતાના માટે પ્રખ્યાત છે અને સાથે જ અહીં બનતી અણધારી ઘટનાઓ માટે પણ છે. લોકોનું કહેવું છે કે રાતના સમયે આ હાઇવે પરથી પસાર થતા હોય તેમને એક સ્ત્રી રોકે છે. જે પણ આ સ્ત્રીને જોઈને ભાગવાનો પ્રયત્ન કરે છે તેની કારનો અકસ્માત થઈ જાય છે. 

દિલ્હી કેન્ટ રોડ

દિલ્હીની ડરામણી જગ્યાઓમાં કેન્ટ રોડનું નામ સૌથી પહેલા આવે છે. એવું કહેવાય છે કે દિલ્હીના આ રોડ પર સફેદ સાડી વાળી મહિલાનું ભૂત ફરતું હોય છે. આ રોડ પરથી વાહન લઈને પસાર થતા ઘણા લોકોએ ગાડીની સાથે તે મહિલાને દોડતી જ હોય છે. ઘણા લોકોનું કહેવું છે કે એક સ્ત્રી રસ્તા કિનારે ઊભીને લોકો પાસેથી લિફ્ટ માંગે છે. આ સ્ત્રી લોકોને પરેશાન પણ કરે છે.

મુંબઈની આરે કોલોની

મુંબઈની આ જગ્યા દિવસ દરમિયાન તો ચહેલ પહેલ ધરાવે છે પરંતુ રાત પડે એટલે અહીં લોકો જવાનું ટાળે છે. લોકોનું કહેવું છે કે અહીં રાત્રે રસ્તા પર ઘણી વખત સફેદ સાડીમાં એક સ્ત્રી જોવા મળે છે. જે પણ વાહન ચાલક પોતાનું વાહન ઉભું રાખીને સ્ત્રીને લિફ્ટ આપે છે તેનું મોત થઈ જાય છે.

સત્યમ મંગલમ તમિલનાડુ

આ એવો હાઇવે છે જ્યાં એક સમયે ડાકુ વિરપ્પનનો કબજો હતો. અહીંથી પસાર થતાં લોકોને ડર લાગતો હતો. આજે આ જગ્યાએ વિરપ્પન તો નથી પરંતુ આ જગ્યા પરથી પસાર થવામાં લોકોને ભૂતથી બીક લાગે છે. લોકોનું કહેવું છે કે આ જગ્યા પર રાત્રે હવામાં ફાનસ તરતા જોવા મળે છે સાથે જ કોઈની ચીસો પણ સંભળાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news