Gold Ring Side Effects: કુંભ સહિત 4 રાશિવાળાએ ન પહેરવા જોઈએ સોનાના ઘરેણા, ભારે આર્થિક નુકસાન થઈ શકે છે

Gold Ring Wearing Side Effects: જે રીતે દરેક રાશિ માટે અલગ અલગ રત્ન હોય છે એ જ રીતે કેટલાક રાશિવાળાઓએ સોનાની વિટીં પણ પહેરવી જોઈએ નહીં. તેનાથી જીવનમાં કષ્ટ આવે છે. 

Gold Ring Side Effects: કુંભ સહિત 4 રાશિવાળાએ ન પહેરવા જોઈએ સોનાના ઘરેણા, ભારે આર્થિક નુકસાન થઈ શકે છે

આજના સમયમાં ગોલ્ડના ભાવ જ્યારે આકાશને આંબી રહ્યા છે ત્યારે મોટાભાગના લોકો ગોલ્ડના દાગીના ચેન, વિંટી પહેરવાનું પસંદ કરે છે. પરંતુ શાસ્ત્રોનું માનીએ તો આંગળીમાં રાશિ મુજબ જ રત્ન, ચાંદી અને સોનું ધારણ કરવું જોઈએ. અનેક લોકો સોનું પહેરવાનું પસંદ કરે છે પરંતુ તે દરેકને સૂટ થતું નથી. સોનું સૂટ ન થવાની સ્થિતિમાં વ્યક્તિએ જીવનમાં ભારે કષ્ટ ઉઠાવવું પડે છે. આ રાશિવાળાઓને સોનું પહેરવું ફાયદાકારક રહેતું નથી. તેની જગ્યાએ ભારે કષ્ટ ઉઠાવવું પડે છે. આ રાશિઓ માટે ખુબ અશુભ મનાય છે. જાણો કઈ રાશિના લોકોએ સોનાની વિંટી પહેરવી જોઈએ નહીં. 

વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકોની કુંડળીમાં ગુરુની સ્થિતિ ખરાબ હોય છે. આવી સ્થિતિમાં ભૂલેચૂકે સોનું ધારણ કરવું જોઈએ નહીં. સોનું પહેરો તો વ્યક્તિને મોટું નુકસાન થઈ શકે છે. તેનાથી બચવા માટે કુંડળીમાં ગુરુની સ્થિતિ જોઈન જ સોનું ધારણ કરવું જોઈએ. 

મિથુન રાશિ
મિથુન રાશિવાળાએ પણ સોનું પહેરવાથી બચવું જોઈએ. સોનું પહેરવાથી જીવનમાં સમસ્યાઓનું આગમન થઈ શકે છે. મુશ્કેલીઓ પડી શકે છે. જો તમે વેપાર સાથે જોડાયેલા હોવ તો સોનું પહેરવાના કારણે ઘણા ઉતારચડાવ આવે છે. સોનું ધારણ કરવાથી વેપાર પર દુષ્પ્રભાવ પડે છે. જે તમને કંગાળ બનાવી શકે છે. 

કન્યા રાશિ
કન્યા રાશિવાળાએ પણ સોનું ધારણ કરવાથી બચવું જોઈએ. ખરીદી પણ નુકસાનકારક હોય છે. આ રાશિના જાતકોએ સોનું પહેરવું જોઈએ નહીં. તે  તમારા જીવનમાં દુખ અને વિધ્નો લઈને આવે છે. તેનું કારણ ગુરુની ખરાબ સ્થિતિ હોવાનું છે. જ્યોતિષોનું માનીએ તો જો તમે સોનું પહેરવા માંગતા હોવ તો ગુરુનો ઉપાય કરીને તે ગ્રહની સ્થિતિ મજબૂત બનાવો. ત્યારબાદ સોનું ધારણ કરો. નહીં તો સોનું ખરીદવું પણ અશુભ પ્રભાવ પાડશે. 

કુંભ રાશિ
સોનાના આભૂષણ કુંભ રાશિના લોકોએ પણ પહેરવા જોઈએ નહીં. તે તેમના પર અશુભ પ્રભાવ પાડે છે. જીવનને મુશ્કેલીઓથી ભરી દે છે. વ્યક્તિએ જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જેનું કારણ આ રાશિના જાતકોનો ગુરુ નબળો હોવાનું છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news