Grah Gochar 2023: મંગળ અને બુધ મે મહિનામાં કરશે રાશિ પરિવર્તન, આ 4 રાશિઓને થશે જોરદાર ફાયદા

Mangal-Budh Gochar 2023: મંગળ ગ્રહ મિથુન રાશિમાંથી નીકળી અને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. મંગળ 1 જુલાઈ સુધી કર્ક રાશિમાં ગોચર કરશે ત્યાર પછી સૂર્યની રાશિ સિંહમાં પ્રવેશ કરશે. ત્યાર પછી ગ્રહોના રાજકુમાર એવા બુધ ગ્રહ 10 મે ના રોજ મેષ રાશિમાં ઉદય થશે. આ બંને ગ્રહોના મહત્વપૂર્ણ ગોચરના કારણે ચાર રાશિના લોકોના જીવનમાં મોટા ફેરફાર થશે.

Grah Gochar 2023: મંગળ અને બુધ મે મહિનામાં કરશે રાશિ પરિવર્તન, આ 4 રાશિઓને થશે જોરદાર ફાયદા

Mangal-Budh Gochar 2023: આ મહિનાની 10 અને 12 તારીખ ખૂબ જ ખાસ અને શુભ રહેવાની છે. કારણ કે આ બંને દિવસોએ મંગળ ગ્રહ અને બુધ ગ્રહ રાશિ પરિવર્તન કરશે. મંગળ ગ્રહ મિથુન રાશિમાંથી નીકળી અને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. મંગળ 1 જુલાઈ સુધી કર્ક રાશિમાં ગોચર કરશે ત્યાર પછી સૂર્યની રાશિ સિંહમાં પ્રવેશ કરશે. ત્યાર પછી ગ્રહોના રાજકુમાર એવા બુધ ગ્રહ 10 મે ના રોજ મેષ રાશિમાં ઉદય થશે. આ બંને ગ્રહોના મહત્વપૂર્ણ ગોચરના કારણે ચાર રાશિના લોકોના જીવનમાં મોટા ફેરફાર થશે. આ ચાર રાશિના લોકો માટે આવનારો સમય ખૂબ જ લાભકારી રહેવાનો છે આ સમય દરમિયાન તેમને ધન સંપત્તિ પ્રાપ્ત થશે અને ભાગ્યનો સાથ મળશે.  

વૃષભ રાશિ

મંગળના રાશિ પરિવર્તનથી આ રાશિના જાતકોના સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. વિરોધીઓ તમારા ઉપર હાવી થવાનો પ્રયત્ન કરશે પરંતુ સફળ નહીં થાય. આ સમય દરમિયાન યાત્રા કરી શકો છો. સામાજિક ક્ષેત્રોમાં કાર્યરત લોકોનું માન સન્માન વધશે. ઘરમાં શુભ કાર્ય થઈ શકે છે. વાદવિવાદથી બચવાનો પ્રયત્ન કરો.

આ પણ વાંચો:

સિંહ રાશિ

જે જાતકો અભ્યાસ માટે વિદેશ જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેમના માટે સારો સમય શરૂ થશે. વિદેશમાં અભ્યાસનું સપનું પૂરું થઈ શકે છે. કોર્ટ કચેરીમાં કેસ ચાલતો હોય તો તેમાં પણ નિર્ણય તમારા ફેવરમાં આવી શકે છે. કામ બાબતે પ્રવાસ કરવો પડી શકે છે.

કન્યા રાશિ

બુધ અને મંગળના ગોચર થી આ રાશિના જાતકોના જીવનની આર્થિક સમસ્યાઓ પૂર્ણ થશે અને કાર્યમાં સફળતા મળશે. આ સમય દરમિયાન આર્થિક યોજનાઓમાં ભરપૂર લાભ થશે. નોકરી અને વેપારમાં પ્રગતિ થશે. ફરવા જવાનું નક્કી થઈ શકે છે. વિરોધી ઉપર તમે ભારે પડશો. તમારી ઈચ્છાઓ પૂરી થશે અને આવકનો સ્ત્રોત વધશે.

કુંભ રાશિ

બુધ ગ્રહના ઉદય થવાથી આ રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં પ્રશંસા પ્રાપ્ત થશે. ઉપરી અધિકારીઓ તમારી મહેનતના વખાણ કરશે. પ્રમોશન અથવા ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. કાર્યક્ષેત્ર સંબંધિત પ્રવાસ કરવો પડી શકે છે. ખર્ચામાં વધારો થશે પરંતુ આર્થિક સ્થિતિ સારી હોવાથી ચિંતા નહીં થાય.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news