Hair Care Tips: રાત્રે સૂતા પહેલા કરી લો બસ આટલું સરળ કામ, સવારથી જ વાળ તૂટવાનું ઓછું થઈ જશે

Hair Care Tips: વાળને ખરતા અટકાવવા હોય તો વાળની ચોટી બનાવવી એક સરળ અને પ્રભાાવી રીત છે. હેર કેર રુટીનમાં આ એક નાનકડો ફેરફાર કરી લેવાથી પણ વાળમાં ઘણો સુધારો જોવા મળી શકે છે.
 

Hair Care Tips: રાત્રે સૂતા પહેલા કરી લો બસ આટલું સરળ કામ, સવારથી જ વાળ તૂટવાનું ઓછું થઈ જશે

Hair Care Tips: વાળ ખરતા હોય તેની પાછળ ઘણા બધા કારણ જવાબદાર હોય છે. જેમાં સૌથી સામાન્ય કારણ હોય છે રાત્રે વાળની સંભાળ સારી રીતે ન રાખવી. ઘણા લોકોને આ બાબતે ગંભીરતા હોતી નથી. જેના કારણે સવારે જ્યારે જાગીએ છીએ ત્યારે પલંગની આસપાસ વાળનો ઢગલો જોવા મળે છે. સવારે જ્યારે વાળ ઓળવામાં આવે છે ત્યારે પણ કાંસકામાં વાળ જ વાળ દેખાય છે. જો વાળને લઈને આ ભૂલ સુધારી લેવામાં આવે તો ખરતા વાળ એક રાતમાં જ અટકી શકે છે. આજે તમને જણાવીએ કે રાત્રે શું કરવાથી સવારે વાળ ઓછા ખરે છે. 

જો તમે પણ વાળને ખુલ્લા રાખીને સુતા હોય તો આજથી આ ભૂલ કરવાનું ટાળો. વાળને ખુલ્લા રાખીને સૂવાને બદલે તેને ઢીલા ગુંથીને સુવાની આદત પાડો. જો આ રીતે સુવાની આદત પાડશો તો તેનાથી કેટલા ફાયદા થશે તે પણ જાણી લો. 

વાળ ગુંથીને સુવાથી થતા લાભ 

- જો રાત્રે સૂતી વખતે વાળ ખુલ્લા રહે છે તો આખી રાત વાળ ઓશીકા સાથે ઘસાય છે અને તેના કારણે તૂટી શકે છે. જો ચોટી બાંધેલી હોય છે તો વાળ તૂટવાનું જોખમ ઘટી જાય છે. 

- વાળની ચોટી બનાવેલી હોય તો વાળમાં મોઈશ્ચર જળવાઈ રહે છે. જો વાળ ખુલ્લા હોય તો મોઈશ્ચર અને નવી સુકાઈ જાય છે જેના કારણે વાળ બેજાન લાગે છે. 

- રાત્રે વાળ ખુલ્લા રાખવામાં આવે તો તેમાં વધારે ગૂંચ ચઢે છે જેના કારણે સવારના સમયે વાળ વધારે ખરે છે. જો ચોટી બાંધેલી હશે તો વાળ ઓછા ગુંચવાશે અને ખરશે પણ ઓછા. 

- વાળની લુઝ ચોટી બાંધવાથી વાળનો ગ્રોથ પણ વધે છે. 

- રાત્રે વાળને ખુલ્લા રાખીને સુવાથી વાળ ફ્રીઝી થઈ જાય છે.. જો વાળને બાંધી રાખવામાં આવે તો આ સમસ્યા થતી નથી

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news