Weight Loss Tip: વજન ઘટાડવા માટે ફોલો કરો આ ડાયટ, વધતી ઉંમરે વધી શકે છે સમસ્યા
Weight Loss Tip: કેટલાક લોકો ડાયટ ફોલો કરે છે પરંતુ એક્સરસાઈઝ કરતા નથી. એક્સરસાઈઝ કરવાથી તમે ઝડપથી ચરબી ઘટાડી શકો છો. આ ઉપરાંત દિવસ પર પાણીની ઉપણ ન થવા દો. જો તમારું શરીર હાઈડ્રેટેડ રહેશે તો તમારું શરીર ઘણું સ્ફૂર્તિમાં રહેશ અને સાથે સાથે તમે દિવસભર ફ્રેશ અનુભવ કરશો.
Trending Photos
Weight Loss Tip: મોટાભાગના લોકો પોતાને ફિટ રાખવા ઘણા ઉપાયો કરતા હોય છે. પરંતુ ઉંમર વધવાની સાથે શરીરમાં ઘણી સમસ્યાઓ પણ વધાવા લાગે છે. ત્યારે ઘણા લોકો વધતી ઉંમર સાથે વજન વધાવની સમસ્યાથી પણ પરેશાન રહેતા હોય છે. એવામાં વજન ઘટાડવું તમારા માટે મુશ્કેલ બની જાય છે. તો અમે તમને કેટલીક રીત જણાવી રહ્યા છે જે તમારું વજન વધવા નહીં દે અને વધતી ઉંમરે તમે તમારી જાતને ફિટ રાખી શકશો.
1. સવારના નાસ્તામાં તમે આખા અનાજની ખીચડી અથવા દલિયા બનાવીને ખાઈ શકો છો. આ સાથે તમે મોસમી શાકભાજી પણ ખાઈ શકો છો. આ ઉપરાંત તમે મલ્ટીગ્રેનથી બનેલા ચીલા અથવા દાળને પણ સામેલ કરી શકો છો.
2. બપોરના ભોજનમાં તમારે જો હળવો આહાર લેવો છે તો તમે શાક, રોટલી, દાળની સાથે સલાડ પણ ખાઈ શકો છો. ઉનાળાની સીઝનમાં બપોરના ભોજનમાં ચણાનું સત્તૂ અથવા છાશ લઇ શકો છો. તમે ફળ પણ ખાઈ શકો છો તેમજ જ્યૂસ પણ પી શકો છો. તમે ફ્રૂટ ખાધા પછી અથવા છાશ પીધાના થોડા સમય બાદ શાક રોટલી અથવા દાળનું સેવન કરો.
3. સાંજના નાસ્તામાં મોટાભાગે લોકો ચા પીવાનું પસંદ કરે છે. તમે ચામાં વધારે દૂધ ઉમેરી શકો છો પરંતુ તેમાં ખાંડનું પ્રમાણ ઓછું રાખો. આ ઉપરાંત તમે કાળા ચણા અથવા મગને બાફીને તેની ચાટ બનાવી ખાઈ શકો છો. આ સાથે તમે બ્લેક ટી અથવા ગ્રીન ટી પી શકો છો.
4. રાતના આહારમાં હળવું ભોજન કરો. તમે રાતે શાક, રોટલી, દાળનું સેવન કરી શકો છો. આ સાથે તમે પનીર સલાડ અથવા સોયાબિન મિક્સ સલાડ પણ ખાઈ શકો છો. આ ઉપરાંત દલિયા અથવા ખીચડી પણ ખાઈ શકો છો.
જો કે, કેટલાક લોકો ડાયટ ફોલો કરે છે પરંતુ એક્સરસાઈઝ કરતા નથી. એક્સરસાઈઝ કરવાથી તમે ઝડપથી ચરબી ઘટાડી શકો છો. આ ઉપરાંત દિવસ પર પાણીની ઉપણ ન થવા દો. જો તમારું શરીર હાઈડ્રેટેડ રહેશે તો તમારું શરીર ઘણું સ્ફૂર્તિમાં રહેશ અને સાથે સાથે તમે દિવસભર ફ્રેશ અનુભવ કરશો. આ ઉપરાંત જમતા પહેલા સલાડનું સેવન કરો જેથી તમે વધારે આહાર ના લો અને તમારું પેટ પણ ભરેલું રહે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરેલું નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારીત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE News તેની પુષ્ટી કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે