Glycerin Benefits: ત્વચા માટે બેસ્ટ એન્ટી એજિંગ એજન્ટ છે ગ્લિસરિન, રાતોરાત ત્વચાને બનાવે છે મુલાયમ અને યુવાન
Glycerin Benefits: ત્વચાને મુલાયમ અને યુવાન રાખવા માટે અલગ અલગ બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરવાની બદલે તમે ગ્લિસરીનનો ઉપયોગ કરી શકો છો. ગ્લિસરીનથી ત્વચાને થતા ફાયદા વિશે જાણીને તમે આજથી જ તેનો ઉપયોગ શરૂ કરી દેશો.
Trending Photos
Glycerin Benefits: આપણે બધા આપણી સ્કીનનું ધ્યાન રાખવા માટે વિવિધ બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરીએ છીએ. આ પ્રકારના બ્યુટી પ્રોડક્ટ ત્વચાને લાભ કરવાની સાથે કેટલીક વખત નુકસાન પણ કરી દેતા હોય છે. ખાસ કરીને જે લોકોની સ્કિન ઓઇલી હોય અથવા તો જેમને સ્કિન સંબંધિત સમસ્યાઓ હોય તેમના માટે બ્યુટી પ્રોડક્ટની પસંદગી ખૂબ જ મુશ્કેલ હોય છે. કારણ કે જો યોગ્ય વસ્તુનો ઉપયોગ કરવામાં ન આવે તો ચહેરા પર ખીલ, એકને ડાર્ક સ્પોટ, કરચલીઓ ઝડપથી દેખાવા લાગે છે.
જોકે આજે ત્વચા સંબંધિત આ બધી જ સમસ્યાનો એક ઉપાય તમને જણાવી દઈએ. ત્વચાને મુલાયમ અને યુવાન રાખવા માટે અલગ અલગ બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરવાની બદલે તમે ગ્લિસરીનનો ઉપયોગ કરી શકો છો. ગ્લિસરીનથી ત્વચાને થતા ફાયદા વિશે જાણીને તમે આજથી જ તેનો ઉપયોગ શરૂ કરી દેશો.
એન્ટી એજીંગ
ગ્લિસરીન ત્વચા માટે બેસ્ટ એન્ટી એજીંગ એજન્ટ સાબિત થાય છે. તેમાં રહેલા એન્ટી એજિંગ ગુણ ત્વચામાં મોઈશ્ચર જાળવી રાખે છે. જ્યારે ત્વચામાં મોઈશ્ચર ઓછું થઈ જાય છે તો ત્વચા ઢીલી અને વૃદ્ધ દેખાવા લાગે છે. ગ્લિસરીનનો ઉપયોગ કરવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે.
એલર્જી મટે છે
ગ્લિસરીન પ્લાન્ટ બેઝ હોય છે તેથી તેનો ઉપયોગ ત્વચા પર કરશો તો ત્વચા પર ઈરીટેશન, રેશિસ, ખંજવાળ જેવી સમસ્યાઓ થશે નહીં અને થઈ હશે તો પણ દૂર થઈ જશે. કારણ કે ગ્લિસરીન સ્કીનને રીપેર કરે છે.
ડ્રાય સ્કીન
જો તમારી ત્વચા વધારે પ્રમાણમાં ડ્રાય હોય તો ત્વચા પર ડેડ સ્કીન ઝડપથી બનવા લાગે છે. તેનાથી ત્વચાની ચમક પણ પ્રભાવિત થાય છે. તેવામાં તમે ગ્લિસરીનનો ઉપયોગ કરીને ડેમેજ ત્વચાને રીપેર કરી શકો છો.
ત્વચાની સમસ્યા દુર કરી ત્વચાને યુવાન અને મુલાયમ બનાવવા માટે અઠવાડિયામાં ત્રણ દિવસ ગુલાબજળમાં ગ્લિસરીન મિક્સ કરીને તેને ચહેરા પર લગાડવું જોઈએ. આ રીતે ગ્લિસરીનો ઉપયોગ ત્વચા પર કરવાથી સ્કીન પ્રોબ્લેમ પણ દુર થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે