ગેસના ધીમા બર્નરે કર્યા છે પરેશાન? અપનાવો આ ટ્રિક, થઈ જશે સમસ્યાનું ઝડપથી સમાધાન

ગેસનો વાલ્વ ખરાબ હવાના કારણે બર્નરમાંથી ઓછી જ્વાળા પ્રજવલિત થાય છે. ગેસ વાલ્વની નિયમિત તપાસ કરો અને જો તેમા ખામી હોય તો તેને રીપેર કરાવો.

ગેસના ધીમા બર્નરે કર્યા છે પરેશાન? અપનાવો આ ટ્રિક, થઈ જશે સમસ્યાનું ઝડપથી સમાધાન

નવી દિલ્હીઃ ગેસના ધીમા બર્નિંર વિશે ચિંતિત છો? આ પદ્ધતિઓથી ગેસ સારી રીતે પ્રજ્વલિત થશે. ગેસના બર્નર પર ઓછી જ્વાળા પ્રજવલિત થતા તમે પરેશાન છો? ગેસ ધીમો હોવાના કારણે ભોજન સમયસર રાંધવામાં મુશ્કેલી પડતી હોય છે. તેથી જો તમે આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છો તો તમે આ ટ્રીક અપનાવો. 

આ રીતે વધારો ગેસની જ્યોત-
1. સ્વચ્છ રાખો:
બર્નરને સાફ રાખો.  સફાઈના અભાવે બર્નરમાં રહેલા કાણાં પુરાઈ જાય છે અને ગેસ ધીમો સળગે છે જેથી બર્નરની નિયમિત સાફાઈ કરવી જરૂરી છે. 

2. બર્નરમાં કઈ અવરોધરૂપ ન હોવું જોઈએ:
કોઈ પણ વસ્તુને ગેસના બર્નરમાં અવરોધરૂપ ના થવા દો. અવરોધથી બર્નરમાં સળગતી જ્વાળા ધીમી થઈ જાય છે. જેથી બર્નરને સાફ કરતા રહો.

3. ગેસનો વાલ્વ તપાસો:
ગેસનો વાલ્વ ખરાબ હવાના કારણે બર્નરમાંથી ઓછી જ્વાળા પ્રજવલિત થાય છે. ગેસ વાલ્વની નિયમિત તપાસ કરો અને જો તેમા ખામી હોય તો તેને રીપેર કરાવો.

4. ગેસના રેગ્યુલેટરને જોવો:
જો તમારા ગેસના રેગ્યુલેટરમાં કોઈ ખામી છે તો તેના કારણે પણ તમારા ગેસ બર્નરમાંથી ઓછી જ્વાળા ઉત્પન્ન થાય છે તેથી  રેગ્યુલેટરની સમીક્ષા કરો અને સમારકામ કરો.

5. ગેસ સિલિન્ડર તપાસો:
ક્યારેક ગેસ સિલિન્ડરમાં ગેસ ઓછો હોય છે જેના કારણે જ્વાળા ઓછી થવા લાગે છે. તેથી, સિલિન્ડરમાં ઉપલબ્ધ ગેસ તપાસો.

6. ગેસ કનેક્શન ચેક કરો 
જો તમારું ગેસ કનેક્શન યોગ્ય નથી, તો ફ્લેમ ઓછી થઈ શકે છે. તેથી, ગેસ કનેક્શન નિયમિતપણે તપાસતા રહો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news