Hair Care: માથામાં ટાલ પડી જાય તે પહેલા ખરતાં વાળને અટકાવો, આજથી જ શરુ કરો આ દેશી ઉપાય

Hair Care Tips: જો સમયસર ખરતા વાળની સમસ્યાનો ઉપચાર કરવામાં ન આવે તો માથામાં ટાલ પડી જતા વાર નથી લાગતી. ખરતા વાળને અટકાવવા માટે તમે આ 4 ઘરગથ્થુ ઉપચાર અજમાવી શકો છો. તેનાથી તમને ફાયદો થશે.

Hair Care: માથામાં ટાલ પડી જાય તે પહેલા ખરતાં વાળને અટકાવો, આજથી જ શરુ કરો આ દેશી ઉપાય

Hair Care Tips: ખરતા વાળની સમસ્યાથી મોટાભાગના લોકો પરેશાન થઈ ચૂક્યા હોય છે. વાળ ખરવાના અનેક કારણ હોય છે. સ્ટ્રેસ અને અનહેલથી ફૂડના કારણે સૌથી વધારે વાળ ખરે છે. આ સિવાય વાળની જ્યારે જરૂરી પોષક તત્વો ન મળતા હોય ત્યારે પણ વાળ ખરવા લાગે છે. શરૂઆતમાં તો લોકો ખરતા વાળ ઉપર ધ્યાન આપતા નથી પરંતુ ધીરે ધીરે માથા પર ટાલ દેખાવા લાગે છે. માથા પર જ્યારે ટાલ દેખાવા લાગે ત્યારે કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને તમે ખરતા વાળની સમસ્યાને દૂર કરી શકો છો અને વાળનો ગ્રોથ વધારી શકો છો. આજે તમને ખરતા વાળને અટકાવવાના ઘરેલુ ઉપાય જણાવીએ.

ઓઈલ મસાજ

સૌથી પહેલા તો વાળમાં નિયમિત તેલ નાખી મસાજ કરવાની શરુઆત કરો. માથામાં તેલથી મસાજ કરવાથી માથામાં બ્લડ સર્ક્યુલેશન બરાબર રીતે થાય છે અને તેનાથી વાળનો ગ્રોથ વધે છે. તેથી સારા હેર ઓઇલથી સપ્તાહમાં બે થી ત્રણ વખત માથામાં મસાજ કરવી.

કેસ્ટર ઓઇલ 

ખરતા વાળને અટકાવવા અને વાળનો ગ્રોથ વધારવા માટે કેસ્ટર ઓઇલ બેસ્ટ છે. વાળમાં ઓઈલ મસાજ કરવા માટે કેસ્ટર ઓઇલનો ઉપયોગ કરવો જોઈએ. કેસ્ટર ઓઈલનો ઉપયોગ કરવાથી ખરેલા વાળની જગ્યાએ નવા વાળ ઝડપથી ઉગવા લાગે છે.

આમળા 

આમળામાં જરૂરી ફેટી એસિડ હોય છે જે વાળના રોમ છિદ્રોને મજબૂત કરે છે તેમાંથી વિટામીન સી પણ ભરપૂર હોય છે જે વાળને સફેદ થતા અટકાવે છે. 

ડુંગળીનો રસ 

ડુંગળીનો રસ કાઢીને માથામાં લગાડી મસાજ કરવાથી વાળનો ગ્રોથ વધે છે. ડુંગળીનો રસ માથામાં લગાડવાથી તાલમાં પણ વાળ ઉગવા લાગે છે. તમે ડુંગળીના રસને નાળિયેરના તેલમાં મિક્સ કરીને પણ લગાડી શકો છો. શેમ્પુ કરવાનું હોય તેની 15 મિનિટ પહેલા ડુંગળીનો રસ લગાડવાથી લાભ થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news