RR vs GT: ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને કચડી નાંખ્યું, 37 બોલ પહેલાં જ જીતી લીધી મેચ

IPL 2023, Match 48, RR vs GT: પહેલી બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સ ટીમ માત્ર 118 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી ગુજરાતે સરળતાથી લક્ષ્યનો પીછો કરી જીત હાંસલ કરી લીધી.

 RR vs GT: ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને કચડી નાંખ્યું, 37 બોલ પહેલાં જ જીતી લીધી મેચ

RR vs GT Match Highlights: ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને તેમના ઘરે સરળતાથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરીને રાજસ્થાન રોયલ્સ ટીમ 118 રન જ બનાવી શકી હતી. આ પછી ગુજરાતે માત્ર 13.5 ઓવરમાં જ લક્ષ્યનો પીછો કરી લીધો હતો. ગુજરાત તરફથી હાર્દિક પંડ્યાએ 15 બોલમાં અણનમ 39 અને રિદ્ધિમાન સાહાએ અણનમ 41 રન બનાવ્યા હતા.

આ જીતને પગલે ગુજરાત ટાઈટન્સની ટીમ આઈપીએલમાં ક્વોલિફાય થવાથી માત્ર એક જીત દૂર છે. આ સાથે જ GTએ ઘરઆંગણે મળેલી હારનો બદલો લીધો છે. આ મેચમાં સાહા અને ગિલ વચ્ચે 71 રનની પાર્ટનરશિપ થઈ હતી. સાથે જ હાર્દિક પંડ્યાએ પણ શાનદાર ફટકાબાજી કરી હતી.

આ જીતની સાથે ગુજરાત ટાઈટન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં વધુ અંક હાંસલ કરી લીધો છે. જેને કારણે ગુજરાત ટાઈટન્સની સ્થિતિ પહેલાં કરતા વધારે મજબુત થઈ ગઈ છે. ઉલ્લેખનીયછેકે, હજુ ગુજરાત ટાઈટન્સની આ બીજી સિઝન છે. પહેલી સિઝનમાં પણ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઈટન્સની ટીમે ખિતાબ જીત્યો હતો. આ વખતે પણ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ જીતનું પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news