તડકાના કારણે કાળા થઈ ગયા છે હાથ ? તો અજમાવો આ નુસખા, એકવારમાં જ દેખાશે ફરક

Remove Tan From Hands: લોકો તડકાથી પોતાના ચહેરા અને ગરદનને તો તડકાથી બચાવી લે છે. પરંતુ કેટલાક લોકો હાથ પર ધ્યાન આપતા નથી. જેના કારણે  હાથની ત્વચા ટેન થઈ જાય છે. હાથની ત્વચાની આ સમસ્યા દુર કરવા માટે આ ઘરગથ્થુ ઉપચાર કરી શકો છો.

તડકાના કારણે કાળા થઈ ગયા છે હાથ ? તો અજમાવો આ નુસખા, એકવારમાં જ દેખાશે ફરક

Remove Tan From Hands: ઉનાળાની શરુઆત થઈ ગઈ છે.  આ ઋતુમાં ત્વચા માટે સૌથી મોટી સમસ્યા હોય છે ટેનિંગ. ત્વચા ટેન થઈ જાય તે વાતથી લોકો ચિંતિત હોય છે. લોકો તડકાથી પોતાના ચહેરા અને ગરદનને તો તડકાથી બચાવી લે છે. પરંતુ કેટલાક લોકો હાથ પર ધ્યાન આપતા નથી. જેના કારણે  હાથની ત્વચા ટેન થઈ જાય છે. આવું થાય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે તમને કેટલાક ઘરગથ્થુ ઉપાય જણાવીએ જેની મદદથી તમે હાથ પરની ટેનિંગ દુર કરી શકો છો.
 
આ પણ વાંચો:

- કાચું દૂધ હાથની કાળાશ દૂર કરવામાં મદદરૂપ થાય છે. કાચા દૂધમાં બ્લીચિંગ એજન્ટ હોય છે. જે હાથ પરથી તડકાના કારણે આવેલી કાળાશ દૂર કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે હાથ પર દૂધ લગાવી 20 મિનિટ મસાજ કરો. આમ કરવાથી ડેડ સ્કિનથી છુટકારો મળે છે. 

-  ચણાના લોટનો ઉપયોગ ત્વચા માટે સદીઓથી કરવામાં આવે છે. જો તમે પણ હાથની કાળાશથી પરેશાન છો  2 ચમચી ચણાનો લોટ લઈ  તેમાં ગુલાબ જળ ઉમેરી પેસ્ટ બનાવો અને આ પેસ્ટથી તમારા હાથને સ્ક્રબ કરો. અડધા કલાક પછી તમારા હાથને પાણીથી ધોઈ લો. આમ કરવાથી તમારા હાથ  સુંદર બનશે.

- એલોવેરાનો ઉપયોગ તમારા હાથને સુંદર બનાવી શકો છો. તેનો ઉપયોગ કરવા માટે એલોવેરા જેલ લેવું અને તેને તમારા હાથ પર 30 મિનિટ માટે લગાવો. ત્યારબાદ તમારા હાથ ધોઈ લો આમ કરવાથી તમે હાથની ટેનિંગથી મુક્તિ મળે છે. 

- ત્વચાની ટેનિંગ દુર કરવા માટે બટેટા સૌથી બેસ્ટ છે. તેના માટે બટેટાનો રસ કાઢો અથવા બટેટાની સ્લાઈસ કરો. હવે તેને તમારા હાથ પર લગાવી મસાજ કરો. આમ 10 મિનિટ સુધી મસાજ કરો. તેનાથી તુરંત ફાયદો થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news