પુરુષોના બૂટમાં કેમ હોય છે કાણું? દરવાજાના હેન્ડલ કેમ હોય છે પીતળના? કારણ જાણીને ચોંકી જશો

આપણે સામાન્ય જીવનમાં ઘણી વસ્તુઓ જોઈએ છીએ અને વાપરીએ છીએ. સામાન્ય રીતે આપણે એ વાત પર ધ્યાન નથી આપતા કે કોઈ પણ વસ્તુ કેવી હોય છે. દરેક વસ્તુ ની બનાવટ પાછળ કંઈક કારણ જરૂર હોય છે. જેને આપણે અમુક વાર જોઈ શકતા નથી. જેમ કે નાવિકોને શર્ટ ધારદાર કેમ હોય છે. અમુક લોકો કેમ કાણાવાળા બુટ પહેરે છે. આવા જ 5 પ્રશ્નનો અને તેના જવાબો વિશે જાણો.

પુરુષોના બૂટમાં કેમ હોય છે કાણું? દરવાજાના હેન્ડલ કેમ હોય છે પીતળના? કારણ જાણીને ચોંકી જશો

નવી દિલ્લીઃ આપણે સામાન્ય જીવનમાં ઘણી વસ્તુઓ જોઈએ છીએ અને વાપરીએ છીએ. સામાન્ય રીતે આપણે એ વાત પર ધ્યાન નથી આપતા કે કોઈ પણ વસ્તુ કેવી હોય છે. દરેક વસ્તુ ની બનાવટ પાછળ કંઈક કારણ જરૂર હોય છે. જેને આપણે અમુક વાર જોઈ શકતા નથી. જેમ કે નાવિકોને શર્ટ ધારદાર કેમ હોય છે. અમુક લોકો કેમ કાણાવાળા બુટ પહેરે છે. આવા જ 5 પ્રશ્નનો અને તેના જવાબો વિશે જાણો.
 

No description available.
 
દરવાજા પર કેમ હોય છે પીતળના હેન્ડલ?
દરવાજા પર પીતળના હેન્ડલ મુકવાનું પણ ખાસ કારણ હોય છે.  પીતળ એવી ધાતુ છેકે, જે આપણને બેક્ટેરિયા, વાયરસ અને અન્ય સૂક્ષ્મ જીવ જંતુઓથી બચાવવા નું કામ કરે છે. અને આ જ કારણથી વધારે પડતા સાર્વજનિક સ્થળો પર દરવાજા પર પીતળના હેન્ડલ જોવા મળતા હોય છે.
 

No description available.

ધારદાર કેમ હોય છે નાવિકોના શર્ટ?
ધારદાર શર્ટને તમે કેદી અથવા તો હોસ્પિટલના દર્દીઓને પહેરતા જોયા હશે. નૌસેનામાં પણ આવા પ્રકારના શર્ટ પહેરતા હોય છે. વર્ષ 1858માં નેપોલિયનની નૌસેનામાં ધારદાર શર્ટને પહેરવાની મંજૂરી અપાઈ હતી. એવું કહેવામાં આવે છે કે શર્ટમાં ધારીના કારણે ડેક પર વ્યક્તિની ઓળખાણ થઈ શકે છે. જો કે કોઈ જવાન દરિયામાં પડી જાય છે તો તેની ઓળખાણ પણ આની મદદથી સરળતાથી થાય છે.
 

No description available.

લંડનના ટેલિફોન બૂથ કેમ હોય છે લાલ રંગના?
લંડનમાં વર્ષ 1920ની પહેલું ટેલિફોન બૂથ લગાવવામાં આવ્યું હતું. તે સમયે રંગ ક્રીમી હતો. પછી વર્ષ 1924માં બૂથોના નવા ડિઝાઇન બનાવવામાં આવ્યું. તેના માટે એક પ્રતિયોગિતા નું આયોજન કરવામાં આવ્યું....ત્યારબાદ જૂથોના રંગને બદલીને લાલ કરી દેવામાં આવ્યો. જેથી લોકો દૂરથી પણ બૂટને જોઈ શકે. ઠંડીના દિવસોમાં લાલ રંગના કારણે આ જૂથો અને સરળતાથી જોઈ શકાય છે.
 

No description available.

લાલ-પીળા કાર્ડના ઉપયોગ કેમ કરે છે ફૂટબોલના રેફરી?
તમે  ફૂટબોલની મેચમાં ખિલાડીઓ વોર્નિંગ આપતા તો જોયા હશે. સામાન્ય રીતે રેફરી પીળા અથવા તો લાલ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે. આ કાર્ડની શરૂ થવાની એક રસપ્રદ વાર્તા છે. વર્ષ 1966માં આર્જેન્ટિના અને બ્રિટન વચ્ચે મેચ રમાતી હતી. અને આ મેચમાં રેફરી ની ભૂમિકા જર્મનીના રૂડોફ ક્રેટલીન કરતા હતા. રેફરીએ આર્જેન્ટિનાના એક ખિલાડીને બાહર નીકળવા માટેનો આદેશ આપ્યો. પણ જર્મન ભાષામાં કહેવાથી ખિલાડીને ખબર પડતી ન હતી. આ સમસ્યાના સમાધાન માટે ફૂટબોલની મેચમાં પીળા અને લાલ રંગના કાર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી.જેને ફૂટબોલને એક અંગ જ બનાવી દીધો.
 

No description available.

પુરૂષોના બૂટમાં કેમ હોય છે કાણું?
આ પ્રકારના બૂટનો ઉપયોગ 17મી સદીમાં આર્યલેન્ડ અને સ્કોટલેન્ડના ઢોર પાળનારા લોકો કરતા હતા. તે લોકો ચીકણી માટી પર કામ કરતા હોવાથી આવા પ્રકારના બુટ પહેરતા હતા. જેના કારણે આવા બૂટમાં નાના-નાના કાંણા કરી દેવામાં આવતા હતા. પછી આને એક ડિઝાઈનના સ્વરૂપમાં પણ અપનાવી લેવામાં આવી. આજે આ પ્રકારના બૂટ એક ફેશન પણ ગણવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news